ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / સળગાવતાની થોડી સેકન્ડ પહેલાં તાબૂતની અંદર લાત મારવા લાગી મરેલી મહિલા, જાણો પછી શું બન્યું?

અજીબ / સળગાવતાની થોડી સેકન્ડ પહેલાં તાબૂતની અંદર લાત મારવા લાગી મરેલી મહિલા, જાણો પછી શું બન્યું?

Published By: Nirav Kumar

Last Updated: 01:04 AM, 25 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થાઇલેન્ડમાંથી એક અવિશ્વસનીય ઘટના સામે આવી છે. જેમાં એક મૃત મહિલાને અંતિમ સંસ્કાર માટે લઈ જવાઈ રહી હતી તે દરમિયાન તેને શબપેટીમાં હલવાનું શરૂ કરી દીધું હતું. પછી જે બન્યું તે જોઈને બધા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.

ADVERTISEMENT

થાઇલેન્ડમાં એક અજીબ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જેમાં એક મહિલાએ તેના અંતિમ સંસ્કાર પહેલા જ શબપેટીમાં લાત મારવાનું શરૂ કરી દીધું ત્યારે તેનો શોકગ્રસ્ત પરિવાર ચોંકી ગયો હતો. તેને તેના શબપેટીના ઢાંકણ પર ધક્કો માર્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર 65 વર્ષીય મહિલા ચોનથિરોત 23 નવેમ્બરની સવારે ઉત્તર થાઇલેન્ડના ફિટ્સાનુલોકમાં તેના ઘરે મૃત જાહેર કરવામાં આવી હતી.

મીડિયા અહેવાલ મુજબ, તેનું અવસાન થયું હોવાનું માનીને તેના પરિવારે તેને શબપેટીમાં મૂકી અને ચાર કલાકની મુસાફરી કરીને બેંગકોકની બહારના એક મંદિરમાં લઈ ગયા હતા જ્યાં ગરીબોને મફત અગ્નિસંસ્કાર અને અંતિમ સંસ્કાર સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જ્યારે પિકઅપ ટ્રક મંદિરમાં આવી ત્યારે મૃત દાદી તેના શબપેટીમાં જાગી ગઈ હતી. જ્યારે તેને શબપેટીના ઢાંકણને લાત મારવાનું શરૂ કર્યુ તે જોઈને સંબંધીઓ સ્તબ્ધ થઈ ગયા હતા.

ત્યાર બાદ જ્યારે શબપેટી ખોલવામાં આવી ત્યારે મહિલા અંદર આમ તેમ થઇ રહી હતી અને તેના ચહેરા પરથી માખીઓ હટાવી રહી હતી. જે જોઈને પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો. ચોનથિરોતના નાના ભાઈ 57 વર્ષીય મોંગકોલે જણાવ્યું હતું કે તે બે વર્ષથી પથારીવશ હતી અને સ્થાનિક સમય મુજબ સવારે 2 વાગ્યે "મૃત" મળી આવી હતી.

તેમને જણાવ્યું કે, તેઓએ તેના મૃત્યુની પુષ્ટિ કરતા એક દસ્તાવેજ પર સહી પણ કરી હતી, જે તેમને બૌદ્ધ સાધુને સોંપ્યો હતો જે સેવા કરવાના હતા. મોંગકોલે જણાવ્યું કે, "હું હેરાન હતો, આશ્ચર્યચકિત અને ખુશ થયો કે મારી બહેન હજુ પણ જીવિત છે. હું લગભગ આશ્ચર્યના કારણે ઢળી પડ્યો હતો. તે ચમત્કાર કહેવાય કે તે જાગી ગઈ."

મંદિરના 27 વર્ષીય કર્મચારી થમ્મનુને જણાવ્યું હતું કે "તેઓ લાકડાના બોક્સને બાળતા પહેલા એક ટૂંકી વિધિ માટે હોલમાં લઈ જવાના હતા. પછી તેને અંદરથી લાતો મારવાનો અવાજ સાંભળ્યો અને મદદ માટે કોઈનો ધીમે અવાજ આવી રહ્યો હતો. મેં તેના પરથી કપડું હટાવ્યું અને તેને હજુ પણ હલતી જોઈને હું સ્તબ્ધ થઇ ગયો હતો, તે ભાનમાં હતી, શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને માથું હલાવી રહી હતી, પણ બોલી શકતી નહોતી. હું સ્તબ્ધ થઈ ગયો કારણ કે મેં પહેલાં ક્યારેય આવું કંઈ અનુભવ્યું નહોતું."

vtv app promotion

ત્યાર બાદ અંતિમ સંસ્કારના બદલે મહિલાને હોસ્પિટલ લઈ જવા માટે એક એમ્બ્યુલન્સ આવી હતી. વાટ રત પ્રખોંગ થામ મંદિર મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, તે તેના મેડિકલ ખર્ચને ઉઠાવશે. મંદિરના મઠાધિપતિ, ફ્રા કિટ્ટી વાચિરાથદાએ જણાવ્યું હતું કે તેમને મંદિરમાં તેમના કાર્યકાળ દરમિયાન ક્યારેય આવી ઘટના જોઈ નથી.

વધુ વાંચો : ખાંસી મટાડવા ગુલાબ જળમાં દારુ મિક્સ કરીને પીધું, તો શખ્સ સાથે બન્યું રૃવાંડા ઊભા કરી દેનારું

ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીમાં ઉત્તરપૂર્વીય થાઈલેન્ડમાં એક 85 વર્ષીય મહિલા પણ 40 મિનિટ સુધી મૃત હાલતમાં રહ્યા બાદ જીવિત થઈ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે તેનો પરિવાર તેના મૃતદેહને અગ્નિસંસ્કાર માટે લઈ જઈ રહ્યો હતો, ત્યારે કથિત રીતે તે આંખો ખોલીને બેઠી થઈ ગઈ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Coffin Unbelievable Incident Thailand

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ