ન્યૂઝ અપડેટ્સ
VTV / અજબ ગજબ / Relationship / યુવતીએ એક જ મંડપમાં 2-2 વ્યક્તિ સાથે લગ્ન કર્યાં, ક્યાં થયા અનોખા લગ્ન, તસવીર વાયરલ
Last Updated: 05:34 PM, 4 March 2026
ADVERTISEMENT
તમે ક્યારેય એવા લગ્ન જોયા છે જેમાં દુલ્હન એક જ હોય અને દુલ્હા બે હોય ? આવો જ એક કિસ્સો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક યુવતીને બે વ્યક્તિ સાથે એક સાથે એક મંડપમાં લગ્ન કર્યા હતા. આ થાઈલેન્ડમાં થયા હતા. જેને જોઇને લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. જેમાં 37 વર્ષીય એક મહિલાએ એક જ લગ્ન સ્થળે બે વરરાજા સાથે લગ્ન કર્યા હતા.આ બંને વરરાજા નજીકના મિત્રો છે. આ સમાચાર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઇ રહી છે. જેમાં અમુક લોકોએ તેને સાચો પ્રેમ કહી રહ્યા છે જ્યારે અમુક તેને "2026 ના સૌથી યુનિક લગ્ન" કહી રહ્યા છે.
ADVERTISEMENT
वायरल खबर!
— Nunu (@Dreams_realites) March 3, 2026
थाईलैंड की 37 साल की Duangduan ने एक साथ दो ऑस्ट्रियन पुलिसवालों से रचाई शादी।
पूर्व सिंगर Duangduan ने 5 साल से Roman (रिटायर्ड पुलिस ऑफिसर) और 1 साल से Macky (उसका दोस्त, एक्टिव पुलिस ऑफिसर) को डेट किया.........See More pic.twitter.com/9cEgyDLJ4s
થાઈલેન્ડના પ્રાખોન ચાઈ જિલ્લામાં 37 વર્ષીય ડુઆંગડુઆન કેતસરોએ એક સાથે બે ઓસ્ટ્રિયન પુરુષો સાથે લગ્ન કર્યા હતા. આ વરરાજા તેના ક્લોઝ ફ્રેન્ડ હતા અને ઘણા વર્ષોથી મહિલા સાથે રીલેશનમાં હતા. જેમાં મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ બાદ ત્રણેયે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જેમાં ડુઆંગડુઆન પહેલા પણ લગ્ન કરી ચૂકી છે અને તેમને ત્રણ બાળકો અને બે પૌત્રો છે.
ADVERTISEMENT

28 ફેબ્રુઆરીના રોજ, ત્રણેયે પરંપરાગત થાઈ રિવાજોને અનુસરીને શાંત સમારંભમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યોએ સમારોહમાં હાજરી આપી હતી. જેમાં આ મહિલાએ પહેલા ઓસ્ટ્રીયાના રિટાયર્ડ પોલીસ ઓફિસર સાથે રિલેશનમાં આવી હટી ત્યાર બાદ તેની તેની મુલાકાત મેકી નામના વ્યક્તિ સાથે થઈ હતી. અહેવાલો અનુસાર, બંને ઑસ્ટ્રિયન વરરાજાએ દહેજ તરીકે 1 મિલિયન આશરે 2.9 મિલિયન રૂપિયા આપ્યા. આ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો મુખ્ય વિષય બન્યો.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ મહિલાએ તેના પહેલા લગ્ન બાદ ખૂબ સંઘર્ષ કર્યો હતો. વર્ષો સુધી તેને એકલા હાથે તેના બાળકો અને માતાપિતાની સંભાળ રાખી હતી. તેણીએ પરિવારનું ભરણપોષણ કરવા માટે સખત મહેનત કરી. લગ્ન કરવાનો નિર્ણય લેતા પહેલા તેને તેના બાળકો અને માતાપિતાની સહમતી લીધી હતી. ક્ક
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ