ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / વાસ્તુ મુજબ ધન-સમૃદ્ધિ માટે ઘરમાં લગાવો આ 3 છોડ, જાણો તેનું મહત્ત્વ

photo-story

5 ફોટો ગેલેરી

Dussehra Vastu Tips / વાસ્તુ મુજબ ધન-સમૃદ્ધિ માટે ઘરમાં લગાવો આ 3 છોડ, જાણો તેનું મહત્ત્વ

Last Updated: 02:06 PM, 17 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Lucky Plants For Wealth: દશેરા પહેલાં ઘરમાં આ છોડ વાવવા શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, તે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જા લાવે છે. આવો, આ શુભ છોડ વિશે જાણીએ.

1/5

photoStories-logo

1. આ છોડ ઘરમાં રાખવા શુભ

દશેરા, અથવા વિજયાદશમી, અનિષ્ટ પર શિષ્ટની જીતનું પ્રતીક છે. આ દિવસે લોકો રાવણ પર ભગવાન રામની વિજયગાથાની ઉજવણી કરે છે, તેમજ દેવી દુર્ગા દ્વારા રાક્ષસ મહિષાસુરના વધને પણ યાદ કરે છે. ધાર્મિક વિધિઓ કરવાની સાથે સાથે, ઘરમાં અમુક પ્રકારના છોડ રોપવાને પણ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આ છોડ માત્ર ઘરની સુંદરતામાં જ વધારો નથી કરતા, પરંતુ સકારાત્મક વાતાવરણ સર્જવામાં પણ મદદરૂપ થાય છે. જો તમે પણ દશેરાના અવસરે ઘરમાં કંઈક નવું અને શુભ કરવા ઈચ્છતા હોય, તો તમે કેટલાક ખાસ છોડ રોપવાનું વિચારી શકો છો. એવું માનવામાં આવે છે કે આ છોડ ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ જાળવી રાખવામાં મદદ કરે છે. આવો, આવા પાંચ છોડ વિશે જાણીએ, જેમને ઘરમાં રાખવા શુભ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. શમીનો છોડ

દશેરાના દિવસે શમીના છોડની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ છોડનો સંબંધ ભગવાન રામ અને મહાભારતના પાંડવો બંને સાથે છે. વિજયાદશમીના દિવસે લોકો શમીના છોડનાં પાંદડાંની પૂજા કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આ છોડ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે. જો તમે ઘરમાં શમીનું વૃક્ષ લગાવવા માંગતા હોય, તો એવી જગ્યા પસંદ કરો જ્યાં પૂરતો સૂર્યપ્રકાશ આવતો હોય.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. તુલસીનો છોડ

હિન્દુ ધર્મમાં, તુલસીના છોડને અત્યંત પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. એવી માન્યતા છે કે નવરાત્રિ દરમિયાન ઘરમાં તુલસીનો છોડ રોપવો શુભ હોય છે. તેથી, નવરાત્રિ પૂર્ણ થાય તે પહેલાં તમે તુલસીનો છોડ રોપી શકો છો. માનવામાં આવે છે કે દરરોજ સવારે અને સાંજે તુલસીના છોડની પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. અપરાજિતાનો છોડ

વિજયાદશમીના દિવસે અપરાજિતાના છોડની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. તમે આ છોડને તમારા ઘરના બગીચામાં અથવા કુંડામાં સરળતાથી ઉગાડી શકો છો. તેને એવી જગ્યાએ રાખો જ્યાં પૂરતો સૂર્યપ્રકાશ મળતો હોય. આ છોડ પર સુંદર વાદળી ફૂલો આવે છે, જે જોવામાં ખૂબ જ આકર્ષક લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

3 lucky plants at home dussehra vastu tips before vijayadashami
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ