ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમરેલીમાં વીજ કરંટને કારણે બે સગા ભાઈ-બહેનના મોત, ઝટકા મશીનનો વાયર વીજ લાઈનને અડી ગયો

દુર્ઘટના / અમરેલીમાં વીજ કરંટને કારણે બે સગા ભાઈ-બહેનના મોત, ઝટકા મશીનનો વાયર વીજ લાઈનને અડી ગયો

Published By: Hiralal Parmar
Reported By: Dilip Jiruka

Last Updated: 09:45 PM, 16 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીમાં વીજ કરંટને કારણે બે સગા ભાઈ-બહેનના મોત થયા હતા. ઝટકા મશીનનો વાયર વીજ લાઈનને અડી ગયો જતાં તેની ચપેટમાં આવતાં આ દુર્ઘટના બની હતી.

ADVERTISEMENT

અમરેલીના લાઠી તાલુકાના આંબરડી ગામમાં વીજ કરંટ લાગવાથી બે સગા ભાઈ-બહેનના મોત થયા છે. અશોક મનુ પાવરાની વાડીમાં આ ઘટના બની હતી. મૃતકો દાહોદ જિલ્લાના ખેતમજૂર પરિવારના હતા જેઓ વાડીમાં રહીને કામ કરતા હતા.

કેવી રીતે લાગ્યો કરન્ટ?

વાડી વિસ્તારમાં ઝટકા લાઈન બંધ હતી, પરંતુ તેની બાજુમાં ચાલુ વીજ લાઈનનો વાયર અડી ગયો હતો. આ દરમિયાન બંને ભાઈ-બહેન ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને વીજ કરંટ લાગ્યો હતો. જેથી ઘટનાસ્થળે જ બંનેના મોત થયા હતા.

વધુ વાંચો : VIDEO : કાર સવારે પીછો કરીને લેડી બાઈકરને મારી ટક્કર, રોડ પર ફરી ગઈ ફેરફૂદડી, જુઓ ખૌફનાક વીડિયો

અમરેલી PGVCL એન્જિનિયરે શું કહ્યું?

મૃતકોની ઓળખ 21 વર્ષીય રાજુ કચરા ભામોર અને 16 વર્ષીય લક્ષ્મીબેન કચરા ભામોર તરીકે થઈ છે. અમરેલી PGVCLના કાર્યપાલક એચ.જી. નાગરે જણાવ્યું કે, ઘટના બન્યા બાદ તેમની દામનગર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. તેમણે સ્પષ્ટતા કરી કે તે PGVCLની સર્વિસ લાઈન નહોતી, પરંતુ ખેડૂતની પોતાની મીટર માટેની લાઈન હતી. વધુમાં જણાવ્યું કે, ખેડૂતે વાયર લાંબો કરીને રાખ્યો હતો અને તે જમીન પર નીચે હતો. આ વાયરને અડકી જવાથી ભાઈ-બહેનને કરંટ લાગ્યો અને તેમના મોત થયા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

amreli news amreli

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ