બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / પલ્સર ફરી ધૂમ મચાવશે, 24 ઓગસ્ટના રોજ લોન્ચ થશે બે નવી નેક્સ્ટ જનરેશન બાઇક્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 07:24 PM, 19 August 2026
1/5
બજાજ ઓટો ભારતીય ટૂ-વ્હીલર બજારમાં પોતાની ક્લાસિક 'પલ્સર' શ્રેણીનો નવો અવતાર રજૂ કરવા તૈયાર છે. કંપનીએ નેક્સ્ટ જનરેશન ક્લાસિક પલ્સર લાઇનઅપનું ઓફિશિયલ ટીઝર જારી કરીને સત્તાવાર જાહેરાત કરી છે કે આ બંને નવી બાઇક્સ 24 ઓગસ્ટ 2026 ના રોજ ભારતમાં લોન્ચ થશે. જાહેર કરાયેલા ટીઝરમાં કંપનીએ 'ગિયર ઓફ ફોર વોટ્સ નેક્સ્ટ' ટેગલાઇન આપી છે. ટીઝરમાં જૂની પલ્સરની સાથે આગામી પલ્સરનો પડછાયો દર્શાવવામાં આવ્યો છે, જે સ્પષ્ટપણે મોટો જનરેશન અપડેટ બતાવે છે. તાજેતરમાં જ પલ્સર 125 અને પલ્સર 150 નું ટેસ્ટિંગ દરમિયાન સ્પોટિંગ થયું હતું, જેમાંથી આ નવી બાઇક્સની મોટાભાગની વિગતો સામે આવી ચૂકી છે.
2/5
ટેસ્ટિંગ સ્પોટ્સ પરથી મળતી માહિતી મુજબ પલ્સર 125 માં મોટો ફેરફાર જોવા મળશે. આ બાઇક સુધારેલી LED હેડલેમ્પ, નવી ટેલ લેમ્પ, ફરીથી ડિઝાઇન કરાયેલા ટાંકી એક્સ્ટેન્શન, અપડેટેડ એક્ઝોસ્ટ અને સ્પોર્ટી ગ્રાફિક્સ સાથે આવશે. બાઇકમાં નવું TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળશે, જેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી, કોલ અને SMS એલર્ટ તેમજ નેવિગેશન ફંક્શન જોડવામાં આવ્યા છે. આ ઉપરાંત ટાઇપ-C ચાર્જિંગ પોર્ટ અને હેઝાર્ડ લાઇટિંગ પણ મળી શકે છે.
3/5
4/5
બજાજ પલ્સર 150 માં પણ અનેક આકર્ષક અપડેટ્સ આપવામાં આવ્યા છે. સ્વાય શોટ્સમાં આ બાઇકનો ફ્રન્ટ લુક નવો દેખાયો છે. તેમાં LED લાઇટિંગ, નવી ટેલ લેમ્પ, ટાંકી પર ફ્રેશ ડિઝાઇન અને નવો એક્ઝોસ્ટ મળશે. બાઇક નવી ચાસિસ અને સબ-ફ્રેમ સેટઅપ સાથે રજૂ થશે. પલ્સર 150 માં પણ પાછળના ભાગે મોનોશોક સસ્પેન્શન આપવામાં આવી શકે છે. સાથે જ LCD અથવા TFT સ્ટાઇલનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળશે.
5/5
બાઇક ટેસ્ટિંગ દરમિયાન ઓઇલ કૂલર રેડિયેટર અને 'ઓઇલ કૂલ્ડ' સ્ટીકર સાથે જોવા મળી છે. હાલના મોડેલમાં 149.5 cc નું એર કૂલ્ડ એન્જિન મળે છે, જેમાં આ મહત્વપૂર્ણ અપડેટ કરવામાં આવ્યું છે. આ બંને નવી ધમાકેદાર બાઇક્સ 24 ઓગસ્ટ 2026 ના રોજ સત્તાવાર રીતે માર્કેટમાં ઉતારવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ