બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / ખાંસી મટાડવા ગુલાબ જળમાં દારુ મિક્સ કરીને પીધું, તો શખ્સ સાથે બન્યું રૃવાંડા ઊભા કરી દેનારું
Last Updated: 05:53 PM, 14 October 2025
ભારતના ઈતિહાસમાં મુઘલ સલ્તનતનો એક લાંબો પીરિયડ રહ્યો છે. જેમાં અનેક બાદશાહ થઇ ગયા. તેમને તેમના શાસનકાળમાં અનેક સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું હતું. પરંતુ એક બાદશાહ સ્થાપત્ય અને વહીવટી યોગદાન સિવાય તેમના દારૂ અને અફીણના જોરદાર વ્યસન માટે પણ જાણીતો હતો. શરાબી રાજા તરીકે જાણીતા તે બીજું કોઈ નહીં પણ જહાંગીર હતા. જહાંગીરના દારૂ પરની નિર્ભરતાએ તેમના અંગત જીવન અને તેમના શાસન બંનેને અસર કરી હતી.
ADVERTISEMENT
જહાંગીરની આ વ્યસન ખૂબ જ નાની ઉંમરે શરૂ થઇ ગઈ હતી. 15 વર્ષની ઉંમરે તેમને ઉધરસની સારવાર માટે ગુલાબજળમાં દારૂ ભેળવીને આપવામાં આવતો હતો. દારૂનો આ ઔષધીય ઉપયોગ ધીરે ધીરે તેમના માટે એક આદત બનની ગઈ. બાદમાં અફઘાન બળવાખોરો સામેના યુદ્ધ દરમિયાન કોઈએ તેમને થાક દૂર કરવા માટે દારૂ પીવાની સલાહ આપી હતી. પછી તેમનું દારૂનું વ્યસન વધતું ગયું અને આ લત વર્ષો સુધી રહી.
ADVERTISEMENT

ADVERTISEMENT
જહાંગીરને દારૂ કેટલો પસંદ હતો તેની જાણ તેમની આત્મકથા તુઝુક-એ-જહાંગીરીમાં પણ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે જહાંગીર દિવસ દરમિયાન લગભગ 20 ગ્લાસ દારૂ પીતા હતા. જેમાં દિવસે 14 અને રાત્રે 6 ગ્લાસનો સમાવેશ થતો હતો. તે પોતાનાં શોખ પુરા કરવા માટે ઈરાન અને મધ્ય એશિયાથી પણ વાઇન મંગાવતા હતા, તે માત્ર દારૂ જ નહીં પરંતુ અફીણ પણ પીતા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
જહાંગીરના વ્યસનની અસર તેમના સ્વાસ્થ્ય પર પણ પડી હતી. એક સમયે તે એટલા કમજોર પડી ગયા હતા કે, તે એક ગ્લાસ દારુ પણ પી શકતા નહતા. જહાંગીરના ડૉક્ટરે ચેતવણી આપી હતી કે જો તે દારૂ પીવાનું બંધ નહીં કરે તો તે છ મહિના પણ જીવી નહીં શકે. ત્યાર બાદ જહાંગીરે અફીણ અને અન્ય સુકા નશાનું સેવન કરવાનું શરૂ કર્યું હતું. આમ સમય જતાં તેમની શાસન કરવાની ક્ષમતા કમજોર પડી ગઈ હતી અને તેમની પત્ની નૂરજહાંએ વહીવટની બાગડોર સંભાળી લીધી હતી. માત્ર જહાંગીર જ નહીં પરંતુ તેના ભાઈઓ મુરાદ અને દાનિયાલ પણ દારૂના વ્યસની હતા, જેના કારણે આખરે તેમના મૃત્યુ થયા હતા. દારૂ અને અફીણની લતે મુઘલ દરબારને પણ ખરાબ રીતે અસર કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.