ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સિંહોની સુરક્ષા માટે AIનો સહારો: ગાંધીનગરમાં બનશે કમાન્ડ સેન્ટર, રેલવે ટ્રેકથી જંગલ સુધી વન્યજીવોની હિલચાલ પર રહેશે નજર

ગુજરાત / સિંહોની સુરક્ષા માટે AIનો સહારો: ગાંધીનગરમાં બનશે કમાન્ડ સેન્ટર, રેલવે ટ્રેકથી જંગલ સુધી વન્યજીવોની હિલચાલ પર રહેશે નજર

Published By: Nidhi Panchal

Last Updated: 02:02 PM, 14 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં સિંહ સહિતના વન્યજીવોની સુરક્ષા માટે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સર્વેલન્સ સિસ્ટમ ઊભી કરવામાં આવી રહી છે. ગાંધીનગરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી જંગલથી લઈને રેલવે ટ્રેક સુધી વન્યજીવોની હિલચાલ પર નજર રાખવામાં આવશે.

ADVERTISEMENT

ગુજરાતમાં હવે સિંહ સહિતના વન્યજીવોની સુરક્ષા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) આધારિત સર્વેલન્સ સિસ્ટમ ઊભી કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં બની રહેલું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (સીસીસી) રાજ્યના સંરક્ષિત વિસ્તારોમાં વન્યજીવોની હિલચાલ પર નજર રાખશે. વિવિધ ફીડ અને સીસીટીવી નેટવર્ક મારફતે મળતી માહિતીથી અકસ્માત કે અસામાન્ય હિલચાલની જાણકારી તાત્કાલિક મળી શકશે.

Ai-sinh-2

વન વિભાગ ડ્રોન તથા એઆઈ આધારિત કેમેરા નેટવર્કનો પણ ઉપયોગ કરશે. ખાસ કરીને ગીર અને આસપાસના વિસ્તારોમાં માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા માટે આ ટેક્નોલોજી મદદરૂપ બનશે. જંગલમાં કોઈ પ્રાણીની હિલચાલ, પ્રજાતિની સંખ્યામાં ફેરફાર કે અન્ય અસામાન્ય પ્રવૃત્તિ જણાય તો તેના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી શકાશે.

ટ્રેનની ટક્કરથી સિંહને બચાવશે એઆઈ

રેલવેના સર્વેલન્સ નેટવર્કને પણ સીસીસી સાથે જોડવામાં આવશે. રેલવેના ટ્રેક, પુલ અને અંડરપાસ પર સીસીટીવી, ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ અને ઓપ્ટિકલ ફાઇબર સેન્સિંગ જેવી ટેક્નોલોજીથી સિંહની હિલચાલ પર નજર રાખવામાં આવશે. ખાસ કરીને અમરેલીના લિલિયા-સાવરકુંડલા રેલવે વિભાગમાં ઓપ્ટિકલ ફાઇબર કેબલ બિછાવવામાં આવી હોવાનું જણાવાયું છે. વન વિભાગના જણાવ્યા મુજબ ૨૦૧૪થી ૨૦૨૪ દરમિયાન સૌરાષ્ટ્રમાંથી પસાર થતી ટ્રેનોની ટક્કરમાં ૧૯ સિંહનાં મોત થયા હતા. હવે નવી ટેક્નોલોજીથી આવી દુર્ઘટનાઓ અટકાવવાનો પ્રયાસ થશે.

એશિયાટિક સિંહનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન

ગુજરાત વિશ્વમાં એશિયાટિક સિંહનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. છેલ્લા બે દાયકાથી રાજ્યમાં સિંહની સંખ્યા સતત વધી રહી છે અને છેલ્લી વસતી ગણતરીમાં ૧૧ જિલ્લામાં કુલ ૮૯૧ સિંહ નોંધાયા હતા. ગીર નેશનલ પાર્ક અને એશિયાટિક સિંહના કોર તથા સંરક્ષિત વિસ્તારો ઉપરાંત લિટલ રણ ઓફ કચ્છ અને અન્ય વિસ્તારોમાં પણ સિંહોની હિલચાલ જોવા મળતી હોવાથી તેમની સતત દેખરેખ વધુ મહત્ત્વની બની છે.

ટ્રેનની ટક્કર જેવી ઘટનાઓ પર ઝડપી નજર રાખી

આ ટેક્નોલોજીથી સિંહ સાથે સંકળાયેલી માનવ-વન્યજીવ અથડામણ તથા ટ્રેનની ટક્કર જેવી ઘટનાઓ પર ઝડપી નજર રાખી શકાશે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને સીસીટીવી સહિતના વિવિધ સર્વેલન્સ નેટવર્કમાંથી મળતા લાઇવ ડેટાથી સિંહોની હિલચાલ અને સંભવિત જોખમોની માહિતી ઝડપથી મળી શકશે. ખાસ કરીને રેલવે ટ્રેક નજીક સિંહોની હિલચાલને ઓળખવામાં ઓપ્ટિકલ ફાઇબર સેન્સિંગ અને અન્ય ટેક્નોલોજી મદદરૂપ બનશે.

આ પણ વાંચો : અમદાવાદ સહિત ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, જળબંબાકારથી જનજીવન અસ્તવ્યસ્ત, જુઓ Videos

GIBની બચ્ચી માટે 100 હેક્ટરનું સુરક્ષિત ઘર

ગુજરાતમાં ગંભીર રીતે સંકટગ્રસ્ત *ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ (GIB)*ના સંરક્ષણ માટે પણ ખાસ પગલાં લેવાઈ રહ્યાં છે. કચ્છના નળિયામાં જન્મેલી GIBની બચ્ચીને શિકારી પક્ષીઓથી બચાવવા આશરે 100 હેક્ટર વિસ્તારમાં સુરક્ષિત એન્ક્લોઝર તૈયાર કરવામાં આવ્યું છે. બચ્ચી મોટી થાય ત્યાં સુધી તેની ખાસ દેખરેખ અને સંભાળ રાખવામાં આવશે. ગુજરાતમાં સિંહ, સ્લોથ બેર, કાળિયાર અને જંગલી ગધેડા સહિતના વન્યજીવો માટે એઆઈ આધારિત આ સમગ્ર નેટવર્ક વન્યજીવ સંરક્ષણને વધુ ઝડપી અને ટેક્નોલોજી આધારિત બનાવશે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AI Wildlife Surveillance Asiatic Lion Protection Gujarat Forest Department

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ