બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગરમાં નકલી રોયલ સ્ટેગ વ્હિસ્કી પીવાથી યુવકનું મોત, 6 લોકો હોસ્પિટલમાં દાખલ
Last Updated: 10:32 PM, 18 August 2026
ભાવનગરમાં 'અંગ્રેજી લઠ્ઠાકાંડ' સામે આવ્યો છે. જેમાં નકલી રોયલ સ્ટેગ વ્હિસ્કી પીવાથી એક યુવકનું મોત થયું હતું અને 6 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.
ADVERTISEMENT
ડુપ્લિકેટ દારૂના સેવનથી તબિયત લથડી
ખડસલીના ઉપેન્દ્રસિંહ ગોહિલનું SRT હોસ્પિટલમાં મોત થયું હતું જ્યારે 5થી 6 લોકો શહેરની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસને આશંકા છે કે ડુપ્લિકેટ દારૂના સેવનથી તબિયત લથડી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : એવી જોરદાર ટક્કર કે ટ્રક કાર પર ચડી, અમદાવાદ-રાજકોટ હાઈવે પર ભયંકર અકસ્માત
LCB, SOG અને સ્થાનિક પોલીસની ટીમોએ તપાસ તેજ કરી
ADVERTISEMENT
આ ઘટના બાદ LCB, SOG અને સ્થાનિક પોલીસની ટીમોએ તપાસ શરુ કરી હતી અને ડુપ્લિકેટ રોયલ સ્ટેગની બોટલો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે અન્ય બુટલેગરો અને સપ્લાયરોને સામે પણ તપાસ શરુ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.