બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રણુજાથી દર્શન કરી પરત ફરતાં ધાનેરાના યાત્રાળુનો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત, 3ને ઈજા

બનાસકાંઠા / રણુજાથી દર્શન કરી પરત ફરતાં ધાનેરાના યાત્રાળુનો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત, 3ને ઈજા

Vishal Khamar

Last Updated: 05:07 PM, 17 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના રણુજાથી દર્શન કરીને પરત ફરી રહેલા બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના યાત્રાળુઓની કારને ગમખ્વાર અકસ્માત થતા ત્રણ લોકોના મોત નિપજ્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામના યાત્રાળુઓ માટે રણુજાથી પરત ફરવાનો પ્રવાસ કરુણ ઘટનામાં ફેરવાયો હતો. રાજસ્થાનના બાલોતરા જિલ્લામાં આવેલા આસોતરા નજીક ભારતમાલા માર્ગ પર તેમની કારને ગંભીર અકસ્માત નડ્યો હતો, જેમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા.

ઈજાગ્રસ્તોના નામ

  • અશોક ચૌધરી (ઉ.વ.26)
  • કમલેશ ચૌધરી (ઉ.વ.30)
  • આયુષ ચૌધરી, (ઉ.વ.8)

નીલગાયે વાહન ચાલકને બચાવવા પ્રયાસ કર્યો

મળતી માહિતી મુજબ યાત્રાળુઓ રણુજાના દર્શન કરીને પોતાના વતન તરફ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન આસોતરા નજીક અચાનક કાર સામે નીલગાય આવી ચડતા ચાલકે વાહન બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો હતો.

મૃતકોના નામ

  • અજમલભાઈ ગણેશભાઈ ચૌધરી (ઉ.વ.35)
  • હિતેશભાઈ દેવરણભાઈ ચૌધરી (ઉ.વ.32)
  • યોગેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી (ઉ.વ.18)

પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની નાહટા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે જોધપુર રીફર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ 'ગુજરાત આઝાદી જેવું નેતૃત્વ ટેકનોલોજીમાં પણ કરશે', અમિત શાહે 'મિલિયન માઈન્ડ્સ ટેક સિટી'નું લોકાર્પણ કર્યુ

અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી

પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાએ થાવર ગામ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha news Banaskantha Dhanera
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ