ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:32 AM, 17 September 2026
ADVERTISEMENT
નરેન્દ્ર મોદીના લાંબા જાહેર જીવનમાં ભાષણ ઉપરાંત લોકો સુધી વાત પહોંચાડવાની તેમની અલગ-અલગ રીત જોવા મળે છે. Gen-Z માટે સોશિયલ મીડિયા અને ડિજિટલ ક્રિએટર્સથી લઈને વિદ્યાર્થીઓ માટે ‘પરીક્ષા પે ચર્ચા’ સુધી અલગ પ્લેટફોર્મનો ઉપયોગ થયો છે. મહિલાઓ સાથે ‘લખપતિ દીદી’ અને ‘નમો ડ્રોન દીદી’ જેવા મુદ્દાઓ દ્વારા વાત કરવામાં આવી છે. જ્યારે ‘મન કી બાત’ જેવા રેડિયો કાર્યક્રમ મારફતે ગામડાં, પરિવારો અને વડીલો સુધી સંવાદ પહોંચાડવાનો પ્રયાસ થયો છે.
ADVERTISEMENT
આજની યુવા પેઢી માટે સંવાદનું મોટું માધ્યમ સોશિયલ મીડિયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોશિયલ મીડિયા પરની હાજરી પણ આ જ બદલાતા સંવાદ માધ્યમનો એક ભાગ છે. જુલાઈ 2026માં તેમની એક Instagram રીલને 24 કલાકમાં 30.3 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા હતા. આ રીલને તે સમયે Instagram પર 24 કલાકમાં સૌથી વધુ જોવાયેલી રીલ તરીકે અહેવાલોમાં રજૂ કરવામાં આવી હતી.2024માં શરૂ થયેલા National Creators Awards દ્વારા ડિજિટલ ક્રિએટર્સને પણ એક અલગ મંચ મળ્યો. તેમાં ગેમિંગ, શિક્ષણ, સોશિયલ ચેન્જ, કન્ટેન્ટ ક્રિએશન સહિતના ક્ષેત્રોમાં કામ કરતા ક્રિએટર્સને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
વિદ્યાર્થીઓ સાથે સંવાદ માટે ‘પરીક્ષા પે ચર્ચા’ એક અલગ પ્રકારનું પ્લેટફોર્મ બની ગયું છે. અહીં પરીક્ષાના માર્ક્સ ઉપરાંત પરીક્ષાનો તણાવ, આત્મવિશ્વાસ, સમયનું આયોજન, અભ્યાસની રીત અને જીવનમાં અન્ય પ્રવૃત્તિઓ માટે સંતુલન જેવા મુદ્દાઓ પર વાત કરવામાં આવે છે.2026ની ‘પરીક્ષા પે ચર્ચા’ માટે કુલ 4,50,13,379 રજિસ્ટ્રેશન થયા હતા. તેમાં 4.19 કરોડથી વધુ વિદ્યાર્થીઓ, 24.84 લાખ શિક્ષકો અને 6.15 લાખથી વધુ વાલીઓ જોડાયા હતા.કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સીધા પ્રશ્નો પૂછવાની તક મળે છે. આ કારણે અહીં સંવાદનો વિષય રાજકારણ કરતાં વિદ્યાર્થીઓની રોજિંદી દુનિયા અને પરીક્ષાને લગતી ચિંતાઓ પર કેન્દ્રિત રહે છે.

ADVERTISEMENT
મહિલાઓ સાથેના સંવાદમાં પણ અલગ પ્રકારની ભાષા જોવા મળે છે. સ્વચ્છતા, શૌચાલય, ગેસ કનેક્શન અને મહિલાઓની આર્થિક ભાગીદારી જેવા મુદ્દાઓને ભાષણોમાં સ્થાન મળ્યું છે. સરકારના ‘લખપતિ દીદી’ અને ‘નમો ડ્રોન દીદી’ જેવા કાર્યક્રમો પણ મહિલાઓની આવક, સ્વસહાય જૂથો અને ટેક્નોલોજી સાથે જોડાયેલા છે.‘નમો ડ્રોન દીદી’ હેઠળ ગ્રામ્ય મહિલાઓને કૃષિમાં ડ્રોનના ઉપયોગ માટે તાલીમ આપવાની વાત કરવામાં આવી છે. 2024માં 1,000 ડ્રોન મહિલાઓના સ્વસહાય જૂથોને સોંપવામાં આવ્યા હતા. ‘લખપતિ દીદી’ પહેલનો હેતુ પણ ગ્રામ્ય મહિલાઓની આર્થિક સ્થિતિ મજબૂત કરવા સાથે જોડાયેલો છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ "મિત્રોના કારણે રાજકારણમાં આવ્યો" આ એક ઘટનાએ PM મોદીના જીવનને આપ્યો નવો વળાંક
ADVERTISEMENT
ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા મહત્વનું બન્યું છે ત્યારે રેડિયો જેવા પરંપરાગત માધ્યમનો ઉપયોગ પણ ચાલુ રહ્યો છે. ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશના અલગ-અલગ વિસ્તારોના લોકો, તેમના અનુભવો, સ્થાનિક પહેલ અને સફળતાની વાતો કરવામાં આવે છે.PM India પર પ્રકાશિત કાર્યક્રમના વર્ણન મુજબ ‘મન કી બાત’ માટે લોકો પોતાના સૂચનો અને અનુભવો પણ મોકલે છે. આ કાર્યક્રમમાં બાળકો, યુવાનો અને વડીલોની વાતોનો પણ ઉલ્લેખ થતો રહ્યો છે.આ રીતે રેડિયો દ્વારા એવા લોકો સુધી પણ સંવાદ પહોંચે છે જેઓનો સોશિયલ મીડિયા સાથેનો સીધો સંપર્ક ઓછો હોઈ શકે છે. સ્થાનિક તહેવાર, પરંપરા, ભાષા અને વિવિધ વિસ્તારોના લોકોનો ઉલ્લેખ પણ તેમના સંવાદનો એક ભાગ રહ્યો છે.
મોદીના જાહેર સંવાદને જોવામાં આવે તો એક જ માધ્યમ પર આધાર રાખવાને બદલે અલગ-અલગ જૂથ માટે અલગ પ્લેટફોર્મનો ઉપયોગ જોવા મળે છે. યુવાનો માટે Instagram અને ડિજિટલ ક્રિએટર્સ, વિદ્યાર્થીઓ માટે ‘પરીક્ષા પે ચર્ચા’, મહિલાઓ માટે ‘લખપતિ દીદી’ અને ‘ડ્રોન દીદી’ જેવા મુદ્દા અને પરિવારો તથા વડીલો માટે ‘મન કી બાત’ તેનું ઉદાહરણ છે.2024માં તેમણે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ પણ આ પ્રકારના સંવાદના વિવિધ માધ્યમો ચાલુ રહ્યા છે. તેમની સંવાદ શૈલીને લઈને સમર્થકો તેને લોકો સાથેનો વ્યક્તિગત સંપર્ક માને છે, જ્યારે રાજકીય વિશ્લેષણમાં ભાષણની શૈલી અને માધ્યમોની પસંદગીને તેમની જાહેર સંદેશાવ્યવહારની વ્યૂહરચનાના ભાગ તરીકે પણ જોવામાં આવે છે. એટલે ‘મોદીનું કમ્યુનિકેશન કનેક્શન’ સમજવા માટે માત્ર ભાષણ નહીં પરંતુ તેઓ કયા વર્ગ સાથે, કયા મુદ્દા પર અને કયા માધ્યમથી વાત કરે છે તે જોવું વધુ ઉપયોગી બને છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
PM Modi જન્મદિવસ વિશેષ / "મિત્રોના કારણે રાજકારણમાં આવ્યો" આ એક ઘટનાએ PM મોદીના જીવનને આપ્યો નવો વળાંક