ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / અજબ ગજબ / આરોગ્ય / લાંબુ અને નીરોગી જીવવા માગો છો? 111 વર્ષના દાદા પાસેથી જાણો
Last Updated: 12:38 AM, 28 April 2026
ADVERTISEMENT
ધાર્મિક પુસ્તકો મુજબ આપણું જીવન કેટલું છે તે ઉપરવાળાના હાથમાં હોય છે. તમે કેટલું જીવશો તે અગાઉથી લખાઈ ગયું હોય છે. પણ આ તો ધાર્મિક લોકો હોય તેમની માન્યતા છે પણ નાસ્તિકો એવું નથી વિચારતા. તેમનું માનવું હોય છે કે માનસ પણ એક પ્રાણી છે આથી તેની આદતો અને તેની ક્ષમતા પર નિર્ભર કરે છે કે તે કેટલું જીવશે. આવી જ અમુક આદતો અમેરિકાના એક 111 વર્ષના લુઇસ કેનોએ જણાવી છે.
ADVERTISEMENT
લુઇસ કેનો જન્મ 9 ડીસેમ્બરના રોજ કોલમ્બિયામાં થયો હતો. ત્યાં ભણીને આર્મી જોઈન કરી બાદમાં એક બસ કંપની બનાવી ત્યાર બાદ તેઓ પરિવાર સાથે અમેરિકા આવી ગયા હતા.

ADVERTISEMENT
111 વર્ષના લુઇસ કેનો તેમના લાંબા આયુષ્ય માટે તેમની સારી આદતોને ક્રેડીટ આપે છે. તેમનું કહેવું છે કે, તેમને આજીવન ક્યારેય સ્મોકિંગ કે ડ્રીંક નથી કર્યું. તેમને હમેશા ક્વોલીટી ઊંઘ લીધી છે. અને હંમેશા બીજા સાથે નૈતિક રીતે સારો વ્યવહાર કર્યો છે.
લુઇસે તેમની લાઈફસ્ટાઈલ પણ બેહતર રાખી છે. ભોજનની આદત પણ સારી રાખી છે. તેમને ભોજનમાં નિયમિત રીતે, બીન્સ, મરચા, ઈવાકાડો અને ડુંગળીનો સમાવેશ કર્યો છે. તેઓ 104 વર્ષની ઉમંર સુધી બાગબાની કરતા રહ્યા. અને ફિશિંગ, બોલિંગ અને બિલિયર્ડ્સ જેવા શીખ પણ રાખતા. તેઓ તેમના 10 બાળકો પૈકી 2 સાથે રહે છે. તેમની ખુશીઓ માટે તેમના પરિવારને ક્રેડીટ આપે છે. તેમને 11 ગ્રાન્ડ સન/ડોટર છે અને અનેક 11 ગ્રેટ ગ્રાન્ડ સન/ડોટર પણ છે.
ADVERTISEMENT
તેમની વાઈફનું અવસાન વર્ષ 2004માં થયું હતું. તેમના પરિવારનું કહેવું છે કે, તેઓ સ્થાનિક લેવલે એક સેલીબ્રીટી બની ગયા છે. દર વર્ષે તેમના બર્થડે પર સાઈનબોર્ડ જોઇને લોકો હોર્ન વગાડે છે.
ADVERTISEMENT
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT