ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બોટાદાના બંધ જીમમાં સંચાલક અને મહિલા વાંધાજનક હાલતમાં મળ્યાં, લવ જેહાદની આશંકાને પગલે ચકચાર

હોબાળો / બોટાદાના બંધ જીમમાં સંચાલક અને મહિલા વાંધાજનક હાલતમાં મળ્યાં, લવ જેહાદની આશંકાને પગલે ચકચાર

Published By: Hiralal Parmar
Reported By: Ghansyam Patel

Last Updated: 10:21 PM, 19 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદના પાળીયાદ રોડ પર આવેલા આનંદધામ કોમ્પ્લેક્સ સ્થિત 'ધ ફિક્સ ફિટનેસ ઝોન' જીમમાં લવ જેહાદની આશંકાને પગલે ભારે ચકચાર મચી છે.

ADVERTISEMENT

બોટાદના પાળીયાદ રોડ પર આવેલા આનંદધામ કોમ્પ્લેક્સ સ્થિત 'ધ ફિક્સ ફિટનેસ ઝોન' જીમમાં વિધર્મી સંચાલક અને એક મહિલા વાંધાજનક હાલતમાં મળી આવતાં મામલો ગરમાયો હતો. જીમ સંચાલક વસીમ પર હિન્દુ મહિલાઓને વિવિધ સ્કીમોની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવવા અને રજાના દિવસે બંધ જીમમાં બોલાવી શોષણ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે.

વિહિપે જીમ સામે કર્યું પ્રદર્શન

ઘટનાની જાણ થતાં જ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના હોદ્દેદારો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને જીમ સામે વિરોધ પ્રદર્શન કરી આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. બોટાદ પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તપાસ દરમિયાન જીમના સીસીટીવી કેમેરા બંધ અને પડદા ઢાંકેલા માલૂમ પડ્યા હતા. પોલીસે સંચાલક અને મહિલાને પોલીસ સ્ટેશને લઈ જઈ તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો : વડોદરામાં બિઝનેસમેનની 15 વર્ષીય પુત્રીએ સ્કૂલેથી ઘરે આવી બિલ્ડીંગના પાંચમા માળેથી છલાંગ લગાવી

ઉગ્ર આંદોલનની VHPની ચેતવણી

VHP એ આરોપ લગાવ્યો છે કે બોટાદમાં વિધર્મીઓ દ્વારા ચલાવવામાં આવતા જીમમાં મહિલાઓને નિશાન બનાવવામાં આવી રહી છે. સંગઠને પોલીસ અને પ્રશાસનને અલ્ટીમેટમ આપતાં ચેતવણી આપી છે કે જો આગામી 10 દિવસમાં આરોપી સામે યોગ્ય કાનૂની કાર્યવાહી નહીં કરવામાં આવે તો હિંદુ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

botad botad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ