ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:23 PM, 13 December 2025
ADVERTISEMENT
સ્વીડનમાં જ્યારે એક માણસ પોતાના સમર હાઉસ પાસે જંતુઓની કીડા મકોડાની કરી રહ્યો હતો ત્યારે માટી ખોદતી વખતે તેની આંગળીઓ અચાનક એવી વસ્તુ સાથે અથડાઈ હતી અને જે બહાર આવ્યું તેનાથી આખું સ્ટોકહોમ હચમચી ગયુ હતું. ત્યાં 20,000 થી વધુ ચાંદીના સિક્કાઓનો મોટો ખજાનો મળી આવ્યો હતો જેને જોઈને આર્કિયોલિઝિસ્ટ પણ ચોંકી ગયા હતા.
ADVERTISEMENT
સ્ટોકહોમ કાઉન્ટી એડમિનિસ્ટ્રેટિવ બોર્ડના આર્કિયોલિઝિસ્ટ સોફિયા એન્ડરસન તેને "શરૂઆતના મધ્ય યુગના સ્વીડનના સૌથી મોટા ચાંદીના ભંડારોમાંથી એક" તરીકે ગણાવે છે. તેમના મતે આ સિક્કા 12મી સદીના હોઈ શકે છે. હજુ સુધી ચોક્કસ ગણતરી થઈ નથી, પરંતુ અંદાજ 20,000 થી વધુનો છે. જેનો કુલ વજન આશરે 6 કિલો છે. આર્કિયોલિઝિસ્ટ સોફિયાના મતે આવો ખજાનો શોધવો એ એક ઐતિહાસિક ઘટના છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
તપાસમાં સામે આવ્યું કે, ખજાનામાં અનેક બિશપ સિક્કા પણ હતા, જે પાવરફુલ ધાર્મિક બિશપ દ્વારા બનાવવામાં આવેલા સિક્કા હતા. આ સિક્કાઓ પરના ચિત્રોમાં એક બિશપ તેના હાથમાં ક્રોઝિયર અને તેના પર કોતરેલા ધાર્મિક પ્રતીકો બતાવવામાં આવ્યા છે. આ અંગે સ્ટોકહોમના Medieval Museum ના ડિરેક્ટરે જણાવ્યું હતું કે, "આ શોધ સંપૂર્ણ રીતે યુનિક છે સ્ટોકહોમમાં પહેલાં ક્યારેય આવો કોઈ મધ્યયુગીન ખજાનો મળ્યો નથી."
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ