ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / કાર્તિક આર્યનથી લઇને પુષ્પા 2 ડાયરેક્ટર સુધી, 72માં નેશનલ ફિલ્મ એવોર્ડ નિમિત્તે કેવડિયા કલાકારોનો મેળાવડો

National Film Awards 2026 / કાર્તિક આર્યનથી લઇને પુષ્પા 2 ડાયરેક્ટર સુધી, 72માં નેશનલ ફિલ્મ એવોર્ડ નિમિત્તે કેવડિયા કલાકારોનો મેળાવડો

Published By: Vishal Khamar

Last Updated: 09:50 AM, 22 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એકતાનગરમાં આજે 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ યોજાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની ઉપસ્થિતિમાં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર સહિત 92 વિજેતાઓને સન્માનિત કરવામાં આવશે.

ADVERTISEMENT

કેવડિયા: ગુજરાત આજે ભારતીય ફિલ્મ જગતના પ્રતિષ્ઠિત નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહનું સાક્ષી બનશે. એકતાનગર (કેવડિયા) ખાતે આજે, 22 સપ્ટેમ્બરે સાંજે 4 વાગ્યાથી 72મા નેશનલ ફિલ્મ એવોર્ડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની ઉપસ્થિતિમાં યોજાનારા આ સમારોહમાં બોલિવૂડ, સાઉથ ઈન્ડસ્ટ્રી સહિત ફિલ્મ જગતના અનેક દિગ્ગજ કલાકારો અને દેશના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

પ્રથમ વખત દિલ્હીની બહાર નેશનલ ફિલ્મ એવોર્ડ

વર્ષ 1954થી શરૂ થયેલા નેશનલ ફિલ્મ એવોર્ડના 72 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત દિલ્હીની બહાર એવોર્ડ સમારોહ યોજાઈ રહ્યો છે. આ ઐતિહાસિક સમારોહની યજમાની ગુજરાત કરી રહ્યું છે. આ પ્રસંગને લઈને એકતાનગરમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે ગઈકાલે વડોદરા પહોંચ્યા હતા. વડોદરાથી તેઓ બાય રોડ એકતાનગર માટે રવાના થયા હતા.

કાર્તિક આર્યન સહિત અનેક કલાકારો કેવડિયા પહોંચ્યા

બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન પણ ગઈકાલે જ કેવડિયા પહોંચ્યા હતા. હોટલ ખાતે તેમનું ઢોલ-નગારાં અને ગરબા સાથે ભવ્ય ગુજરાતી પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

અભિનેતા રણદીપ હુડ્ડા પત્ની અને બાળકો સાથે, દક્ષિણ ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા મમૂટી, અભિનેતા ધનુષ તેમજ અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરી સહિતના કલાકારો પણ રાત્રે વડોદરા પહોંચ્યા હતા. આજે સમારોહને લઈને ફિલ્મ જગતના અન્ય કલાકારો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રીઓ સહિતના મહાનુભાવો એકતાનગર પહોંચશે.

‘આર્ટિકલ 370’ અને ‘શ્રીકાંત’ સહિતની ફિલ્મોને સન્માન

72મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં વિવિધ કેટેગરીમાં વિજેતાઓને સન્માનિત કરવામાં આવશે. ‘આર્ટિકલ 370’ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ આપવામાં આવશે, જ્યારે ‘શ્રીકાંત’ને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ તરીકે સન્માન મળશે. લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ યામી ગૌતમને મળશે. જ્યારે ‘ભ્રમયુગમ’ માટે મમૂટી અને ‘ચંદુ ચેમ્પિયન’ માટે કાર્તિક આર્યનને લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ એનાયત કરવામાં આવશે. ગુજરાત માટે પણ આ સમારોહ ખાસ છે, કારણ કે ગુજરાતી ફિલ્મ ‘મારણ’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ ફિલ્મ એવોર્ડ મળવાનો છે.

રાષ્ટ્રપતિ દીપ પ્રાગટ્ય સાથે કરશે સમારોહની શરૂઆત

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ‘બસ બે’ વિસ્તારમાં મહેમાનો માટે વિશેષ AC જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં અંદાજે 1,000 મહેમાનો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. મહેમાનો માટે ગુજરાતી વાનગીઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 4થી 5:15 વાગ્યા દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગાન સાથે મુખ્ય સમારોહનો પ્રારંભ થશે. ત્યારબાદ ફીચર ફિલ્મ, નોન-ફીચર ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેતા અને અભિનેત્રી સહિત વિવિધ કેટેગરીમાં વિજેતાઓને એવોર્ડ એનાયત કરવામાં આવશે.

ફિલ્મ ઉદ્યોગને રાષ્ટ્રપતિનું સંબોધન

સાંજે 5:15થી 6 વાગ્યા દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા મહાનુભાવોને સંબોધશે. એવોર્ડ વિજેતાઓ સાથે સત્તાવાર ગ્રુપ ફોટોગ્રાફી પણ કરવામાં આવશે. મુખ્ય સમારોહ પૂર્ણ થયા બાદ સાંજે 6:30 વાગ્યા પછી નર્મદા નદીના કિનારે મહેમાનો માટે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખાસ થીમ આધારિત લેઝર, લાઇટ અને સાઉન્ડ શો પણ યોજાશે.

‘મારણ’ માટે ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ

યશ સોની અને દીક્ષા જોશી અભિનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 30 મે, 2025ના રોજ રિલીઝ થઈ હતી. અભિષેક જૈનના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ સમાજમાં મહિલાઓના શોષણ અને તેની પાછળ રહેલી વ્યવસ્થાને કેન્દ્રમાં રાખે છે.

ફિલ્મ અગાઉ 15મા શિકાગો સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ (CSAFF)માં બેસ્ટ ફીચર ફિલ્મ (જ્યુરી)નો એવોર્ડ જીતી ચૂકી છે. ‘મારણ’ના માધ્યમથી દિગ્દર્શક અભિષેક જૈને લગભગ 10 વર્ષ બાદ ગુજરાતી સિનેમામાં કમબેક કર્યું હતું. આજે કેવડિયામાં યોજાનારા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં ‘મારણ’ને મળનાર સન્માન ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે પણ મહત્વપૂર્ણ પ્રસંગ બની રહેશે.

નેશનલ ફિલ્મ એવોર્ડનો ઇતિહાસ

  • નેશનલ એવોર્ડની શરૂઆત 1954માં થઈ.
  • શરૂઆતમાં તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સિનેમાને પ્રોત્સાહિત કરવાનો અને અલગ-અલગ ભાષાઓની શ્રેષ્ઠ ફિલ્મોને રાષ્ટ્રીય સ્તરે માન્યતા આપવાનો હતો.
  • તે સમયે તેને 'સ્ટેટ એવોર્ડ્સ ફોર ફિલ્મ્સ' (State Awards for Films) કહેવામાં આવતો હતો.
  • પ્રથમ વખત આ પુરસ્કાર તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ કારમાંથી મળી દારૂની બોટલ, એકનું મોત, હતી ઓવરસ્પીડ, અંબાજી પદયાત્રી અકસ્માતમાં અપડેટ

પ્રથમ નેશનલ ફિલ્મ એવોર્ડ (1954)

  • બેસ્ટ ફીચર ફિલ્મ (પ્રેસિડેન્ટ્સ ગોલ્ડ મેડલ): શ્યામચી આઈ (Shyamchi Aai) - મરાઠી ફિલ્મ
  • બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ: મહાત્મા ગાંધી
  • બેસ્ટ બાળકોની ફિલ્મ: જાગૃતિ
  • શરૂઆતમાં આ પુરસ્કાર ફક્ત શ્રેષ્ઠ ફીચર ફિલ્મ, શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી અને શ્રેષ્ઠ બાળકોની ફિલ્મ માટે આપવામાં આવતો હતો. જોકે, સમય જતાં તેમાં દેશભરની અલગ-અલગ ભાષાઓની ફિલ્મો માટે કેટેગરી ઉમેરવામાં આવી.
  • 1968માં તેનું નામ બદલીને "National Film Awards" કરવામાં આવ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

72nd National Film Awards National Film Awards 2026 Ekta Nagar

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ