ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / મોંઘી થશે આ જાણીતી કંપનીની Cars, કસ્ટમર્સને લાગશે જોરદાર ઝટકો

ઓટો / મોંઘી થશે આ જાણીતી કંપનીની Cars, કસ્ટમર્સને લાગશે જોરદાર ઝટકો

Published By: Bijal Vyas

Last Updated: 04:21 PM, 7 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મારુતિ સુઝુકીની કાર ખરીદવા માટે તમારે વધુ ખર્ચ કરવો પડશે. ગ્રાહકોને વધુ એક ઝટકો આપતા, કંપનીએ કિંમતોમાં 20,000 રુપિયા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. મારુતિએ અગાઉ મે અને ઓગસ્ટ મહિનામાં પણ કિંમતોમાં વધારો કર્યો હતો.

ADVERTISEMENT

મારુતિ સુઝુકી ઈન્ડિયાએ પસંદગીના મોડલ્સ પર 20,000 રુપિયા સુધીનો વધુ ભાવ વધારો કરવાની જાહેરાત કરી છે. સુધારેલા ભાવો આ મહિના એટલે કે સપ્ટેમ્બરથી લાગૂ થશે. ચાલુ વર્ષે મે મહિના બાદ કંપની દ્વારા કરવામાં આવેલો આ ત્રીજો ભાવ વધારો છે. મારુતિ સુઝુકીએ આ નિર્ણય પાછળ વધતા ખર્ચ અને મોંઘવારીના દબાણને કારણભૂત ગણાવ્યા છે. કંપની દ્વારા અગાઉ કરવામાં આવેલા બે ભાવ વધારા તેની તમામ મોડલ પર લાગુ કરવામાં આવ્યા હતા.

મારુતિ સુઝુકી ઈન્ડિયાએ શેર બજારને જણાવ્યુ કે, "કાચા માલના ખર્ચમાં સતત થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને, કંપનીએ પસંદગીના મોડલ્સની કિંમતોમાં 20,000 રુપિયા સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. કિંમતોમાં આ વધારો સપ્ટેમ્બર 2026થી અમલમાં આવશે." કંપનીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાઓથી ખર્ચ ઘટાડવાના ઉપાયો દ્વારા વધતા ખર્ચની અસરને શક્ય તેટલી ઓછી કરવા માટે તે સતત પ્રયાસો કરી રહી છે.

મારુતિ સુઝુકી ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, "જોકે, મોંઘવારીનું દબાણ ઊંચું છે અને ખર્ચની પ્રતિકૂળ સ્થિતિ યથાવત છે. પરિણામે, કંપની વધેલા ખર્ચનો અમુક ભાગ બજાર પર નાખવા માટે મજબૂર બની છે. સાથે જ, ગ્રાહકો પર તેની અસર ન્યૂનતમ રહે તે સુનિશ્ચિત કરવાના પ્રયત્નો પણ ચાલુ છે."

મારુતિ સુઝુકી ઈન્ડિયાએ ઓગસ્ટ મહિનામાં તેના તમામ વાહનોના ભાવમાં સરેરાશ લગભગ 0.5 ટકાનો વધારો કર્યો હતો. ભાવમાં થયેલા આ વધારા અંતર્ગત, મોડેલ અને વેરિઅન્ટના આધારે મારુતિ સુઝુકીની કારની કિંમતમાં 2,500 રુપિયા થી લઈને 30,000 રુપિયાસુધીનો વધારો થયો હતો. આ અગાઉ, કંપનીએ જૂન 2026માં પણ કારના ભાવમાં વધારો કર્યો હતો; તે સમયે પણ ભાવમાં 30,000 રુપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો હોવાની વાત કહી છે.

આ પણ વાંચોઃ LPGની e-KYC ડેડલાઇન આજે ખતમ, તો પછી ગેસ સિલિન્ડર કેવી રીતે મેળવશો?

Maruti Suzuki Indiaના શેરમાં તેજી

7 સપ્ટેમ્બરના રોજ દિવસ દરમિયાન મારુતિ સુઝુકી ઈન્ડિયાના શેરમાં લગભગ 1 ટકાનો વધારો થયો હતો. BSE પર આ શેર 12,827.45 રુપિયાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન 4 લાખ કરોડ રુપિયાથી વધુ છે. શેરની ફેસ વેલ્યુ 5 રુપિયા છે. વર્ષ 2026માં અત્યાર સુધીમાં આ શેરમાં 23 ટકાનો ઘટાડો થયો છે. BSE પર આ શેરની 52-સપ્તાહની એડજસ્ટેડ ઊંચી સપાટી 17,371.60 રુપિયા અને એડજસ્ટેડ નીચી સપાટી 12,202.10 રુપિયા છે.નોમુરાએ મારુતિ સુઝુકી માટે પ્રતિ શેર 14,071 રુપિયાનો ટાર્ગેટ પ્રાઇસ જાળવી રાખ્યો છે. ઓગસ્ટમાં ભાવ વધારા બાદ, નોમુરાએ જણાવ્યું હતું કે જો કંપની તેના માર્જિનને સુરક્ષિત રાખવા માંગતી હોય તો ભાવમાં વધુ વધારો કરવો જરૂરી બનશે.

DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

cars prices hike announced a fresh price maruti suzuki

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ