બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / વિશ્વ / Video: જોઇ લો, સતત 30 વર્ષ કાચની ફેક્ટરીમાં કામ કરવાની અસર, ચહેરો દેડકાંની જેમ...!
Last Updated: 11:46 PM, 2 January 2026
ચીનમાં અત્યારે એક વ્યક્તિ ચર્ચામાં છે. લોકો તેને 'મેઢક રાજકુમાર' કહી રહ્યા છે. આ ઉપનામનું કારણ તેના વિચિત્ર ચહેરાના કારણે છે. તેનો ચહેરો પહેલાથી દેડકા જેવો નહોતો પરંતુ કાચની ફેક્ટરીમાં 30 વર્ષ કામ કર્યા બાદ તેનો ચહેરો આ રીતે બદલાઈ ગયો છે.
ADVERTISEMENT
મીડિયા રીપોર્ટ મુજબ, કાચ બનાવતી ફેક્ટરીમાં 30 વર્ષ કામ કર્યા બાદ તેના ગાલ ફૂલી ગયા હતા. તેના કલીગ તેને "મોટા મોંવાળા ભાઈ" કહે છે. ફુગ્ગા જેવા ચહેરાવાળા આ 48 વર્ષીય માણસ કાચની ફેક્ટરીમાં પાઇપ દ્વારા મોલ્ડમાં હવા ફૂંકવાનું કામ કરતો હતો. તેના મોં દ્વારા સતત હવા ફૂંકવાથી સ્નાયુઓ બગડ્યા અને તેનો ચહેરો આવો બની ગયો.
#Guangdong glassblower jokes he’s a “Frog Prince” after 30 years on the job pic.twitter.com/xOfQTCIAVP
— Shanghai Daily (@shanghaidaily) December 18, 2025
ADVERTISEMENT
આ કાચ બનાવતા કારીગરના ગાલ હવા ભરતી વખતે ફુગ્ગાની જેમ ફૂલી જાય છે.. સતત 30 વર્ષ સુધી કામ કરવાના કારણે આવું થયું છે. જેના લીધે તેના ગાલ દેડકાની જેમ ફૂલે છે. આ વ્યક્ક્તિનું નામ ઝાંગ છે જે દક્ષિણ ચીનના ગ્વાંગડોંગ પ્રાંતના ઝોંગશાનમાં એક કાચની ફેક્ટરીમાં કામ કરે છે. તેના કલીગ તેને સાથીદારો તેને "મોટા મોંવાળા ભાઈ" કહે છે, જ્યારે તે મજાકમાં ખુદને મેઢક રાજકુમાર' કહે છે.
વાયરલ વીડિયોમાં ઝાંગ 1.5 મીટર લાંબા ધાતુના પાઇપનો ઉપયોગ કરીને પીગળેલા કાચના ઢગલા ઉપાડે છે જે 1,000 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાને ગરમ થાય છે અને કાચને ફેલાવવા માટે પાઇપથી હવા ફૂંકે છે.આ વર્કશોપમાં ગરમીને કારણે, ઝાંગ ઘણીવાર શર્ટ વગર કામ કરે છે.
ADVERTISEMENT

ઝાંગે આ અંગે કહ્યું હતું કે "જ્યારે તેને ઘણા વર્ષો પહેલા આ કામ શરૂ કર્યું હતું, ત્યારે તેનો ચહેરો સામાન્ય હતો. પરંતુ વારંવાર હવા ફૂંકવાથી તેના ચહેરાના સ્નાયુઓ ખેંચાઈ ગયા છે. બાદમાં ધીરે ધીરે તેના ગાલ ઝૂકી ગયા અને ફુગ્ગા જેવા થઈ ગયા."
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે,આ કાચનો કપ ફૂંકનાર વ્યક્તિ 1 મિનિટમાં 6 કપ બનાવી શકે છે, ત્યારે મશીન તે જ સમયમાં 45 કપ બનાવી શકે છે. ગુણવત્તાની દ્રષ્ટિએ માનવ-નિર્મિત ઉત્પાદનો હળવા હોય છે અને પાતળા કિનારીઓ ધરાવે છે.કાચ ફૂંકવાની કળા ચીનમાં 1000 વર્ષથી જૂની છે. આધુનિક ઉદ્યોગમાં મોટાભાગના કાચની વસ્તુમાં હવા ફૂંકવા માટે મશીનોનો ઉપયોગ થાય છે. પણ જટિલ પ્રોડક્ટ બનાવવા માટે હજુ પણ પરંપરાગત ફૂંકવાની પદ્ધતિઓ જરૂરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT