બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / અરે બાપ રે! ઓનલાઈન મંગાવેલા ચીકનમાં નીકળ્યો કોન્ડોમ, કપલે કર્યો 12 કરોડનો કેસ

વિચિત્ર / અરે બાપ રે! ઓનલાઈન મંગાવેલા ચીકનમાં નીકળ્યો કોન્ડોમ, કપલે કર્યો 12 કરોડનો કેસ

Published By: Hiralal Parmar

Last Updated: 04:06 PM, 8 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક રેસ્ટોરન્ટના ભોજનમાં કોન્ડોમ નીકળતાં ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો.

અમેરિકાના હ્યુસ્ટનમાં ફાસ્ટ-ફૂડ ચેઇન રેસ્ટોરન્ટ પોપાયસમાં બનેલી એક ઘટનાએ ભારે હોબાળો મચાવ્યો છે. હકીકતમાં રેસ્ટોરન્ટના ભોજનમાં કોન્ડોમ નીકળતાં કપલે હોબાળો કર્યો હતો. દંપતીનો આરોપ છે કે તેમણે પોપાયસ આઉટલેટમાંથી ફ્રાઇડ ચિકન મંગાવ્યું હતું, પરંતુ એક ટુકડામાં કોન્ડોમ જેવું કંઈક મળ્યું. ત્યાર પછી તેમણે ઉબકાં આવવા લાગ્યાં હતા અને તેમણે તાત્કાલિક ખાવાનું બંધ કરી દીધું હતુ અને રેસ્ટોરન્ટ સામે કાનૂની કાર્યવાહી કરી હતી.

કપલે દાખલ કર્યો 12.5 કરોડનો કેસ

કપલ જસ્ટિન હોવર્ડ અને ડેનિયલ મેકકિનને ૩ ઓગસ્ટના રોજ હેરિસ કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 12.5 કરોડનો કેસ દાખલ કર્યો છે. બંનેએ 25 જુલાઈના રોજ સાઉથ સેમ હ્યુસ્ટન પાર્કવે વેસ્ટ પર સ્થિત પોપાયસ આઉટલેટમાંથી ચિકન ખરીદ્યું હતું. હોવર્ડ કહે છે કે જેમ જેમ તેણે ચિકનનો ટુકડો કાપ્યો, તેણે તેની અંદર કોન્ડોમ જેવું કંઈક જોયું.

કોન્ડોમવાળું ભોજન ખાધા બાદ ઉબકાં

કપલે કહ્યું કે વસ્તુ જોયા પછી તેઓએ તરત જ ખાવાનું બંધ કરી દીધું. બંનેને ઉબકા આવવા લાગ્યા અને ડર લાગ્યો કે તેમણે વાસી ખોરાક ખાધો છે.

વધુ વાંચો : સુરેન્દ્રનગરની આ દીકરી બનશે 15મી ઓગસ્ટે 'વિશેષ અતિથિ', દિલ્હી લાલ કિલ્લા સમારોહનું આમંત્રણ મળ્યું

ચીકનનું વેચાણ બંધ કરવામાં આવે

દંપતીનો આરોપ છે કે સ્ટાફ વારંવાર ચિકનને નવા ઓર્ડરથી બદલવાનો પ્રયાસ કર્યો હતો છતાં તેઓ રિફંડ ઈચ્છી રહ્યાં છે. ખૂબ આગ્રહ પછી આખરે તેમને પૈસા પરત કરવામાં આવ્યા. આ ઘટના બાદ, હ્યુસ્ટનના કેટલાક સમુદાય કાર્યકરોએ પણ રેસ્ટોરન્ટની મુલાકાત લીધી હતી. કેન્ડિસ મેથ્યુઝ અને ક્વાનેલ એક્સે જુલાઈના અંતમાં આઉટલેટના મેનેજમેન્ટ સાથે મુલાકાત કરી હતી અને આ મામલાની તપાસની માંગ કરી હતી. તેમણે એવી પણ માંગ કરી હતી કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આઉટલેટ પર ચિકનનું વેચાણ બંધ કરવામાં આવે.

ભોજનમાં જીવ-જંતુઓ અને વસ્તુઓ મળવાની ઘણી ઘટનાઓ

ઉલ્લેખનીય છે કે ભોજનમાં જીવજંતુઓ અને વસ્તીઓ મળવાની પણ ઘણી ઘટનાઓ બની છે. આ રેસ્ટોરન્ટ કે હોટલની ગંભીર બેદરકારી દર્શાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Popeyes condom chicken

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ