ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નંદલાલાના 5253મા જન્મોત્સવને લઈ દ્વારકામાં તડામાર તૈયારીઓ શરૂ, જન્માષ્ટમી પહેલાં દ્વારકાધિશનું મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું
Last Updated: 11:29 PM, 2 September 2026
ADVERTISEMENT
દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના 5253મા જન્મોત્સવની ઉજવણીને લઈને સમગ્ર નગરીમાં ભક્તિસભર માહોલ છવાયો છે. જન્માષ્ટમીના પાવન અવસર પર દ્વારકાના જગતમંદિરને વિશેષ કલાત્મક લાઈટોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે.
ADVERTISEMENT
આ આકર્ષક રોશની એટલી દુરથી દેખાય છે કે દૂર-દૂરથી આવતા શ્રદ્ધાળુઓ માર્ગમાં જ મંદિરના અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવે છે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જગતમંદિરને અલગ-અલગ રંગોની મનમોહક લાઈટોથી સજાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
કલાત્મક રોશનીથી ઝળહળી ઉઠેલું દ્વારકાધીશનું આ ભવ્ય મંદિર રાત્રિના સમયે દિવ્ય દ્રશ્ય ઊભું કરે છે, જેને નિહાળવા માટે ભક્તોમાં અદ્ભુત આતુરતા જોવા મળી રહી છે.
ભગવાન શ્રીકૃષ્ણના આ મહાપર્વને વધાવવા માટે દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં ભક્તો દ્વારકા પહોંચે તેવી સંભાવના.શ્રીકૃષ્ણ જન્મોત્સવના આ પાવન અવસરે દ્વારકામાં ભક્તિ અને આસ્થાનો અદ્ભુત ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સુરતમાં બિલ્ડર ફેઝલ ફટ્ટા હત્યા કેસમાં મોટો ખુલાસો, 10 લાખની સોપારી, 4 આરોપી ઝડપાયા
લાઈટોથી ઝળહળતું જગતમંદિર અને ભક્તોનો ઉત્સાહ આ મહાપર્વની દિવ્યતામાં વધુ વધારો કરે છે, જે આવનાર દરેક શ્રદ્ધાળુના હૃદયમાં કાયમ માટે અવિસ્મરણીય સંસ્રણ છોડી જાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.