ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભચાઉમાં 200 ફૂટ ઊંચા વીજ ટાવર પર યુવકે ગળેફાંસો ખાધો, 3 કલાકની ભારે જહેમત બાદ લાશ નીચે ઉતારાઈ

કચ્છ / ભચાઉમાં 200 ફૂટ ઊંચા વીજ ટાવર પર યુવકે ગળેફાંસો ખાધો, 3 કલાકની ભારે જહેમત બાદ લાશ નીચે ઉતારાઈ

Published By: Hiralal Parmar
Reported By: Alpesh Goswami

Last Updated: 04:48 PM, 3 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભચાઉ તાલુકાના ધરાણા ગામની સીમમાં વીજ ટાવર પર એક યુવાનનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી હતી. યુવકે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.

ADVERTISEMENT

ભચાઉ તાલુકાના ધરાણા ગામની સીમમાં વીજ ટાવર પર લટકતા હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો હતો. 200 ફૂટ ઊંચા વીજ ટાવર પર યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. 3 કલાકની ભારે જહેમત બાદ મૃતદેહને નીચે ઉતારાયો હતો. મૃતક સંજય કુમાર, મૂળ ઝારખંડના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતદેહ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી

12 ઓગસ્ટે અમદાવાદમાં પણ આવી ઘટના બની હતી

ઉલ્લેખનીય છે કે 12 ઓગસ્ટના રોજ અમદાવાદના એસજી હાઇવે પર નિરમા યુનિવર્સિટીની સામે નિર્માણાધીન ટ્રેમોન્ટ એડલીપ બિલ્ડિંગમાં 32મા માળે ક્રેન સાથે લટકીને યુવકે ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. ચોંકાવનારી વાત એ છે કે આખી રાત લાશ લટકતી રહી હતી અને સવારમાં જ્યારે લોકોએ લાશ લટકતી જોઈ ત્યારે અફરાતફરી મચી હતી ત્યારે બાદ ફાયર બ્રિગેડની ટીમે આવીને લાશને લિફ્ટમાં નીચે ઉતારી હતી. મૃતક યુવકનું નામ પ્રીતમસિંહ હતું. યુવક છેલ્લા કેટલાય સમયથી સાઇટ પર ક્રેન ચલાવવાનું કામ કરતો હતો.

વધુ વાંચો : IPL 2027 પહેલા મહેન્દ્રસિંહ ધોનીએ લીધો મોટો નિર્ણય, CSK પણ ચોંકી, ક્રિકેટ જગતમાં ચાલી ચર્ચા

લોકોએ શું કહ્યું?

આ ઘટના અંગે સ્થાનિકોનું એવું કહેવું છે કે તેઓ જ્યારે સવારે 8 વાગ્યાની આસપાસ પોતાના કામે પહોંચ્યા ત્યારે 32મા માળે ઉંચી ક્રેન પર એક યુવકની લાશ લટકતી જોઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા અને તુરંત જ સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Latest Gujarat News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ