ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / કારના ટાયર પર લખેલા નંબર-અક્ષર માત્ર કોડ નથી, તેમાં છુપાયેલી હોય છે સ્પીડ રેટિંગ, જાણો દરેક કોડનો અર્થ

photo-story

6 ફોટો ગેલેરી

ઓટો / કારના ટાયર પર લખેલા નંબર-અક્ષર માત્ર કોડ નથી, તેમાં છુપાયેલી હોય છે સ્પીડ રેટિંગ, જાણો દરેક કોડનો અર્થ

Last Updated: 05:31 PM, 22 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શું તમે જાણો છો કે, ટાયર પર લખેલો કોડ તેની પહોળાઈ, ઊંચાઈ, વ્હીલ સાઈઝ, વજન ક્ષમતા અને સ્પીડ રેટિંગ જેવી મહત્વની માહિતી આપે છે?

1/6

photoStories-logo

1. ટાયરનો કોડ

કાર કે બાઈકના ટાયર પર લખેલા નંબર અને અક્ષરો માત્ર કોડ નથી પણ તેમાં ઘણી મહત્વની માહિતી છુપાયેલી હોય છે. જ્યારે તમે ટાયર બદલાવો ત્યારે માત્ર લુક કે અંદાજથી ખરીદી ન કરો. ઉદાહરણ તરીકે P215/60R16 95H જેવો કોડ જોઈને ઘણા લોકો મૂંઝવણ અનુભવે છે પણ તેને સમજવું સરળ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. પેસેન્જર વાહન

જેમાં સૌપ્રથમ ‘P’નો અર્થ થાય છે પેસેન્જર વાહન માટેનું ટાયર. સામાન્ય કારોમાં આ પ્રકારના ટાયર વપરાય છે. જો ‘LT’ લખ્યું હોય તો તે લાઈટ ટ્રક માટે હોય છે. કોઈ અક્ષર ન હોય તો બીજી સાઈઝિંગ સિસ્ટમનો ઉપયોગ થયો હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ઊંચાઈ-પહોળાઈ

ત્યારબાદનો નંબર 215 ટાયરની પહોળાઈ બતાવે છે જે મિલીમીટરમાં હોય છે. એટલે આ ટાયર લગભગ 215 મિમી પહોળું છે. તેની પાછળનો 60 એસ્પેક્ટ રેશિયો કહેવાય છે. આ સાઈડવોલની ઊંચાઈ પહોળાઈની 60 ટકા છે. આ આંકડો ઓછો હોય તો સાઈડવોલ નીચી અને હેન્ડલિંગ વધુ તીવ્ર બને છે, જ્યારે વધુ હોય તો સવારી વધુ આરામદાયક લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. વ્હીલનો વ્યાસ

‘R’નો અર્થ છે રેડિયલ કન્સ્ટ્રક્શન, જે આજકાલ મોટાભાગની કારોમાં વપરાય છે. તેની પાછળનો 16 વ્હીલનો વ્યાસ ઈંચમાં બતાવે છે. એટલે આ ટાયર 16 ઈંચના વ્હીલ માટે બનાવાયો છે. ટાયર બદલતી વખતે આ સાઈઝ કારના વ્હીલ સાથે મેળ ખાતો હોવો જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. લોડ ઇન્ડેક્સ

95 એ લોડ ઇન્ડેક્સ છે જે દર્શાવે છે કે એક ટાયર કેટલું મેક્સીમમ વજન સંભાળી શકે છે. આ માટે નિશ્ચિત ટેબલ જોવું પડે છે. છેલ્લે ‘H’ સ્પીડ રેટિંગ છે. ઉદાહરણ તરીકે S એટલે 180 કિમી/કલાક, T એટલે 190 અને H એટલે 210 કિમી/કલાક સુધીની ક્ષમતા. આનો અર્થ એ નથી કે તમારે એટલી ઝડપે ગાડી ચલાવવી જોઈએ પણ ટાયર કેટલી મેકિસમમ સ્પીડ માટે યોગ્ય છે તે જાણવા માટે આ માહિતી ઉપયોગી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. રેટિંગ ચોક્કસ કરો ચેક

ટાયર ખરીદતી વખતે સાઈઝ, લોડ ઇન્ડેક્સ અને સ્પીડ રેટિંગ ચોક્કસ ચેક કરો. કારની ઓનર મેન્યુઅલમાં આપેલી માહિતી સાથે મેળ કરો અને જરૂર પડે તો એક્સપર્ટની સલાહ લો. આ નાનકડા કોડમાં ટાયરની ઓળખ છુપાયેલી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

bike tires car tire speed rating
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ