ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / ચોર ATM લૂંટવા આવ્યાં અને તરત લાગી ભયાનક આગ, પૈસા નહીં 'જીવ' લઈને ભાગ્યાં, સુરતમાં હેરાનીભર્યો બનાવ
Last Updated: 09:40 AM, 13 October 2026
ADVERTISEMENT
સુરતના કામરેજમાં SBI બેંકના ATMમાં તસ્કરો ચોરી કરવા આવ્યા તે દરમિયાન આગ લાગી હતી અને આગ લાગતાં ચોરો ભાગી નીકળ્યા હતા. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ઘટનાને પગલે પોલીસ અને કામરેજ ફાયર ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગને બુઝાવી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
કેટલી રોકડને નુકશાન થયું?
આગમાં એટીએમમાં રહેલી રોકડ બળી હોવાની શક્યતા છે. બેન્ક મેનેજરે એવું કહ્યુ કે ATM ચેક કર્યા બાદ જ ખબર પડશે કે કેટલી રોકડને નુકશાન થયું છે.
ADVERTISEMENT
રાજસ્થાનમાં બેંક મેનેજરે ચોરોને અંદર જ પૂરી દીધા
રાજસ્થાનમાં એટીએમ તોડવાના ઈરાદે બે ચોરો અંદર ઘૂસ્યા હતા. આ દરમિયાન મહિલા બ્રાન્ચ મેનેજરે ભારે સતર્કતા અને બહાદુરી દાખવીને બહારથી શટર બંધ કરી દીધું હતું. ચોરો અંદર જ ફસાઈ જતાં તેમને ભાગવાનો કોઈ મોકો ન મળ્યો અને આખરે પોલીસ બોલાવીને તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ફેસબુક પર ખૂબ વાયરલ થયો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો : 34 વર્ષની વયે આ એક્ટરની દુનિયામાંથી અલવિદા, આઘાતમાં સરી પડ્યાં ચાહકો
એટીએમ તોડતા જ સાઇરન વાગતા ચોર ભાગ્યાં
ADVERTISEMENT
બીજી એક ઘટનામાં, રાત્રે 2 વાગ્યે ચોરો એટીએમ તોડવા માટે શટર પાડીને અંદર ઘૂસ્યા હતા. પરંતુ તેઓ જેવા મશીન સાથે છેડછાડ કરવા ગયા, કે તરત જ સિક્યોરિટી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ અને પોલીસને એલર્ટ મળી ગયું. પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી જતાં ચોરોએ બધું પડતું મૂકીને ત્યાંથી ભાગવું પડ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.