ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / ગુજરાત સરકાર દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓના DAમાં વધારો, જાણો કેટલા ટકા?

બ્રેકિંગ / ગુજરાત સરકાર દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓના DAમાં વધારો, જાણો કેટલા ટકા?

Published By: Ajitsinh Jadeja

Last Updated: 02:54 PM, 15 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat : રાજ્યના એસટી કર્મચારીઓની દિવાળી પહેલા જ મોટી ભેટ મળી છે. કર્મચારીઓના ડીએમાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

Gujarat : રાજ્યના એસટી કર્મચારીઓની દિવાળી પહેલા જ મોટી ભેટ મળી છે. કર્મચારીઓના ડીએમાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેમને એરિયર્સની ચુકવણી પણ કરવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાત ST નિગમના કર્મચારીઓને આર્થિક રાહત મળશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (જીએસઆરટીસી)ના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ વધારા બાદ કર્મચારીઓને હવે 60 ટકાના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે.

રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાત એસટી નિગમના કર્મચારીઓને આર્થિક રાહત મળશે. આ ઉપરાંત વધારાના મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરાશે. આ પહેલાં જૂન 2026માં મોંઘવારી ભથ્થું 3 ટકા વધારીને 55માંથી 58 ટકા કરવામાં આવ્યું હતું. એરિયર્સની ચુકવણીથી કર્મચારીઓને વધારાનો નાણાકીય લાભ પણ મળશે.

VTV Digital 1

નોધનીય છે કે, મોંઘવારી ભથ્થું હંમેશા કર્મચારીના મૂળ પગાર પર જ ગણાય છે. તેમાં ઘરભથ્થું કે અન્ય કોઈ ભથ્થા ઉમેરવામાં આવતા નથી. એસ.ટી.માં શરૂઆતમાં ફિક્સ પગાર પર જોડાતા કર્મચારીઓને આ મોંઘવારી ભથ્થાનો લાભ મળતો નથી. આ લાભ માત્ર નિયમિત સ્કેલ મેળવતા કર્મચારીઓને જ મળે છે.

સંકળાયેલા મુદ્દાઓ

DA Hike Harsh Sanghavi GSRTC

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ