બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / વિશ્વ / VIDEO : દરિયાના પેટાળમાંથી સોના-ચાંદીના સિક્કા ભરેલું આખું જહાજ મળ્યું, આંખો ફાટી જાય તેટલો ખજાનો
Last Updated: 08:18 AM, 6 October 2025
ધરતીના પેટાળ બાદ હવે દરિયાના પેટાળમાંથી મોટો ખજાનો હાથ લાગ્યો છે. અમેરિકાના ફ્લોરિડામાં ડૂબકીમારોએ 200 વર્ષ પહેલાં ડૂબેલા જહાજમાંથી એક મોટો ખજાનો શોધી કાઢ્યો છે. ડૂબકીમારોએ 18મી સદીના સ્પેનિશ જહાજના કાટમાળમાંથી ₹88.7 મિલિયનના સોનાના સિક્કા શોધી કાઢ્યા છે.
ADVERTISEMENT
Hidden beneath the turquoise waters off a stretch of Florida known as the “Treasure Coast,” a team of divers from a shipwreck salvage company has uncovered exactly that — a load of long-lost Spanish treasure estimated to be worth $1 million. https://t.co/8B7N9y92Xr pic.twitter.com/ACXRwM0qkb
— ABC News (@ABC) October 3, 2025
ખૂબ ઉત્તેજના ફેલાઈ
ADVERTISEMENT
આ અઠવાડિયે જાહેર કરાયેલી આ રોમાંચક શોધથી ઇતિહાસકારો, ખજાના શોધકો અને દરિયાઈ સંશોધકોમાં વ્યાપક ઉત્તેજના ફેલાઈ છે. એક ડૂબકીમારે આ ઘટનાનો એક વીડિયો શેર કર્યો છે.
1715માં ડૂબ્યું હતું આ જહાજ
ADVERTISEMENT
આ કિંમતી ખજાનો 1715ના ટ્રેઝર ફ્લીટનો છે, જે સ્પેનિશ ગેલિયનનો કાફલો છે જે 31 જુલાઈ, 1715ના રોજ અમેરિકાથી કિંમતી સંપત્તિ લઈને સ્પેન પરત ફરતી વખતે એક ભયંકર તોફાનમાં ડૂબી ગયું હતું.
વધુ વાંચો : DA વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખુશખબર, હવે મળશે આ 3 મોટા ફાયદા
ADVERTISEMENT
ડૂબેલા જહાજમાંથી બીજુ શું શું મળ્યું?
ડૂબકીમારોએ જહાજમાંથી સોનાના સિક્કાની ઉપરાંત 1,000 થી વધુ ચાંદીના સિક્કા અને ઘણા દુર્લભ સોનાના સિક્કા મળી આવ્યા હતા. મજાની વાત એ છે કે જુના સિક્કા પર ટંકશાળના નિશાન અને તારીખો એવીને એવી જોઈ શકાતી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.