બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:23 PM, 18 August 2026
મહિલા કર્મચારીઓના સામાજિક સશક્તિકરણ અને કલ્યાણ તરફ એક મોટો નિર્ણય લેતા તમિલનાડુ સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાજ્યની સરકારી મહિલા કર્મચારીઓને હવે ત્રીજા બાળકના જન્મ પર પણ 12 અઠવાડિયા (84 દિવસ) ને બદલે પૂરા 365 દિવસ (1 વર્ષ) ની મેટરનિટી લીવ મળશે. આ સુવિધા અત્યાર સુધી માત્ર પ્રથમ બે બાળકોના જન્મ સુધી જ મર્યાદિત હતી.
ADVERTISEMENT

વિધાનસભામાં પોતાના વિભાગની અનુદાન માંગણીઓ પરની ચર્ચા દરમિયાન માનવ સંસાધન પ્રબંધન મંત્રી ડી. શરતકુમારે આ નિર્ણયની જાણકારી આપી હતી. શરતકુમારે જણાવ્યું હતું કે આ નવા નિયમને લાગુ કરવા માટે ટૂંક સમયમાં જ એક વિસ્તૃત સરકારી આદેશ જારી કરવામાં આવશે. ગૃહને સંબોધિત કરતા શરતકુમારે કહ્યું હતું કે, તમિલનાડુ સરકાર એક કલ્યાણકારી પ્રશાસન છે જે સામાજિક કલ્યાણ અને મહિલા સશક્તિકરણને પ્રાથમિકતા આપે છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને, સરકારી મહિલા કર્મચારીઓને ત્રીજા બાળક માટે મળતી 12 અઠવાડિયાની મેટરનિટી લીવ વધારીને 365 દિવસ કરવામાં આવશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
હાલના નિયમો અનુસાર તમિલનાડુમાં બે કરતાં ઓછા હયાત બાળકો ધરાવતી પરિણિત મહિલા સરકારી કર્મચારીઓને 365 દિવસની સવેતન (Paid) મેટરનિટી લીવ આપવામાં આવે છે. જોકે, બે કરતાં વધુ બાળકો હોય તો મહિલાઓને માત્ર 12 અઠવાડિયા (84 દિવસ) ની જ રજા મળતી હતી, જેને હવે વધારીને પૂરૂં 1 વર્ષ કરવાનો નિર્ણય લેવાયો છે.

ADVERTISEMENT
તમિલનાડુમાં મેટરનિટી લીવના સમયગાળામાં સમયાંતરે વધારો કરવામાં આવ્યો છે:
ADVERTISEMENT
2011 માં: 90 દિવસની રજા વધારીને 6 મહિના કરવામાં આવી હતી.
2016 માં: આ રજા લંબાવીને 9 મહિના કરાઈ હતી.
ADVERTISEMENT
જુલાઈ 2021 માં: રાજ્ય સરકારે તેને વધારીને 1 વર્ષ (365 દિવસ) કરી દીધી હતી.
આ પણ વાંચોઃ નેશનલ / પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વગર બીજા લગ્ન કર્યા તો 20% પગાર કપાશે! જાણો સરકારનો નિયમ
સરકારના આ નવા નિર્ણયથી ત્રીજા બાળકની યોજના બનાવી રહેલી રાજ્ય સરકારની મહિલા કર્મચારીઓને મોટી રાહત મળશે અને તેઓ પોતાના બાળકની દેખભાળ વધુ સારી રીતે કરી શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.