ન્યૂઝ અપડેટ્સ
11 ફોટો ગેલેરી
Last Updated: 11:07 PM, 16 September 2026
1/11
અંકજ્યોતિષમાં જન્મતારીખના આધારે મૂળાંક નક્કી કરવામાં આવે છે અને માન્યતા મુજબ દરેક મૂળાંકનો વ્યક્તિના જીવન પર અલગ પ્રભાવ જોવા મળે છે. 17 સપ્ટેમ્બર 2026નો દિવસ પણ અમુક લોકો માટે નવી તક અને સકારાત્મક બદલાવ લઈને આવી શકે છે જ્યારે અમુકે કામકાજ, સ્વાસ્થ્ય અને સંબંધોમાં થોડું વધારે ધ્યાન આપવું પડશે. બીજી તરફ સંબંધોમાં ખુલ્લી વાતચીત રાખવાથી નાની-મોટી ગેરસમજ દૂર થઈ શકે છે. ચાલો જાણીએ 1થી 9 સુધીના મૂળાંક વિષે.
2/11
આજે કોઈ નવું કામ શરૂ કરવાનો વિચાર હોય તો પરિણામ તરત સ્પષ્ટ ન પણ થાય. તેમ છતાં કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની નોંધ લેવાઈ શકે છે અને વરિષ્ઠો તમારા કામથી સંતુષ્ટ રહેવાની શક્યતા છે. પારિવારિક અને દાંપત્ય જીવનની વાત કરીએ તો વાતાવરણ પ્રેમાળ રહેશે. જીવનસાથી સાથે બહાર ફરવા જવાનો પ્લાન પણ બની શકે છે. તમારા માટે શુભ અંક 18 અને શુભ રંગ લેમન રહેશે.
ADVERTISEMENT
3/11
મહેનત કર્યા બાદ પણ આજે કામના પરિણામથી સંપૂર્ણ સંતોષ ન મળે તેવી સ્થિતિ બની શકે છે. નોકરી કરતા લોકો માટે દિવસ થોડો પડકારજનક રહી શકે છે. સ્વાસ્થ્ય બાબતે બેદરકારી ન રાખવી. નાની લાગતી સમસ્યાને અવગણવાથી મુશ્કેલી વધી શકે છે. પરિવારની વાત કરીએ તો પિતા અને પુત્ર વચ્ચે કોઈ મુદ્દે મતભેદ થવાની સંભાવના છે. તમારા માટે શુભ અંક 20 અને શુભ રંગ સફેદ રહેશે.
4/11
આજે હિંમતભેર લેવાયેલો કોઈ નિર્ણય આગળ વધવાનો માર્ગ ખોલી શકે છે. તમારી ક્ષમતા સાબિત કરવા માટે મહેનત ચાલુ રાખવી પડશે. આધ્યાત્મિક અથવા ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાવાની તક પણ મળી શકે છે. જોકે દરેક વ્યક્તિ પર તરત વિશ્વાસ કરવો યોગ્ય નહીં રહે. તેથી મહત્વના નિર્ણયો લેતા પહેલાં સારી રીતે વિચારવું. તમારા માટે શુભ અંક 17 અને શુભ રંગ નારંગી રહેશે.
ADVERTISEMENT
5/11
આજનો દિવસ મનને પ્રસન્નતા આપનારો રહી શકે છે. કોઈ ખાસ વ્યક્તિ કે પ્રિયજન સાથે મુલાકાત થવાની શક્યતા છે. સામાજિક પ્રસંગ, સમારંભ કે કોઈ શુભ કાર્યક્રમમાં હાજરી આપવાનો મોકો પણ મળી શકે છે. દિવસ દરમિયાન મોજમસ્તી અને મનગમતી વસ્તુઓનો આનંદ માણી શકશો. તમારા માટે શુભ અંક 19 અને શુભ રંગ ગોલ્ડન રહેશે.
6/11
આજે તમારા નજીકના લોકો અને શુભચિંતકો જરૂર પડે ત્યારે તમારું સાથ આપશે. જૂની આદતો છોડીને કંઈક નવું અજમાવવાનો પ્રયાસ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્યમાં થોડો ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે, તેથી પોતાની દિનચર્યા પર વિશેષ ધ્યાન રાખો. તમારા માટે શુભ અંક 11 અને શુભ રંગ ગુલાબી રહેશે.
ADVERTISEMENT
7/11
આજે નોકરી સંબંધિત કોઈ સારી તક સામે આવી શકે છે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને સકારાત્મક સમાચાર મળવાની સંભાવના છે. ઘર, વાહન કે બીજી મિલકત ખરીદવાના યોગ બની શકે છે. પિતાના સ્વાસ્થ્યમાં થોડી તકલીફ થઈ શકે છે તેથી તેમની તબિયતનું વિશેષ ધ્યાન રાખો. તમારા માટે શુભ અંક 20 અને શુભ રંગ ગોલ્ડન રહેશે.
8/11
ADVERTISEMENT
9/11
સરકારી નોકરી સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ કાર્યક્ષેત્રમાં પ્રગતિ લાવી શકે છે. ઓફિસમાં બોસ તમારા કામની પ્રશંસા કરી શકે છે. ન્યાયિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ અધૂરા કામો છોડીને આગળ વધવાનું ટાળવું જોઈએ. કલા અને સર્જનાત્મક ક્ષેત્રના લોકોને સફળતા મળવાના સંકેત છે. તમારા માટે શુભ અંક 16 અને શુભ રંગ જાંબલી રહેશે.
10/11
છેલ્લા અમુક સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓમાંથી હવે રાહત મળવાના સંકેત છે. આજનો દિવસ તમારા માટે મહત્વનો સાબિત થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં નાની-મોટી નોકઝોંક થઈ શકે છે પણ પ્રેમ અને સમજદારીથી પરિસ્થિતિ સંભાળી શકાય છે. બાળકો સાથે સમય પસાર કરવા માટે પણ દિવસ સારો રહેશે. તમારા માટે શુભ અંક 15 અને શુભ રંગ પીળો રહેશે.
ADVERTISEMENT
11/11
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ