બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / કોન્ડોમની તંગી પડતાં થવા લાગ્યું એક 'ભયાનક કામ', બધાને ડર લાગે એવો ખતરો, દુનિયા હેરાન

ગર્ભનિરોધકની ગરબડ / કોન્ડોમની તંગી પડતાં થવા લાગ્યું એક 'ભયાનક કામ', બધાને ડર લાગે એવો ખતરો, દુનિયા હેરાન

Hiralal Parmar

Last Updated: 06:08 PM, 17 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક દેશમાં કોન્ડોમની એટલી અછત સર્જાઈ કે જેને કારણે દુનિયામાં 'ભયાનક ખતરા'ની ઘંટડી વાગવા લાગી છે.

જાતિય સંબંધોમાં સલામતી અને પરિવાર નિયોજન માટે કોન્ડોમનો ઉપયોગ ઘર-ઘરમાં જાણીતો છે.જે લોકો વહેલું બાળક નથી ઈચ્છતા તેઓ પણ કોન્ડોમનો સૌથી વધારે વપરાશ કરતાં હોય છે. સામાન્ય રીતે કોન્ડોમની કદી પણ અછત પડતી નથી પરંતુ દુનિયાના એક દેશમાં આ ગર્ભનિરોધક ચીજની અછત સર્જાઈ અને તેને કારણે વસતી વધારો અને જાતિય રોગોનો ડર ફેલાયો છે. વિશ્વ આરોગ્ય સંગઠને પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. કારણ કે કોન્ડોમનો ઉપયોગ ન કરવાથી વણજોઈતું બાળક આવી શકે છે.

condpm

કયા દેશમાં કોન્ડોમની અછત

આફ્રિકી દેશ કેન્યામાં કોન્ડોમમની ભારે અછત સર્જાઈ રહી છે. કેન્યા મેડિકલ સપ્લાય ઓથોરિટીએ એક ગંભીર રિપોર્ટ આપતાં એવું કહ્યું કે દેશમાં કોન્ડોમનો સ્ટોક ખૂબ જ ઓછો છે. એક ટીવી ચેનલે આ અંગે વિસ્તૃત રિપોર્ટ બહાર પાડ્યો હતો જેમાં જણાવાયું કે વિશાળ ઝૂંપડપટ્ટીમાં વસતા લોકો પણ કોન્ડોમનો ઓછો ઉપયોગ રહ્યાં છે. યુવાન માતાઓ કહે છે કે તેઓ બિનઆયોજિત ગર્ભાવસ્થાના સતત ડરમાં જીવે છે, એક તણાવ જે ફક્ત વ્યક્તિગત જ નથી પણ તેમના લગ્નોને પતનની અણી પર પણ ધકેલી રહ્યો છે.

કેન્યામાં કોન્ડોમની કેટલી જરુર

કેન્યામાં દર વર્ષે અંદાજે 40 કરોડથી વધુ કોન્ડોમની જરુર છે જેની સામે માંડ 15 કરોડ ઉપલબ્ધ છે. ડોનર ફંડિંગ ઘટવાથી અને મફત વિતરણ અટકી પડવાથી ગંભીર અછત સર્જાઈ છે. કોન્ડોમની અછત સર્જાતા એચઆઈવી, એઈડ્સ અને ગોનોરીયા જેવા જાતિય રોગો તથા અનિચ્છનીય ગર્ભધારણનું જોખમ વધ્યું છે.

વિશ્વ આરોગ્ય સંગઠને ગંભીર ચિંતા વ્યક્ત કરી

બીજી તરફ કોન્ડોમની અછત પર વિશ્વ આરોગ્ય સંગઠને પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને કોન્ડોમ ઈઝી મળી રહે તેવા પ્રયાસો પણ શરુ કરી દીધાં છે.

કોન્ડોમની અછતથી કયું ભયાનક કામ

કોન્ડોમની અછતને કારણે લોકો અસુરક્ષિત જાતિય સંબંધ બાંધી રહ્યાં છે પરિણામે મહિલાઓને ન જોઈતું હોય ત્યારે બાળક રહી જાય છે આ રીતે દુનિયામાં વસતી વધારો પણ થઈ રહ્યો છે જેને ભયાનક કામની કેટેગરીમાં જ મૂકી શકાય.

ભારતમાં કોન્ડોમની શું સ્થિતિ?

ભારતમાં કોન્ડોમનો પુરવઠો તો સામાન્ય છે પરંતુ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતમાં કોન્ડોમના ભાવ વધ્યા હતા. કોન્ડોમ બનાવવામાં ઉપયોગ લેવાતા કાચા માલની સપ્લાય ચેન તૂટવાથી ઉત્પાદન ખર્ચો વધ્યો હતો. તેનાથી દેશમાં કોન્ડોમના ભાવ 40થી 50 ટકા સુધી વધારો આવ્યો હતો.

વધુ વાંચો : VIDEO: દિયરના લગ્નમાં ભાભીની કમાલ, જોરદાર ડાન્સથી મહેફિલ લૂંટી! જુઓ વીડિયો

કેવી રીતે બને છે કોન્ડોમ

(1) નેચરલ લેટેક્સ: આ કોન્ડોમનો મુખ્ય આધાર છે, જે રબરના ઝાડમાંથી મળે છે.

(2) અમોનિયા: લેટેક્સને સ્થિર રાખવા માટે જરૂરી છે. ભારત પોતાની જરૂરિયાતનું 86 ટકા સાઉદી અરબ, કતર અને ઓમાન જેવા દેશોમાંથી આયાત કરે છે.

(3) સિલિકોન ઓઈલ: કોન્ડોમને ચીકણું બનાવે છે. મુખ્યત્વે ચીનમાંથી આવે છે અને તેના ભાવ આકાશે આંબી રહ્યા છે.

(4) સલ્ફર અને ઝિંક ઓક્સાઈડ: કોન્ડોમને મજબૂતી આપનારું આ રસાયણ પણ મોંઘું થયું છે.

(5) ફ્લેવર અને કલર્સ: ગ્લોબલ લોજિસ્ટિક્સ અડચણોથી તેની સપ્લાય પણ પ્રભાવિત થઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

condom news condom shortage kenya condom shortage
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ