ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ''જેટલા રૂપિયા માંગીએ તે આપવા પડશે'' લોકગાયક પૂનમ ગોંડલીયાના ભાઈને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ
Last Updated: 03:20 PM, 7 September 2026
ADVERTISEMENT
રાજકોટમાં લોકગાયક પૂનમ ગોંડલીયાના ભાઈને ડિજિટલ અરેસ્ટ કરવાના પ્રયાસની એક ઘટના બની છે જેમાં દિલ્હીથી ઠગોએ ફોન કરીને એવું કહ્યું કે તમારા નામે સીમકાર્ડ લઈ છેતરપિંડી કરવામાં આવી છે. ત્યાર બાદ તેમના ભાઈ પાસે આધારકાર્ડ સહિતના પુરાવા માંગવામાં આવ્યા હતા. ''જેટલા રૂપિયા માંગીએ તે આપવા પડશે'' તેવું કહી ડીઝીટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો હતો. આ ઘટના બાદ તેમના ભાઈ રાજકોટ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરી છે.
ADVERTISEMENT
અમદાવાદમાં વૃદ્ધાએ 38 લાખ ગુમાવ્યાં
અમદાવાદના હાંસોલ વિસ્તારમાં રહેતા 79 વર્ષીય વૃદ્ધા સાયબર ઠગોની ‘ડિજિટલ અરેસ્ટ’ની જાળમાં ફસાઈ ગયાં અને પોતાની મહેનતની બચતમાંથી રૂ.38 લાખ ગુમાવ્યાં. મુંબઈ ATSના ACP તરીકે ઓળખ આપીને ઠગોએ આતંકવાદી સાથે કનેક્શન હોવાનું કહી તેમને ડરાવ્યાં હતાં. પોલીસ યુનિફોર્મ અને ATSના લોગોવાળા વીડિયો કોલથી વિશ્વાસમાં લઈ વૃદ્ધા પાસેથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરાવ્યાં હતાં. લાંબો સમય વીતી ગયા બાદ પણ પૈસા પરત ન મળતાં જમાઈને વાત કરી અને સમગ્ર સાયબર છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો.
ADVERTISEMENT
શું બન્યો હતો બનાવ?
ADVERTISEMENT
ગત 2 જુલાઈના રોજ વૃદ્ધા ઘરે એકલાં હતાં ત્યારે અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ મુંબઈ એટીએસના એસીપી અશોક યાદવ તરીકે આપી હતી. તેણે વૃદ્ધાને કહ્યું હતું કે એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી રૂ. પ૮ કરોડ મળી આવ્યા છે. આ રકમમાંથી ૧૦ ટકા રકમ વૃદ્ધાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર થવાની માહિતી તપાસમાં સામે આવી હોવાનું કહી તેમને ગંભીર ગુનામાં ફસાવવાનો ડર બતાવ્યો હતો. વૃદ્ધાએ મુંબઈ આવીને તપાસમાં હાજર રહેવાની અસમર્થતા દર્શાવતાં ગઠિયાઓએ વીડિયો કોલ શરૂ કર્યો હતો. પોલીસ યુનિફોર્મ અને એટીએસના લોગોવાળા વીડિયો દ્વારા વાત કરનારાઓએ પોતે પોલીસ અધિકારી હોવાનો વિશ્વાસ ઊભો કર્યો હતો. ત્યાર બાદ વૃદ્ધાને સતત કેમેરા સામે જોડાયેલાં રહેવા મજબૂર કરવામાં આવ્યાં હતાં. બહાર કોઈને વાત ન કરવા તેમજ ફોન બંધ ન કરવાની સૂચના આપી તેમને માનસિક રીતે દબાણ હેઠળ રાખવામાં આવ્યાં હતાં.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો