બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / અજબ ગજબ / તમારા કામનું / વગર સેનાએ સુરક્ષિત છે આ 36 દેશ, જ્યાં આર્મી પર નથી થતો એક પણ રૂપિયો ખર્ચ!

જાણવા જેવું / વગર સેનાએ સુરક્ષિત છે આ 36 દેશ, જ્યાં આર્મી પર નથી થતો એક પણ રૂપિયો ખર્ચ!

Published By: Nirav Kumar

Last Updated: 05:28 PM, 14 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરાન વૉરના કારણે વિવિધ દેશોમાં આર્મીની તાકતની ચર્ચા થઇ રહી છે. પરંતુ શું તમે જાણો છો કે, વિશ્વમાં 36 દેશો અને પ્રદેશો એવા છે જેમની પાસે કોઈ આર્મી નથી?

ઈરાન, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના તણાવે દુનિયાને યુદ્ધની અણી પર લાવી દીધી છે. આ સ્થિતિમાં સેના વગર રહેવાનો વિચાર પણ ઓછો જોખમી નથી લાગતો. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં 36 દેશો અને પ્રદેશો એવા છે જેમની પાસે પોતાની ઓફિશીયલ સેના નથી. કેટલાક સંપૂર્ણપણે સ્વતંત્ર છે તો બીજા અન્ય સંરક્ષણ માટે મોટા રાષ્ટ્રો પર આધાર રાખે છે. આ વિસ્તારો ન તો ટેન્કનો અવાજ સાંભળવા મળે છે કે ન તો મિસાઇલો જોવા મળે  છે છતાં તેઓ સુરક્ષિત રહે છે.

આ સુરક્ષાનું સૌથી મોટું કારણ આંતરરાષ્ટ્રીય સંરક્ષણ એગ્રીમેન્ટ્સમાં રહેલું છે. પોતાની સેના બનાવવા અને શસ્ત્રો પર અબજો ખર્ચ કરવાને બદલે આ દેશોએ વિશ્વની મહાસત્તાઓ સાથે ફોર્સ જોડી છે. જ્યારે કોસ્ટા રિકા જેવા દેશોએ બંધારણીય રીતે તેમની સેનાઓને રદ કરી દીધી છે. તો ગ્રીનલેન્ડ અને જિબ્રાલ્ટર જેવા પ્રદેશોને મુખ્ય રાષ્ટ્રો દ્વારા તેમની સુરક્ષાની ખાતરી આપવામાં આવી છે

  • પોતાની સેના નહીં, પણ મહાસત્તાઓથી ઢાલ
    આ લિસ્ટમાં ઘણા દેશોનો સમાવેશ થાય છે જેમની સુરક્ષા બીજા શક્તિશાળી રાષ્ટ્રને સોંપવામાં આવી છે. ઉદાહરણ તરીકે, ઇટાલી વેટિકન સિટીનું રક્ષણ કરે છે જ્યારે ભારત હંમેશા ભૂટાનનું રક્ષણ કરવા તૈયાર છે. ફ્રાન્સે મોનાકોની સુરક્ષાની જવાબદારી લીધી છે. આઇસલેન્ડ પાસે પોતાની સેના નથી, પરંતુ તે નાટોનો ભાગ છે એટલે કે તેના પર હુમલો કરવો એ વિશ્વભરના 30 થી વધુ દેશો પર હુમલો માનવામાં આવશે.
  •  આશ્રિત પ્રદેશો

આ લિસ્ટમાં ઘણા નામો સંપૂર્ણપણે સ્વતંત્ર દેશો નથી પરંતુ મોટા રાષ્ટ્રોના "ઓવરસીઝ ટેરીટરી" કે "ઓટોનોમસ એરિયા" છે. ઉદાહરણ તરીકે, ડેનમાર્ક ગ્રીનલેન્ડની સુરક્ષા માટે જવાબદાર છે. જ્યારે યુનાઇટેડ કિંગડમ (યુકે) જિબ્રાલ્ટર અને બર્મુડા જેવા પ્રદેશોનું રક્ષણ કરે છે. આ પ્રદેશોને તેમના સૈન્ય પર એક પણ પૈસો ખર્ચવાની જરૂર નથી. કેમ કે તેમને બીજા દેશો રક્ષણ આપે છે.

  • સુરક્ષા પોલીસ
    અમુક સ્વતંત્ર દેશોએ સૈન્યને બદલે તેમના અર્ધલશ્કરી કે પોલીસ દળોને મજબૂત બનાવ્યા છે. જેમાં કોસ્ટા રિકા અને પનામા મુખ્ય ઉદાહરણો છે. તેમની પોલીસ એટલી ઉચ્ચ તાલીમ પામેલી છે કે તેઓ સરળતાથી આંતરિક સુરક્ષા જાળવી શકે છે અને સરહદોનું નિરીક્ષણ કરી શકે છે.
vtv app promotion


  • 36 દેશો અને પ્રદેશોની યાદી જેમાં સેના નથી
  1. વાનુઆતુ: કોઈ સૈના નથી પરંતુ એક નાનું અર્ધલશ્કરી દળ છે, જેને ઓસ્ટ્રેલિયા, ચીન, ફ્રાન્સ, ન્યુઝીલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી ટ્રેનીગ અને સમર્થન મળે છે.
  2. સોલોમન આઇલેન્ડ: ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પોલીસને ટ્રેનીગ અને સમર્થન પૂરું પાડે છે.
  3. તુવાલુ: તેની સ્થાપના બાદથી કોઈ સેના નથી. તેની પોલીસને ઓસ્ટ્રેલિયા તરફથી સહાય મળે છે.
  4. પલાઉ: કોઈ સેના નથી. ઓછામાં ઓછા 2044 સુધી યુનાઇટેડ સ્ટેટ્સ પાસે તેની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી છે.
  5. માઇક્રોનેશિયા: અહિંયા પણ કોઈ સેના નથી. યુનાઇટેડ સ્ટેટ્સ તેના સંરક્ષણ માટે જવાબદાર છે.
  6. પનામા:  1990માં સૈન્ય વિખેરી નાખવામાં આવ્યું હતું અને 1994 ના બંધારણમાં તેને નાબૂદ કરવામાં આવ્યું હતું. તેની પાસે માત્ર થોડા સ્પેશિયલ અર્ધલશ્કરી યુનિટ છે.
  7. મોરેશિયસ: 1968 માં સૈન્ય વિખેરી નાખવામાં આવ્યું હતું પરંતુ તેની પાસે એક વિશેષ મોબાઇલ ફોર્સ છે. તેનો પ્રાઈમરી સિક્યુરિટી પાર્ટનર ભારત છે.
  8. ગ્રેનાડા: 1983 માં સૈન્ય વિખેરી નાખવામાં આવ્યું હતું. તે કેરેબિયન રીઝનલ સિક્યુરિટી સિસ્ટમનો સભ્ય છે.
  9. ડોમિનિકા: 1981 માં સેનાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તે રીઝનલ સિક્યુરિટી સિસ્ટમનો સભ્ય છે.
  10. કોસ્ટા રિકા: 1948 માં સેના સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી હતી. તેના ખાસ પોલીસ યુનિટને યુનાઇટેડ સ્ટેટ્સ અને કોલંબિયા દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે.
  11. સેન્ટ લુસિયા: આ દેશ કેરેબિયન રીઝનલ સિક્યુરિટી સિસ્ટમનો સભ્ય છે.
  12. સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ: સુરક્ષા માટે રીઝનલ સિક્યુરિટી સિસ્ટમ પર આધાર રાખે છે.
  13. વેટિકન સિટી: આંતરિક સુરક્ષા સ્વિસ ગાર્ડ અને પોલીસ દ્વારા સંભાળવામાં આવે છે, પરંતુ યુદ્ધની સ્થિતિમાં ઇટાલી સંરક્ષણની જવાબદારી લેશે.
  14. પ્યુર્ટો રિકો: તેના સંરક્ષણની સંપૂર્ણ જવાબદારી યુનાઇટેડ સ્ટેટ્સની છે.
  15. કેમેન આઇલેન્ડ: યુનાઇટેડ કિંગડમ (યુકે) તેના સંરક્ષણની સંપૂર્ણ જવાબદારી ધરાવે છે.
  16. મોન્ટસેરાટ: યુકે તેના સંરક્ષણની સંપૂર્ણ જવાબદારી ધરાવે છે.
  17. ફોકલેન્ડ આઇલેન્ડ: આની રક્ષાની જવાબદારી યુકેની છે.  
  18. સિન્ટ માર્ટન: આની રક્ષાની જવાબદારી નેધરલેન્ડની છે.
  19. અરુબા:  આની રક્ષાની જવાબદારી નેધરલેન્ડની છે.
  20. સમોઆ: આની રક્ષાની જવાબદારી ન્યુઝીલેન્ડની છે.
  21. નીયુ: આની રક્ષાની જવાબદારી ન્યુઝીલેન્ડની છે.
  22. આઇસલેન્ડ: આની રક્ષાની જવાબદારી નાટોની છે.  (ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સ, નોર્વે અને ડેનમાર્ક).
  23. સાન મેરિનો:  આની રક્ષાની જવાબદારી ઇટાલીની છે.
  24. એન્ડોરા: આની રક્ષાની જવાબદારી  ફ્રાન્સ અને સ્પેનની છે.  
  25. ન્યુ કેલેડોનિયા: આની રક્ષાની જવાબદારી  ફ્રાન્સની છે.  
  26. ફ્રેન્ચ પોલિનેશિયા: આની રક્ષાની જવાબદારી  ફ્રાન્સની છે.  
  27. મોનાકો: આની રક્ષાની જવાબદારી  ફ્રાન્સની છે.  
  28. ફેરો આઇલેન્ડ્સ: આની રક્ષાની જવાબદારી  ડેનમાર્કની છે.    
  29. ગ્રીનલેન્ડ: આની રક્ષાની જવાબદારી  ડેનમાર્કની છે.    
  30. હોંગકોંગ:  આની રક્ષાની જવાબદારી ચાઈનાની છે.    
  31. મકાઉ: આની રક્ષાની જવાબદારી ચાઈનાની છે.    
  32. કુક આઇલેન્ડ્સ: આની રક્ષાની જવાબદારી ઓસ્ટ્રેલિયાની છે.
  33. નાઉરુ: આની રક્ષાની જવાબદારી ઓસ્ટ્રેલિયાની છે.
  34. માર્શલ આઇલેન્ડ્સ: બંધારણ લશ્કર રાખવા પર પ્રતિબંધ મૂકે છે. આની રક્ષાની જવાબદારી યુનાઇટેડ સ્ટેટ્સની છે.
  35. કિરીબાતી: અહીં લશ્કર પણ પ્રતિબંધિત છે. આની રક્ષાની જવાબદારી ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની છે.
  36. લિક્ટેંસ્ટીન: 1868 માં લશ્કર નાબૂદ કરવામાં આવ્યું હતું. જ્યારે જરૂર પડે ત્યારે સ્વિટ્ઝર્લૅન્ડ અને ઑસ્ટ્રિયા દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે.

વધુ વાંચો : 20,000 સિક્કા મળ્યાં, રાતમાં માલામાલ, ઘરના આંગણામાંથી મળ્યો ખજાનો

  • ઈરાન-ઈઝરાયલ યુદ્ધ:  નિઃશસ્ત્ર દેશોને થશે અસર?
    ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના સીધા યુદ્ધ અને અમેરિકા ઇન્વોલમેન્ટ વૈશ્વિક સુરક્ષાનું સમીકરણ બદલી નાખ્યું છે. આ 36 દેશો અને પ્રદેશો વૈશ્વિક અર્થતંત્ર અને રાજદ્વારીથી અંનટચેડ નથી. જો અમેરિકા ઈરાન સાથે સીધા યુદ્ધમાં ઉતરે તો જે દેશોના સંરક્ષણની ખાતરી અમેરિકા આપે છે (જેમ કે માર્શલ ટાપુઓ અથવા પલાઉ) તેમની સુરક્ષા પર પ્રશ્ન ઉઠી શકે છે. આ સિવાય યુદ્ધને કારણે ફુગાવો અને ક્રૂડ ઓઈલની અછત આ દેશોના બજેટ પર દબાણ લાવી શકે છે. આજના વિશ્વમાં કોઈ પણ પ્રદેશ યુદ્ધની અસરોથી સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Iran War Not Own Army International Defense

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ