ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દવાની એક્સપાયરી ડેટ જોઈ પરિવાર ચોંક્યો, દાહોદમાં મેડિકલ સ્ટોર સંચાલક સામે રોષ
Last Updated: 09:53 AM, 22 September 2026
ADVERTISEMENT
દાહોદ શહેરમાં મેડિકલ સ્ટોરમાંથી બે વર્ષના બાળક માટે ખરીદવામાં આવેલી દવા એક્સપાયરી ડેટની હોવાનું સામે આવતા ચકચાર મચી છે. બાળકને શરદી, ખાંસી અને ઊલટીની સારવાર માટે પરિવાર દ્વારા દવા ખરીદવામાં આવી હતી. જોકે, દવાની એક્સપાયરી ડેટ તપાસતા પરિવારના ધ્યાનમાં સમગ્ર બાબત આવી હતી.
ADVERTISEMENT
પરિવારના જણાવ્યા મુજબ, મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદ્યા બાદ તેના પેકેટ પર દર્શાવાયેલી એક્સપાયરી ડેટ જોતા દવા સમયમર્યાદા વટાવી ચૂકી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પરિવાર દ્વારા મેડિકલ સ્ટોર સંચાલકને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી.
પરિવારજનોએ આક્ષેપ કર્યા
ADVERTISEMENT
પરિવારનો આક્ષેપ છે કે, રજૂઆત દરમિયાન મેડિકલ સ્ટોર સંચાલક તરફથી સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નહોતો અને ઉડાઉ જવાબ આપવામાં આવતા મામલો વધુ ગરમાયો હતો. બે વર્ષના બાળકને આપવામાં આવેલી દવા એક્સપાયરી હોવાનું સામે આવતા પરિવાર અને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
પરિવાર દ્વારા કાર્યવાહીની માંગ કરાઈ
ADVERTISEMENT
આ ઘટનાને પગલે પરિવાર દ્વારા સમગ્ર મામલે દાહોદના મેડિકલ ઓફિસર તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં જાણ કરી તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 27 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ, ઠંડા પવન સાથે વરસાદની આગાહી
ADVERTISEMENT
હવે સંબંધિત તંત્ર દ્વારા આ દવા કયા મેડિકલ સ્ટોરમાંથી વેચાઈ, દવાની સમયમર્યાદા વટાવી ગઈ હોવા છતાં તે વેચાણ માટે કેવી રીતે ઉપલબ્ધ રહી અને નિયમોનું ઉલ્લંઘન થયું છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવે છે કે કેમ તે જોવાનું રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
National Film Awards 2026 / કાર્તિક આર્યનથી લઇને પુષ્પા 2 ડાયરેક્ટર સુધી, 72માં નેશનલ ફિલ્મ એવોર્ડ નિમિત્તે કેવડિયા કલાકારોનો મેળાવડો