ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / ગોરા કે કાળા નહીં... વાદળી રંગના લોકોનું આખું ગામ! શું હતું તેની પાછળનું રહસ્ય?

અજબ ગજબ / ગોરા કે કાળા નહીં... વાદળી રંગના લોકોનું આખું ગામ! શું હતું તેની પાછળનું રહસ્ય?

Published By: Nirav Kumar

Last Updated: 09:42 PM, 27 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના કેન્ટકીમાં એક પરિવારમાં પેઢીઓ સુધી બાળકો વાદળી કલરના આવતા હતા. ફ્યુગેટ પરિવારમાં વારસાગત રીતે એક દુર્લભ બીમારીને કારણે અનેક પેઢીઓ સુધી લોકોની ત્વચા વાદળી રહી હતી.

ADVERTISEMENT

જો કોઈ વ્યક્તિ તમને કહે કે વિશ્વમાં એવો પણ એક પરિવાર હતો જેના અનેક સભ્યોની સ્કીન વાદળી રંગની હતી તો તમને આ વાત તે કોઈ ફિલ્મ કે પરીકથા જેવી લાગશે. પરંતુ આ વાત સાવ સાચી છે. અમેરિકાના કેન્ટકી રાજ્યમાં રહેતા એક પરિવાર અનેક પેઢીઓ સુધી વાદળી ત્વચાને કારણે વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની રહ્યો હતો. આ પરિવારને ‘બ્લુ પીપલ ઓફ કેન્ટકી’ તરીકે ઓળખવામાં આવે છે. આવું કેવી રીતે બન્યું અને તેના પાછળ કારણ શું હતું? ચાલો તેના વિષે જાણીએ.

  • 1820માં થઇ હતી શરૂઆત

આ કહાનીની શરૂઆત 1820માં થઈ જ્યારે ફ્રાન્સથી આવેલા વલસ્તી માર્ટિન ફ્યુગેટ અમેરિકા પહોંચ્યા હતા. તેમને પૂર્વી કેન્ટકીના ટ્રબલસમ ક્રીક વિસ્તારમાં વસવાનું નક્કી કર્યું હતી અને એલિઝાબેથ સ્મિથ નામની સ્થાનિક મહિલા સાથે લગ્ન કર્યા હતા. આ બંનેને સાત સંતાનો થયાં હતા પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે તેમાંથી ચાર બાળકોની ત્વચા જન્મથી જ વાદળી કલરની હતી. તેમને કોઈ ગંભીર બીમારી નહોતી. તેઓ સામાન્ય બાળકોની જેમ મોટા થયા હતા પરંતુ તેમની ત્વચા આખી જિંદગી વાદળી જ રહી હતી.

  • આ નાની વસ્તીએ પણ વધારી દીધી હતી સમસ્યા

તે સમયે ટ્રબલસમ ક્રીક ખુબ દૂરસ્થ અને અલગ-થલગ વિસ્તાર હતો. ત્યાં ખૂબ ઓછા લોકો રહેતા હતા અને બહારના લોકો વસવા આવતા નહોતા. આથી ફ્યુગેટ, સ્મિથ, કોમ્બ્સ, રિચી અને સ્ટેસી જેવા થોડા જ પરિવારો વચ્ચે પેઢીઓ સુધી લગ્નો થતાં રહ્યાં. જેના કારણે એક જ પ્રકારનું દુર્લભ જીન વારંવાર આગળ વધતું ગયું અને પરિવારમાં વાદળી ત્વચા વાળા લોકોની સંખ્યા વધતી ગઈ.

  • 140 વર્ષ બાદ ખુલ્યુ રહસ્ય

લગભગ 140 વર્ષ સુધી કોઈને સમજાયું નહીં કે આ લોકોની ત્વચા વાદળી કેમ છે. બાદમાં 1960માં કેન્ટકી યુનિવર્સિટીના બ્લડ ડીઝીઝ એક્સપર્ટ ડો. મેડિસન કેવેન અને નર્સ રુથ પેન્ડરગ્રાસે આ રહસ્યની તપાસ શરૂ કરી હતી. જેમાં સંયોગવશ એક દિવસ વાદળી ત્વચા વાળાં ભાઈ-બહેન રેચલ અને પેટ્રિક રિચી હોસ્પિટલ પહોંચ્યાં હતા. ત્યારથી જ આ અનોખા કેસની વૈજ્ઞાનિક તપાસ શરૂ થઈ હતી.

  • કેમ થતી હતી વાદળી ત્વચા?

આ લોકોની તપાસમાં જાણવા મળ્યું કે આ પરિવારને મેથીમોગ્લોબિનેમિયા નામનો ખુબ દુર્લભ રક્ત વિકાર હતો. આ બીમારીમાં શરીરમાં એક જરૂરી એન્ઝાઇમની ખામી હોય છે, જેના કારણે લોહી ઓક્સિજનને સામાન્ય રીતે શરીરમાં પહોંચાડી શકતું નથી. જેમાં સામાન્ય લોકોમાં મેથીમોગ્લોબિનનું પ્રમાણ 1%થી પણ ઓછું હોય છે જ્યારે આ પરિવારમાં તે 10થી 20% સુધી હતું. આથી તેમનું લોહી ઘાટ્ટા ભૂરા રંગનું દેખાતું અને ત્વચા પર વાદળી રંગ દેખાતો હતો. જો કે આ પ્રમાણ એટલું વધારે નહોતું કે તેમના જીવને જોખમ થાય.

  • વાદળી કલરની દવાથી થયો ઇલાજ

આ બાબતે સૌથી રસપ્રદ વાત એ હતી કે ડોક્ટરોએ જે દવાથી સારવાર કરી તેનું નામ પણ મેથિલીન બ્લુ હતું. આ દવા શરીરમાં જતાં જ મેથીમોગ્લોબિનને સામાન્ય હિમોગ્લોબિનમાં ફેરવવામાં મદદ કરતી હતી. કહેવાય છે કે ઇન્જેક્શન લગાવ્યા બાદ થોડી જ મિનિટોમાં રિચી ભાઈ-બહેનની વાદળી ત્વચા ગુલાબી થવા લાગી હતી. બાદમાં ગોળીઓની મદદથી તેમનો કલર સામાન્ય જાળવી રાખવામાં આવ્યો હતો.

  • છેલ્લું ‘બ્લુ બેબી’ પણ જન્મ્યું

સમય જતાં પરિવારમાં વાદળી ત્વચા વાળા લોકોની સંખ્યા ઘટતી ગઈ. પરંતુ 1975માં બેન્જામિન ‘બેન્જી’ સ્ટેસી નામનું એક બાળક જન્મ્યું હતું જેની ત્વચા જન્મ સમયે જાંબલી-વાદળી જેવી દેખાતી હતી.

વધુ વાંચો : Video: જોઇ લો, સતત 30 વર્ષ કાચની ફેક્ટરીમાં કામ કરવાની અસર, ચહેરો દેડકાંની જેમ...!

જેમાં ડોક્ટરોએ તપાસ બાદ જણાવ્યું કે તે પણ માર્ટિન ફ્યુગેટનો વંશજ હતો. પણ થોડા સમય બાદ તેનો રંગ સામાન્ય થઈ ગયો. છતાં પરિવારની આ અનોખો વારસો પૂરેપૂરો ખતમ ન થયો. કહેવાય છે કે જ્યારે પણ બેન્જીને ઠંડી લાગતી, ગુસ્સો આવતો કે તે વધુ લાગણીશીલ બનતો ત્યારે તેના હોઠ અને આંગળીઓ થોડા સમય માટે ફરી વાદળી થઇ જતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

methemoglobinemia blue skin Kentucky

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ