ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / "અમારા ઘરમાં બારીઓ પણ નહોતી... અમે સામાન્ય જીવન જીવતા હતા કારણ કે.." PM મોદીએ જ્યારે કર્યો બાળપણ અંગે મોટો ખુલાસો
Last Updated: 08:00 AM, 17 September 2026
ADVERTISEMENT
PM Modi Birthday : આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે ત્યારે ગુજરાત અને દેશ સહિત દુનિયાભરમાંથી તેમણે શુભેચ્છાઓ મળી રહી છે. PM મોદીના જીવન વિશે એવી અનેક વાતો છે જે, તમે બધા જાણતા જ હશો. પણ શું તમે એક વાત જાણો છો કે, એક સમયે નરેન્દ્રભાઇ મોદીના ઘરમાં બારી પણ નહોતી ?
ADVERTISEMENT
PM મોદીએ વર્ષ 2025માં Lex Fridman સાથેના પોડકાસ્ટમાં પોતાના બાળપણ અને પરિવારની આર્થિક સ્થિતિ અંગે અનેક વાતો શેર કરી હતી. વડાપ્રધાને જણાવ્યું કે, તેઓ વડનગરમાં એક ખૂબ જ નાના ઘરમાં ઉછર્યા હતા, જ્યાં બારીઓ પણ નહોતી. બાળપણની આ મુશ્કેલ પરિસ્થિતિઓ છતાં તેમણે ક્યારેય ગરીબીને પોતાના પર બોજ તરીકે અનુભવી નહોતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લેક્સ ફ્રિડમેન સાથેના પોડકાસ્ટમાં પોતાના જીવનના અનેક અંગત પ્રસંગો શેર કર્યા હતા. રાજકારણ, આધ્યાત્મિકતા, ઉપવાસ અને ભારતના વિકાસ સહિતના મુદ્દાઓ વચ્ચે તેમણે પોતાના બાળપણ અને પરિવારની આર્થિક સ્થિતિને પણ યાદ કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લેક્સ ફ્રિડમેન સાથેના પોડકાસ્ટમાં પોતાના બાળપણને યાદ કરતાં ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લાના વડનગરમાં પરિવાર સાથે વિતાવેલા દિવસોની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમનું ઘર ખૂબ જ નાનું હતું અને તેમાં બારીઓ પણ નહોતી. પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય કરતાં પણ ખૂબ નબળી હતી અને તેમણે ગરીબીમાં બાળપણ પસાર કર્યું હતું. જોકે, મોદીએ કહ્યું કે, બાળપણમાં તેમને પોતાની સ્થિતિ ગરીબી જેવી લાગતી નહોતી. તેનું કારણ એ હતું કે, તેમની પાસે પોતાની પરિસ્થિતિની સરખામણી કરવા માટે કોઈ આધાર જ નહોતો. જે જીવન તેઓ જીવતા હતા, તેને જ તેઓ સામાન્ય જીવન માનતા હતા.

ADVERTISEMENT
PM મોદીએ પોતાના પિતાને પણ યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તેમના પિતા ખૂબ જ મહેનતુ અને શિસ્તબદ્ધ વ્યક્તિ હતા. સમયનું પાલન તેમના પિતાના જીવનનો મહત્વનો હિસ્સો હતું. પિતાની ચાની દુકાન સાથે જોડાયેલી અનેક યાદો પણ મોદીએ શેર કરી હતી. ત્યાં આવતા લોકો વચ્ચે થતી વાતચીતમાંથી તેમને ઘણું શીખવા મળ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમના મતે જીવનમાં શીખવા માટે માત્ર પુસ્તકો જ જરૂરી નથી, પરંતુ આસપાસના લોકો અને તેમના અનુભવો પણ જ્ઞાનનો મોટો સ્ત્રોત બની શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
પોતાની માતા હીરાબાને યાદ કરતાં મોદીએ તેમના પરિશ્રમ અને અન્ય લોકોની સેવા કરવાની ભાવનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેમની માતા પરિવારની જવાબદારીઓ નિભાવવાની સાથે આસપાસના લોકોને પણ મદદ કરતી હતી. બાળપણની આવી અનેક ઘટનાઓએ તેમના વ્યક્તિત્વમાં સેવા અને સહાનુભૂતિની ભાવના વિકસાવવામાં ભૂમિકા ભજવી હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમના જણાવ્યા પ્રમાણે, માતા પાસેથી તેમણે બીજાની કાળજી લેવાની ભાવના શીખી.
A wonderful conversation with @lexfridman, covering a wide range of subjects. Do watch! https://t.co/G9pKE2RJqh
— Narendra Modi (@narendramodi) March 16, 2025
આ પોડકાસ્ટમાં મોદીએ માત્ર પરિવારની વાત જ નહીં, પરંતુ વડનગર સાથે જોડાયેલા પોતાના બાળપણના અનુભવો પણ શેર કર્યા હતા. તેમણે વડનગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વડનગરમાં બૌદ્ધ, જૈન અને હિન્દુ પરંપરાઓનો લાંબો ઇતિહાસ જોવા મળે છે. પોતાના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન વડનગરમાં થયેલા પુરાતત્વીય ખોદકામનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. બાળપણમાં પુસ્તકો વાંચવાથી લઈને સ્વામી વિવેકાનંદ અને છત્રપતિ શિવાજી મહારાજ જેવા મહાનુભાવોથી પ્રેરણા લેવા સુધીની વાતો પણ તેમણે કરી હતી. આગળ જતાં આ જ શોધ તેમને હિમાલય અને આધ્યાત્મિક જીવન તરફ પણ લઈ ગઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.
PM મોદીએ યુવાનોને સંદેશ આપતા કહ્યું કે, મુશ્કેલીઓ જીવનનો ભાગ છે. તેમના મતે, મુશ્કેલ પરિસ્થિતિઓ વ્યક્તિને અટકાવવા માટે નહીં પરંતુ તેને વધુ મજબૂત બનાવવા માટે આવે છે. તેમણે શોર્ટકટથી બચવાની સલાહ આપતા મહેનત, ધીરજ અને સતત શીખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે જીવનમાં માત્ર કંઈક બનવા કરતાં કંઈક કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમના બાળપણની વાતોનો ઉલ્લેખ કરતાં તેમણે પોતાના જીવનમાં મળેલી પરિસ્થિતિઓને પાછળથી જોવાની પોતાની રીત પણ સમજાવી હતી. નાનકડા ઘરમાં, મર્યાદિત સાધનો વચ્ચે શરૂ થયેલું જીવન આગળ જતાં દેશના વડાપ્રધાનના પદ સુધી પહોંચ્યું-આ સફર અંગે તેમણે પોતાના અનુભવો પોડકાસ્ટમાં શેર કર્યા હતા. બારીઓ વિનાના નાનકડા ઘરમાંથી શરૂ થયેલું બાળપણ, પિતાની ચાની દુકાન અને માતા હીરાબાની મહેનત-PM મોદીએ પોતાના જીવનના આ અંગત પાસાઓ પહેલીવાર નહીં, પરંતુ વધુ વિગત સાથે પોડકાસ્ટમાં યાદ કર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો