ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરામાં રાત્રે નશામાં ધૂત કાર ચાલકોનો આતંક, અક્ષરચોક ખાતે મોપેડ સવાર દંપતીને અડફેટે લીધા

ગુજરાત / વડોદરામાં રાત્રે નશામાં ધૂત કાર ચાલકોનો આતંક, અક્ષરચોક ખાતે મોપેડ સવાર દંપતીને અડફેટે લીધા

Published By: Nidhi Panchal

Last Updated: 07:45 AM, 19 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં ફરી એકવાર નશામાં વાહન ચલાવવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. અક્ષરચોક ખાતે મોપેડ પર જઈ રહેલા દંપતીને કારએ અડફેટે લેતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો.

ADVERTISEMENT

વડોદરાના અક્ષરચોક વિસ્તારમાં મોડી રાત્રે નશામાં ધૂત કાર ચાલકોનો આતંક જોવા મળ્યો હતો. મોપેડ પર પસાર થઈ રહેલા દંપતીને કારએ અડફેટે લેતા બંનેને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા દંપતીએ આક્ષેપ કર્યો છે કે કારમાં સવાર બંને શખ્સો દારૂના નશામાં હતા અને ચાલુ કારમાં જ દારૂ પી રહ્યા હતા. ઘટનાના કારણે વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો હતો.

VDR-2

ઇજાગ્રસ્ત દંપતીના જણાવ્યા મુજબ અકસ્માત બાદ કારમાંથી નીચે ઉતરેલા શખ્સોએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે દાદાગીરી શરૂ કરી હતી. આ વર્તનથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. લોકોએ વિરોધ નોંધાવી બંને શખ્સોને ઘેરી લીધા હતા અને ભારે હોબાળો સર્જાયો હતો.

દારૂની બોટલ પણ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા

ઘટના દરમિયાન કારમાં દારૂની બોટલ પણ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ લોકોનો ગુસ્સો એટલો વધી ગયો હતો કે કારમાં સવાર એક શખ્સને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.

કાર લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો

લોકોનો વધતો રોષ જોઈને કાર ચલાવી રહેલો શખ્સ પોતાની કાર લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જ્યારે અન્ય એક શખ્સને સ્થાનિક લોકોએ રોકી રાખ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જેપી રોડ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી

VDR-3

જેપી રોડ પોલીસે ઘટનાના સંબંધમાં એક શખ્સની અટકાયત કરી છે. સાથે જ અકસ્માત સર્જીને ફરાર થયેલા કાર ચાલકને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાના આધારે ફરાર આરોપીને શોધવાના પ્રયાસો કરી રહી છે.

આ પણ વાંચો : વાહનની ટક્કરથી બાઈક સવાર પત્ની-પુત્રનું મોત, પતિને ગંભીર ઈજા, વઢવાણ હાઈવે પર મોટો અકસ્માત

આ બનાવ બાદ શહેરમાં ફરી એકવાર નશામાં વાહન ચલાવવાની ઘટનાઓને લઈને અનેક સવાલો ઉભા થયા છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત દંપતીની સારવાર ચાલી રહી છે. પોલીસે જણાવ્યું છે કે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તપાસ પૂર્ણ થયા બાદ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

JP Road Police Akshar Chowk Drunk Driving

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ