ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બોટાદમાં વરસાદ પછી રોડ બિસ્માર, ગઢડાથી નિગાળા જતા રોડમાં પડ્યા મસમોટા ખાડા

દુર્દશા / બોટાદમાં વરસાદ પછી રોડ બિસ્માર, ગઢડાથી નિગાળા જતા રોડમાં પડ્યા મસમોટા ખાડા

Published By: Hiralal Parmar
Reported By: Raju Baraiya

Last Updated: 06:40 PM, 16 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદમાં વરસાદ પછી રોડ પર મસમોટા ખાડા પડ્યાં છે. ગઢડાથી નિગાળા જતા રોડ પર ઘણા મોટા મોટા ખાડા જોવા મળતાં હતા.

ADVERTISEMENT

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે માર્ગોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. ખાસ કરીને ગઢડાથી નિગાળા તરફ જતા મુખ્ય રોડ પર મસમોટા ખાડાઓ પડી જતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

બોટાદ શહેર અને જિલ્લામાં મોડિ રાતથી વરસાદી માહોલ

બોટાદ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છવાયો છે. મોડીરાતથી બોટાદ શહેર સહિત જિલ્લાના ગઢડા, રાણપુર અને બરવાળા તાલુકામાં વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઢડા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો હતો. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ બન્યો છે. ખાસ કરીને કપાસ, મગફળી, જુવાર, તલ અને એરંડા સહિતના પાકને વરસાદથી જીવનદાન મળવાની આશા ખેડૂતોમાં જાગી છે. ખેતીના પાકને પાણીની તાતી જરૂરિયાત હતી ત્યારે વરસાદ વરસતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. વરસાદનું પ્રમાણ વધે તો જિલ્લામાં ખેતીના પાકને વધુ ફાયદો થવાની શક્યતા છે

ભાવનગરમાં ભારે વરસાદ

લાંબા વિરામ બાદ ભાવનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેરમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કણબીવાડ, શિવાજી સર્કલ, નિલમબાગ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો, જ્યારે આતાભાઈ ચોક અને વાઘાવાડી રોડ પર પણ ભારે વરસાદ નોંધાયો હતો. લાંબા સમય બાદ વરસાદ વરસતા કાળઝાળ ગરમી અને ઉકળાટથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી છે. ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદ ખેતી માટે લાભદાયી સાબિત થવાની આશાએ ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Botad Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ