ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં સાંજે ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ, 25 સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી

photo-story

6 ફોટો ગેલેરી

હવામાન / અમદાવાદમાં સાંજે ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ, 25 સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી

Last Updated: 09:42 PM, 19 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવામાન વિભાગે 25 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરી છે.

1/6

photoStories-logo

1. અમદાવાદમાં શનિવારે મોડી સાંજે વરસાદ

અમદાવાદમાં શનિવારે મોડી સાંજે વરસાદ ખાબક્યો હતો જેમાં પકવાન, ઈસ્કોન, બોપલ, શીલજ, માનસી સર્કલ, શેલા, ઘુમા સહિતના અનેક વિસ્તારો સામેલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 25 સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 25 સપ્ટેમ્બર સુધી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તેવામાં અમદાવાદ શહેરના મકરબા, એસજી હાઇવે, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર બની

રાજ્યમાં વરસાદી માહોલ પાછળ હવામાનની સક્રિય સિસ્ટમો મહત્વની ભૂમિકા ભજવી રહી છે. હાલમાં સક્રિય અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હવે લો પ્રેશર સિસ્ટમમાં પરિવર્તિત થયું છે. આ ઉપરાંત મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એક્ટિવ હોવાથી રાજ્યમાં વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા છે. લો પ્રેશર સિસ્ટમ ઉપરાંત અન્ય એક મોન્સૂન ટ્રફ સિસ્ટમ પણ સક્રિય થઈ હોવાથી રાજ્યમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ તમામ હવામાની પરિસ્થિતિને કારણે આગામી દિવસોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. અમદાવાદમાં ધોધમાર વરસાદ

અમદાવાદ શહેરની વાત કરીએ તો આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પણ પડી શકે છે. જોકે, સમગ્ર શહેરમાં સતત ભારે વરસાદની શક્યતા નથી. સ્થાનિક હવામાન પરિસ્થિતિ પ્રમાણે કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધુ તો કેટલાક વિસ્તારોમાં ઓછું જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. અત્યાર સુધીમાં 616.8 મીમી વરસાદ

દરમિયાન રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ અત્યાર સુધીમાં 616.8 મીમી નોંધાયો છે. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 673.9 મીમી વરસાદ થવો જોઈએ, તેની સરખામણીમાં હાલ 8 ટકા વરસાદની ઘટ નોંધાઈ રહી છે. એટલે કે રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા વરસાદી ઝાપટાથી આ સ્થિતિમાં થોડો ફેરફાર થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફથી 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પવનની સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. ખાસ કરીને આગામી બે દિવસ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના હોવાથી લોકોને સાવચેતી રાખવાની જરૂર રહેશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદના સ્પેલ જોવા મળી શકે છે, જ્યારે અન્ય સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

gujarat rain 2026 gujarat rain gujarat rain news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ