ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બનાસકાંઠામાં કોમેડી કિંગ ગુજ્જુ લવ ગુરુ મોત મામલે નવો વળાંક, પોલીસે કર્યો મોટો ઘટસ્ફોટ

ક્રાઈમ / બનાસકાંઠામાં કોમેડી કિંગ ગુજ્જુ લવ ગુરુ મોત મામલે નવો વળાંક, પોલીસે કર્યો મોટો ઘટસ્ફોટ

Published By: Hiralal Parmar

Last Updated: 07:49 PM, 19 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના લોકપ્રિય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને કોમેડી કિંગ 'ગુજ્જુ લવ ગુરુ' (ચંદન રાઠોડ) ના માર્ગ અકસ્માતમાં થયેલા કરૂણ મોત મામલે મોટો વળાંક આવ્યો છે.

ADVERTISEMENT

ગુજરાતના લોકપ્રિય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને કોમેડી કિંગ 'ગુજ્જુ લવ ગુરુ' (ચંદન રાઠોડ) ના માર્ગ અકસ્માતમાં થયેલા કરૂણ મોત મામલે મોટો વળાંક આવ્યો છે.ચંદન રાઠોડના પરિવારે અકસ્માત મામલે ભાભર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પરિવારની ફરીયાદને આધારે ભાભર પોલીસે GJ-08-CL-4210 નંબરના બાઇક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સામેવાળા બાઈકે ટક્કર મારી

આ અકસ્માત કોઈ સ્લિપ થવાના કારણે નહીં, પરંતુ બે બાઈક વચ્ચે સામસામે થયેલી ટક્કરના કારણે થયો હતો. આથી પોલીસે સામેની બાઈક (નંબર GJ 08 CL 4210) ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની થોડી મિનિટો પહેલાંના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ચંદન રાઠોડ એક પેટ્રોલ પંપ પર પોતાની બાઈકમાં પેટ્રોલ પુરાવતા નજરે પડે છે. તેઓ શૂટિંગ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બનાસકાંઠાના ભાભર-સુઈગામ હાઈવે પર હરિધામ ગૌશાળા નજીક આ કાળમુખો અકસ્માત નડ્યો હતો.

મોતના 3 કલાક પહેલા પોસ્ટ કરી

ઉલ્લેખનીય છે કે ચંદન રાઠોડે મોતના 3 કલાક પહેલાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂક્યો હતો જેમાં તેમણે જીવન અને વિધાતા પર એક રીલ પોસ્ટ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, "જેનો ભરોસો નથી ને એનું નામ છે જિંદગી અને જેનો 100 ટકા ભરોસો છે તેનું નામ છે મોત". આ પોસ્ટના થોડા જ કલાકો બાદ ચંદન રાઠોડની બાઈકનો અકસ્માત થયો હતો અને તેનું અવસાન થયું હતું.

આ પણ વાંચોઃ ઝેરી દવા પીને જૂનાગઢમાં વનરાજસિંહ અને રેખાબા ઝાલાએ કર્યો આપઘાત, જાણો કારણ

ભાભર PI એ શું કહ્યું?

વાવ-થરાદના 'ગુજ્જુ લવ ગુરુ' નામે લોકપ્રિય સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ચંદન રાઠોડનું કરુણ નિધન થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. ભાભર પોલીસ સ્ટેશનના PI હરેશકુમાર એલ. જોશી એ VTV News Digital સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, ચંદન રાઠોડનું મોત માર્ગ અકસ્માતની ઘટનામાં થયું છે. પ્રાથમિક માહિતી મુજબ બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ‘ગુજ્જુ લવ ગુરુ’ ઉર્ફે ચંદન રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓના કારણે તેમનું નિધન થયું હોવાનું PIએ જણાવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujju Love Guru death Gujju Love Guru Gujju Love Guru, Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ