ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં 27 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ, ઠંડા પવન સાથે વરસાદની આગાહી
6 ફોટો ગેલેરી
Last Updated: 06:49 AM, 22 September 2026
1/6
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરૂઆત વચ્ચે ફરી એકવાર વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. હવામાન વિભાગે 22 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં ઠંડા પવન સાથે વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે.
2/6
હવામાનમાં આવેલા ફેરફાર પાછળ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પરનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં સર્જાયેલું વેલમાર્ક લો-પ્રેશર એરિયા મહત્વની ભૂમિકા ભજવી શકે છે. હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને સાવચેતી રાખવા અને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
ADVERTISEMENT
3/6
4/6
દરમિયાન, બંગાળની ખાડીમાં બનેલું વેલમાર્ક લો-પ્રેશર એરિયા આગામી 24 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધીને 23 સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના કિનારે પહોંચવાની શક્યતા છે. આ સિસ્ટમની અસરને પગલે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી ગતિવિધિમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
5/6
6/6
તેમના જણાવ્યા પ્રમાણે, આગામી 5 ઓક્ટોબર સુધીમાં સમગ્ર ગુજરાતમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય થઈ શકે છે. જ્યારે અમદાવાદમાં 27 સપ્ટેમ્બર આસપાસ ચોમાસાની વિધિવત વિદાય થવાની શક્યતા છે. આ દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ અને પવનની સ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકો તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ