બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત-સાબરકાંઠા સહિત 15 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહીં

photo-story

6 ફોટો ગેલેરી

ગુજરાત / સુરત-સાબરકાંઠા સહિત 15 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહીં

Last Updated: 06:47 AM, 19 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં અત્યારે ચાર હવામાન સિસ્ટમ સક્રિય હોવા છતાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા નથી. હવામાન વિભાગે આજે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના 15 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

1/6

photoStories-logo

1. 24 કલાક દરમિયાન રાજ્યના 115 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 115 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ધરમપુરમાં દોઢ ઇંચથી વધુ નોંધાયો છે. જ્યારે સુરત, નવસારી અને ડાંગ જિલ્લાના ચાર તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જોકે આજે રાજ્યના કોઈપણ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ગુજરાત ઉપર કુલ ચાર હવામાન સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગના અનુસાર હાલમાં ગુજરાત ઉપર કુલ ચાર હવામાન સિસ્ટમ સક્રિય છે. જોકે આ તમામ સિસ્ટમની એક્ટિવિટી ઓછી હોવાથી રાજ્યમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની જ સંભાવના છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ, ડિપ્રેશન અને અન્ય એક ટ્રફ સિસ્ટમ સક્રિય છે, જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ યથાવત છે અને છૂટાછવાયા વરસાદની સ્થિતિ બની રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. મોસમ દરમિયાન સરેરાશ લગભગ 20 ઇંચ જેટલો વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીના સમગ્ર મોસમ દરમિયાન સરેરાશ લગભગ 20 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ વરસાદ સામાન્ય કરતાં લગભગ 1 ટકા ઓછો છે. જોકે અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ અલગ જોવા મળી રહ્યું છે અને કેટલીક જગ્યાએ સામાન્ય કરતાં વધુ વરસાદ પણ નોંધાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા

અમદાવાદ શહેરમાં પણ આજે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે શહેરમાં એકથી બે વખત વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં 2.5 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે 1 જૂનથી અત્યાર સુધીમાં શહેરમાં કુલ 587 મિમી એટલે કે 23.11 ઇંચ મોસમી વરસાદ નોંધાયો છે. આ આંકડો સામાન્ય કરતાં 74.9 મિમી વધુ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. તેની સાથે રાજસ્થાનના મધ્ય ભાગો પર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. આ બંને સિસ્ટમ તેમજ મોન્સૂન ટ્રફના પ્રભાવને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદી માહોલ જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. આ જિલ્લાઓમાં વરસાદ

આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને સ્થાનિક હવામાનની માહિતી પર નજર રાખવા અને વરસાદ દરમિયાન જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Weather Update Gujarat Rain Forecast IMD Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ