ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / બૉલીવુડ અભિનેતા અજય દેવગણના બંગલે ગેરકાયદે બાંધકામ પર BMCની કાર્યવાહી, તોડકામ શરૂ!
Last Updated: 02:00 PM, 17 October 2026
ADVERTISEMENT
Ajay Devgn: બોલીવુડ અભિનેતા અજય દેવગન કાનૂની મુશ્કેલીમાં ફસાયા છે. મુંબઈ મહાનગરપાલિકાએ જુહુમાં તેમના વૈભવી બંગલા સામે મોટી કાર્યવાહી કરી છે. ત્યાં ચાલી રહેલા ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે.
ADVERTISEMENT
બોલીવુડના સિંઘમ એટલે કે અજય દેવગન ફરી એકવાર મીડિયા હેડલાઇન્સમાં આવ્યા છે. આ વખતે કારણ કોઈ ફિલ્મ નહીં, પરંતુ તેમનો જુહુ બંગલો છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ અજય દેવગનના બંગલામાં થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામ સામે કડક કાર્યવાહી કરી છે, તોડી પાડવામાં આવી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશને બંગલાના કેટલાક ભાગો તોડી પાડ્યા છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ 354A હેઠળ નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં તેમને કામ બંધ કરવા અને જરૂરી દસ્તાવેજો પૂરા પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જોકે નોટિસ છતાં બાંધકામ ચાલુ રહ્યું, જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનને બાંધકામના કેટલાક ભાગો તોડી પાડવાની ફરજ પડી.
ADVERTISEMENT
શું છે આખો મામલો?
અજય દેવગનનો બંગલો જુહુની કપોલ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આવેલો છે. આશરે 7,802 ચોરસ ફૂટનો વિસ્તાર છે. આ બંગલાને અજય દેવગન પરિવારે ઓગસ્ટ 2026માં ફ્લોરિયન હ્યુરેલ સેલોન પ્રાઇવેટ લિમિટેડને 5 વર્ષ માટે 10.61 કરોડ રૂપિયાના ભાવે ભાડે આપેલો હતો. જેનું પ્રારંભિક ભાડું 16 લાખ રૂપિયા પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
સલૂન અને વાણિજ્યિક ઉપયોગ માટે બંગલાની અંદર અનધિકૃત બાંધકામ ચાલી રહ્યું હતું. બીએમસીના બિલ્ડિંગ પ્રપોઝલ્સ વિભાગ પાસેથી જરૂરી મંજૂરીઓ લેવામાં આવી ન હતી. તેમ છતાં આંતરિક દિવાલો, બારીઓ અને અન્ય આંતરિક ફેરફારોનું કામ ચાલુ રહ્યું. સલૂન અથવા અન્ય કોઈપણ અંદર ચાલી રહેલા કામ માટે કોઈ પરવાનગી આપવામાં આવી ન હતી. તેથી બે દિવસ પહેલા તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ મનોરંજન / અભિનેત્રી એક્ટિંગ છોડી યુટ્યુબર બની, હોમ ટૂર વ્લોગ જોઈ ફેન્સ થયા મંત્રમુગ્ધ
જોકે, સોસાયટીએ તર્ક કર્યો કે NOC એ બંગલાને લીવ અને લાયસન્સ ધોરણે ભાડે આપવાની મંજૂરી આપી હતી, પરંતુ રહેણાંકમાંથી વાણિજ્યિક ઉપયોગ અથવા માળખાકીય અને સર્વિસ-સંબંધિત ફેરફારોમાં સ્પષ્ટપણે મંજૂરી આપી ન હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ