ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કારમાંથી મળી દારૂની બોટલ, એકનું મોત, હતી ઓવરસ્પીડ, અંબાજી પદયાત્રી અકસ્માતમાં અપડેટ
Last Updated: 08:50 AM, 22 September 2026
ADVERTISEMENT
અંબાજી દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓના સંઘને એક પુરપાટ ઝડપે આવતી સ્કોર્પિયો ગાડીએ અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ છે. આ અકસ્માતમાં ૧૨ જેટલા પદયાત્રીઓ ગંભીર રીતે ઘવાયાયા છે, જેમને ત્વરિત સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરતા ચાલકને સ્થાનિકોએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો છે એક પદયાત્રીનું સારવાર દરમિયાન મોહનભાઈ સોમાભાઈ વાધેલા દેવી પૂજક મોત થતા ભારે રોષ સર્જાયો છે.
ADVERTISEMENT
૧૨ જેટલા નિર્દોષ પદયાત્રીઓ ગંભીર રીતે ઘવાયા
સાબરકાંઠા જિલ્લામાં પદયાત્રીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. દેવગઢ બારિયાથી અંબાજી મા અંબાના દર્શને જઈ રહેલાં પદયાત્રીઓ અકસ્માતનો ભોગ બન્યા છે. હિંમતનગરથી ખેરોજ સુધીનો માર્ગ પદયાત્રીઓ માટે વન-વે કરવામાં આવ્યો હોવા છતાં, એક બેફામ બનેલી સ્કોર્પિયો કાર ચાલકે સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવ્યા હતા. તંત્ર દ્વારા રોડ પર બેરિકેટિંગ કરવામાં આવ્યું હોવા છતાં, ચાલક જોખમી રીતે રોડ પર ગાડી લઈ ઘૂસી ગયો હતો. એટલું જ નહીં, ફરજ પર હાજર જી.આર.ડી જવાને જ્યારે તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે બેફામ ચાલકે જવાન પર જ ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ૧૨ જેટલા નિર્દોષ પદયાત્રીઓ ગંભીર રીતે ઘવાયા છે....
ADVERTISEMENT
ઘટનાસ્થળે હાજર લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો
અકસ્માત સર્જાયા બાદ ઘટના સ્થળે હાજર લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. સ્થાનિકોએ અકસ્માત સર્જનાર સ્કોર્પિયો ચાલકને સ્થળ પર જ ઝડપી પાડી બરાબરનો મેથીપાક ચાખડ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે સ્કોર્પિયો ચાલક હિંમતનગરના જ હિંમતપુર ગામનો વતની છે. ઘટનાની જાણ થતાં જ સાબરકાંઠાના સાંસદ ધારાસભ્યઅને જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલ કલેકટર સહિતના તંત્ર તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઘાયલોના હાલચાલ પૂછ્યા હતા અને તબીબોને યોગ્ય સારવાર આપવા નિર્દેશ કર્યા હતા.
ADVERTISEMENT
સ્કોર્પિયો કાર ચાલકની અટકાયત કરી
અકસ્માત બાદ હિંમતનગર ગ્રામ્ય પોલીસે તાત્કાલિક ધોરણે સ્કોર્પિયો કાર ચાલકની અટકાયત કરી લીધી છે. ચાલક નશાની હાલતમાં હતો કે કેમ તે દિશામાં પણ પોલીસે વૈજ્ઞાનિક તપાસ અને મેડિકલ ટેસ્ટ માટેનો ધમધમાટ શરૂ કર્યો છે. સ્થાનિકો સહિત પદયાત્રીઓએ ગાડીને રોશમાં આવી તોડફોડ કરી સળગાવી દીધી હતી સોશિયલ મીડિયામાં ગાડીમાંથી દારૂની બોટલ હોવાનું વીડિયોમાં સામે આવ્યું છે જેથી હાલમાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ
વન-વે માર્ગ અને બેરિકેટિંગ હોવા છતાં આવી લાપરવાહી કેમ? તે હવે એક મોટો સવાલ બની રહ્યો છે. હાલ તો પોલીસે અટકાયત કરી ગુનો નોંધવાની કવાયત હાથ ધરી છે, પરંતુ નિર્દોષ પદયાત્રીઓની સુરક્ષા સામે સર્જાયેલા આ સવાલે તંત્રની દોડધામ વધારી દીધી છે તેમજ મોડી રાત્રે હિંમતનગરના ધાણધા થી ખેરોજ સુધીની પોલીસે બંદોબસ્ત વધારી દીધો છે તેમજ કોઈપણ વાહનને પદયાત્રીઓની હાઇવે પર બંધ કર્યો છે માત્ર પદયાત્રી અને રથ સિવાય એન્ટ્રી બંધ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
National Film Awards 2026 / કાર્તિક આર્યનથી લઇને પુષ્પા 2 ડાયરેક્ટર સુધી, 72માં નેશનલ ફિલ્મ એવોર્ડ નિમિત્તે કેવડિયા કલાકારોનો મેળાવડો