ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / SD PAY APNA એપ કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ, 10 લાખ યૂઝર્સ જોડાયેલા હતા, 2 લાખ લોકોને છેતર્યાં

અમરેલી / SD PAY APNA એપ કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ, 10 લાખ યૂઝર્સ જોડાયેલા હતા, 2 લાખ લોકોને છેતર્યાં

Published By: Hiralal Parmar
Reported By: Dilip Jiruka

Last Updated: 03:43 PM, 17 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીના SD PAY-APNA PAY કૌભાંડમાં તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.

ADVERTISEMENT

અમરેલીના SD PAY-APNA PAY કૌભાંડમાં તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ તપાસમાં એપ સાથે 10 લાખથી વધુ યુઝર્સ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે... તો બીજી તરફ 17 જેટલા બેંક ખાતાઓમાં એક હજાર કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે... અત્યાર સુધી 9 આરોપીઓ ઝડપાયા છે, જ્યારે વધુ 11 શંકાસ્પદ આરોપીઓ પોલીસની રડાર પર છે. પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓએ કાવતરું રચી લોકોને ટૂંકા સમયમાં અસાધારણ નાણાકીય વળતર આપવાની લાલચ આપી હતી... SD PAY નામની ઓનલાઈન એપ્લિકેશનમાં એકાઉન્ટ ખોલાવી દર મહિને 9 ટકા રિટર્ન, કેશબેક અને અન્ય આકર્ષક લાભો આપવાની વાત કરવામાં આવતી હતી...શરૂઆતમાં કેટલાક રોકાણકારોને રિટર્ન અને કેશબેકની રકમ ચૂકવવામાં આવી... જેથી લોકોમાં વિશ્વાસ ઊભો થયો અને વધુ લોકોને રોકાણ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા... પરંતુ મોટી રકમ એકઠી થયા બાદ એપની વિવિધ સેવાઓ બંધ કરી દેવામાં આવી અને એપનું નામ SD PAYમાંથી બદલીને APNA PAY કરવામાં આવ્યું હોવાનો પોલીસ તપાસમાં ઉલ્લેખ છે.

SD PAY એપ સાથે 10 લાખથી વધુ યુઝર્સ જોડાયેલા હતા

તપાસમાં સામે આવેલી રેફરલ સિસ્ટમ પણ આ સમગ્ર કૌભાંડનો મોટો હિસ્સો હોવાનું સામે આવ્યું છે. પોલીસના અહેવાલ પ્રમાણે એક આરોપીના રેફરલથી પ્રથમ લેવલે જ 271 લોકોને રોકાણ કરાવવામાં આવ્યું હતું... ત્યારબાદ અલગ અલગ લેવલમાં રેફરલ કરાવી અંદાજે દોઢથી પોણા બે લાખ લોકોને SD PAYમાં રોકાણ કરાવવામાં આવ્યું હોવાનું તપાસમાં જણાયું છે... એટલું જ નહીં... પોલીસને એપ્લિકેશનના ડેવલપર અને અન્ય સ્ત્રોતોમાંથી તપાસ કરતાં SD PAY એપ સાથે 10 લાખથી વધુ યુઝર્સ જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે...એટલે કે આ કેસ માત્ર એક ફરિયાદી કે થોડા રોકાણકારો પૂરતો મર્યાદિત નથી... પોલીસના અહેવાલ પ્રમાણે સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં લોકો આ એપ્લિકેશન સાથે જોડાયેલા હોવાની શક્યતા સામે આવી છે... જેને પગલે સમગ્ર મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.

12 બેંક ખાતા સામે 83 સાયબર ફ્રોડની ફરિયાદ

તપાસ દરમિયાન આરોપીઓ અને તેમની સાથે સંકળાયેલી કંપનીઓના અલગ અલગ બેંક ખાતાઓ સામે આવ્યા છે. NCCRP પોર્ટલ પર તપાસ કરતાં 12 બેંક ખાતાઓ સામે કુલ 83 સાયબર ફ્રોડની ફરિયાદો મળી છે... જેમાં ફ્રોડની રકમ રુપિયા 23 કરોડ 8 લાખ 73 હજાર 567 દર્શાવવામાં આવી છે.

સાત કંપનીઓ સામે આવી

બીજી તરફ તપાસમાં સાત જેટલી કંપનીઓ સામે આવી છે. જેમાં SD HUB, SHIV DHARATI COMMUNICATION, SHIVDHARTI TECHNOLOGY, UPAY DIGI PAYMENT INDIA, UPAY DIGI INDIA, U PAYMENT INDIA અને HUSTLENEST PRIVATE LIMITEDનો સમાવેશ થાય છે. આ કંપનીઓના અલગ અલગ બેંકોમાં રહેલા આશરે 17 ખાતાઓમાં 1,060 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હોવાનું પોલીસના અહેવાલમાં જણાવાયું છે. આ તમામ ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને અન્ય બેંક ખાતાઓ અંગે પણ તપાસ ચાલી રહી છે.આ કેસમાં અત્યાર સુધી કુલ 9 આરોપીઓની ધરપકડ થઈ છે.

વધુ વાંચો : 'શેરબજારમાં સારુ વળતર મળશે' ફસાવીને મોરબીના યુવાન સાથે 86.25 લાખની ઠગાઈ, ચેતજો આવા કૌભાંડથી

ઓડિશામાંથી ધરપકડ કરાયેલા આરોપીઓને અમરેલી લવાયા

ઓડિશામાંથી ધવલ પટેલ અને હિરેન શાહની ધરપકડ કરી અમરેલી લાવવામાં આવ્યા છે અને બંને પોલીસ રિમાન્ડ પર છે... જ્યારે 16 સપ્ટેમ્બરે ભાવેશભાઈ ધનેચાની પણ ધરપકડ કરવામાં આવી છે...આ ઉપરાંત વધુ 11 શંકાસ્પદ આરોપીઓની ઓળખ થઈ છે... જેમાં નરેન્દ્રસિંહ સોલંકી, મુકેશ લોધી, સંતોષ પાઠક સહિતના નામો સામે આવ્યા છે... પોલીસ તેમની સામે પુરાવા એકત્ર કરી રહી છે અને બાકી આરોપીઓને શોધવાની કામગીરી પણ ચાલી રહી છે...આ સમગ્ર તપાસમાં અત્યાર સુધી 242 સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Latest Gujarat News, Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ