ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / તમારા કામનું / મુસાફરીમાં ઉલટી કે ચક્કર આવે છે? ટ્રિપ પર નીકળતા પહેલા બેગમાં રાખી લો આ 4 વસ્તુઓ, સફર બનશે આરામદાયક

photo-story

7 ફોટો ગેલેરી

તમારા કામનું / મુસાફરીમાં ઉલટી કે ચક્કર આવે છે? ટ્રિપ પર નીકળતા પહેલા બેગમાં રાખી લો આ 4 વસ્તુઓ, સફર બનશે આરામદાયક

Last Updated: 05:54 PM, 19 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મુસાફરી કરતી વખતે ઘણા લોકોને ચક્કર આવવા, જી મચલાવો કે ઉલટી થવી જેવી 'મોશન સિકનેસ' ની સમસ્યાનો સામનો કરવો પડે છે.

1/7

photoStories-logo

1. મુસાફરીમાં ઉલટી કે ચક્કર આવે છે? ટ્રિપ પર નીકળતા પહેલા બેગમાં રાખી લો આ 4 વસ્તુઓ, સફર બનશે આરામદાયક

ઘૂમવા-ફરવાનો અને રોડ ટ્રિપનો શોખ દરેકને હોય છે, પરંતુ ઘણા લોકો માટે કાર કે બસની મુસાફરી એક આફત બની જતી હોય છે. વાહનમાં બેસતાની સાથે જ જી મચલાવો, ગભરામણ થવી કે ઉલટી થવી જેવી તકલીફો શરૂ થઈ જાય છે. તબીબી ભાષામાં આ સ્થિતિને 'મોશન સિકનેસ' (Motion Sickness) કહેવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. મોશન સિકનેસ પાછળનું વૈજ્ઞાનિક કારણ

મોશન સિકનેસ થવા પાછળ એક સરળ વિજ્ઞાન કામ કરે છે. જ્યારે આપણી આંખો મગજને સંકેત આપે છે કે આપણે એક જગ્યાએ સ્થિર બેઠા છીએ, પરંતુ કાનનો અંદરનો ભાગ ગાડીની ગતિ અને આંચકાઓને મહેસૂસ કરે છે, ત્યારે મગજને બે વિરોધાભાસી (મિક્સ) સિગ્નલ મળે છે. આ કારણે જ મગજ ચક્કર અને ઉલટી જેવી પ્રતિક્રિયા આપે છે. જો તમને પણ મુસાફરી દરમિયાન આવી સમસ્યા થતી હોય, તો આગામી ટ્રિપ પર નીકળતા પહેલા તમારી બેગમાં આ સરળ અને કુદરતી વસ્તુઓ ચોક્કસ રાખવી:

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. આદુની કેન્ડી અથવા જિન્જર ડ્રોપ્સ

આદુ કુદરતી રીતે જ પાચનતંત્રને શાંત કરવાનું કામ કરે છે. આદુમાં રહેલું 'જીંજેરોલ' (Gingerol) તત્વ પેટના સ્નાયુઓને આરામ આપે છે અને ઉબકા આવતા અટકાવે છે. મુસાફરી દરમિયાન ગભરામણ કે ઉલટી જેવું લાગે ત્યારે આદુની ગોળી કે કેન્ડી મોંમાં રાખીને ધીમે ધીમે ચૂસવી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. પીપરમીન્ટ એસેન્શિયલ ઓઈલ અને વરિયાળી-સાકર

ફુદીનાની તાજી સુગંધ મગજને શાંત કરે છે. મુસાફરી પર નીકળતી વખતે પીપરમીન્ટ ઓઈલની નાની બોટલ સાથે રાખવી. જ્યારે પણ ઉલટી જેવું મન થાય ત્યારે રૂમાલ પર તેના 2 થી 3 ટીપાં નાખીને સુગંધ લેવાથી તાજગી અનુભવાશે. આ સિવાય મોંમાં વરિયાળી-સાકર રાખવાથી પણ પેટની અસ્વસ્થતા દૂર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. લીંબુ અને સંચળ

જી મચલાવાની સમસ્યામાં લીંબુ અને સંચળ રામબાણ ઈલાજ સાબિત થાય છે. તમારી સાથે એક તાજું લીંબુ અને સંચળની પડીકી રાખો. સફર દરમિયાન અસ્વસ્થતા લાગે ત્યારે લીંબુને વચમાંથી કાપી તેના પર થોડું સંચળ ભભરાવીને ધીમે ધીમે ચાસવાથી તરત જ રાહત મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. મુસાફરી દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી અન્ય બાબતો

કારમાં હંમેશા આગળની સીટ પર અથવા બસમાં વચ્ચેની સીટ પર બેસવાનો આગ્રહ રાખવો. મુસાફરી દરમિયાન સતત મોબાઈલ સ્ક્રીન જોવા કે પુસ્તક વાંચવાને બદલે બારીમાંથી બહારના કુદરતી દ્રશ્યો જોવા. વાહનની બારી થોડી ખુલ્લી રાખવી જેથી શુદ્ધ હવા આવતી રહે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. ડિસ્ક્લેમર

આ લેખ સામાન્ય સ્વાસ્થ્ય વિશ્લેષણ અને સ્થાનિક ઘરગથ્થુ ઉપચારો પર આધારિત છે. જો મુસાફરી દરમિયાન તકલીફ વધારે રહેતી હોય તો તબીબી સલાહ લેવી હિતાવહ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

TravelTips HealthRemedies MotionSickness
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ