ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 10:48 PM, 16 September 2026
1/6
ઘર બનાવતી વખતે દરેક રૂમની ગોઠવણી જરૂરિયાત પ્રમાણે થાય છે પરંતુ પૂજા ઘરની જગ્યા પસંદ કરતી વખતે લોકો વધુ ધ્યાન આપે છે. આ ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે જ્યાં પરિવારના સભ્યો રોજ પૂજા, પાઠ અને ધ્યાન કરે છે. વાસ્તુ શાસ્ત્રમાં પૂજા સ્થળની દિશા અને તેની આસપાસની જગ્યા અંગે અમુક મહત્વની માન્યતાઓ છે. ખાસ કરીને ઘણા લોકો જાણવા માંગે છે કે પૂજા ઘરની બરાબર ઉપર કે નીચે શું રાખવું જોઈએ અને શું ટાળવું જોઈએ.
2/6
ADVERTISEMENT
3/6
વાસ્તુ માન્યતા મુજબ પૂજા ઘરની બરાબર ઉપર બેડરૂમ બનાવવું સારું નથી માનવામાં આવતું. ખાસ કરીને જ્યારે બેડ, અલમારી કે ભારે ફર્નિચર પૂજા સ્થળની સીધી ઉપર હોય ત્યારે તે વધુ અયોગ્ય ગણાય છે. જો ઘરની મજબૂરીને કારણે આવું કરવું પડે તો વાસ્તુ એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે.
4/6
પૂજા ઘરની નીચે પણ અમુક જગ્યાઓથી બચવાની સલાહ આપવામાં આવે છે. બાથરૂમ કે ટોયલેટને પૂજા સ્થળની સીધી ઉપર કે નીચે બનાવવું ટાળવું જોઈએ. તેમજ પૂજા ઘરની નીચે ગંદકી, કચરો કે એવી જગ્યા ન હોવી જોઈએ જ્યાં સફાઈનું ધ્યાન ન રાખવામાં આવતું હોય. નવું ઘર બનાવતી વખતે ખ્યાલ રાખો કે પૂજા ઘરની સીધી લાઈનમાં ઉપર કે નીચે બાથરૂમ ન આવે.
ADVERTISEMENT
5/6
વાસ્તુ શાસ્ત્રમાં પૂજા ઘર માટે ઈશાન કોણને સૌથી શુભ માનવામાં આવે છે. તે સિવાય પૂર્વ અને ઉત્તર દિશા પણ પૂજા સ્થળ માટે સારી માનવામાં આવે છે. નવું ઘર બનાવતી વખતે પૂજા ઘરની જગ્યા પહેલેથી જ નક્કી કરી લેવી વધુ સારું છે. આથી ઉપર-નીચેના રૂમોની સ્થિતિ પણ તે અનુસાર રાખી શકાય છે. આ સાથે જ પૂજા સ્થળ એવી જગ્યાએ હોવું જોઈએ જ્યાં પરિવારના સભ્યો સરળતાથી પૂજા કરી શકે અને રોજ સફાઈ પણ રાખી શકે છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ