બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / આ તારીખથી ગુજરાત-બિહાર વચ્ચે દોડશે 'અમૃત ભારત ટ્રેન', બુકિંગ શરૂ, જાણો ટાઈમિંગ-સ્ટોપેજ
Last Updated: 11:16 AM, 21 August 2026
બિહાર અને ગુજરાત વચ્ચે રેલ સંપર્કને વધુ મજબૂત બનાવવા માટે, ભારતીય રેલવે અમદાવાદ અને ભાગલપુર વચ્ચે નવી સાપ્તાહિક 'અમૃત ભારત એક્સપ્રેસ' શરૂ કરી રહ્યું છે. ટ્રેન નંબર 19423 માટે ટિકિટ બુકિંગ શુક્રવાર, 21 ઓગસ્ટથી PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. આ ટ્રેન અમદાવાદ અને ભાગલપુર વચ્ચેનું અંતર અંદાજે 36 કલાક અને 10 મિનિટમાં પૂર્ણ કરશે.
ADVERTISEMENT
રેલવેએ હાલની 09447/09448 અમદાવાદ-પટના-અમદાવાદ ક્લોન સ્પેશિયલ ટ્રેનને નિયમિત સેવામાં ફેરવવાનો નિર્ણય લીધો છે. આ સેવા હવે 19423/19424 અમદાવાદ-ભાગલપુર-અમદાવાદ સાપ્તાહિક અમૃત ભારત એક્સપ્રેસ તરીકે કાર્યરત થશે. ઈસ્ટર્ન રેલવેના જણાવ્યા અનુસાર, સિલ્ક સિટી તરીકે ઓળખાતા ભાગલપુરને ગુજરાતના મુખ્ય ઔદ્યોગિક અને આર્થિક કેન્દ્ર એવા અમદાવાદ સાથે વધુ સારી રેલ કનેક્ટિવિટી મળશે. રેલવેએ આ રૂટ પર મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
26 ઓગષ્ટથી શરુ થશે આ સેવા
ADVERTISEMENT
ટ્રેન નંબર 19423, 26 ઓગસ્ટ 2026થી શરૂ કરીને દર બુધવારે સાંજે 6:30 વાગ્યે અમદાવાદથી ઉપડશે. તે શુક્રવારે સવારે 6:40 વાગ્યે ભાગલપુર પહોંચશે. અમદાવાદથી ભાગલપુરની મુસાફરીમાં અંદાજે 36 કલાક અને 10 મિનિટનો સમય લાગશે.
વાપસી માટે, ટ્રેન નંબર 19424, 28 ઓગસ્ટ, 2026 થી શરૂ કરીને દર શુક્રવારે સાંજે 4:45 વાગ્યે ભાગલપુરથી રવાના થશે. તે રવિવારે સવારે 5:25 વાગ્યે અમદાવાદ પહોંચશે. પરત મુસાફરી પૂર્ણ કરવામાં અંદાજે 36 કલાક અને 40 મિનિટનો સમય લાગશે.
ADVERTISEMENT
ફક્ત જનરલ અને સ્લીપર કોચ
નવી અમૃત ભારત એક્સપ્રેસમાં જનરલ અને સ્લીપર ક્લાસના કોચ હશે. આ ટ્રેનની ઝડપ પ્રતિ કલાક 110 થી 130 કિલોમીટરની વચ્ચે રહેવાની અપેક્ષા છે. તે અઠવાડિયામાં એકવાર દોડશે.
ADVERTISEMENT
ક્યા સ્ટેશનો પર રોકાશે ટ્રેન?
અમદાવાદ અને ભાગલપુર વચ્ચે દોડતી ટ્રેન અનેક મોટા સ્ટેશનો પર ઉભી રહેશે. જેમાં આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ભવાની મંડી, રામગંજ મંડી અને કોટાનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ત્યારબાદ, ટ્રેન સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, બયાના, ઇદગાહ આગ્રા, ટુંડલા, ગોવિંદપુરી અને સુબેદારગંજ થઈને આગળ વધશે. બિહારમાં તેના મુખ્ય સ્ટોપમાં પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંક્શન, બક્સર, આરા, દાનાપુર, પટના, બખ્તિયારપુર, મોકામા, કિયુલ, અભાઈપુર, જમાલપુર અને સુલતાનગંજનો સમાવેશ થશે.
આ પણ વાંચોઃ કુલ 60થી વધુ લોકો બન્યા ભાવનગર નકલી દારૂ કાંડના શિકાર, કલેક્ટરે કર્યા આંકડા જાહેર
ADVERTISEMENT
આ યાત્રીઓને થશે ફાયદો
આ નવી ટ્રેન બિહાર અને ગુજરાત વચ્ચે મુસાફરી કરતા મુસાફરોને સીધી રેલ સેવા માટેનો વધુ એક વિકલ્પ મળશે. ખાસ કરીને ભાગલપુર, પટના, દાનાપુર, બક્સર, કોટા, રતલામ, આણંદ અને અમદાવાદના મુસાફરોને આ સેવાનો લાભ મળશે. જનરલ અને સ્લીપર ક્લાસના કોચનો સમાવેશ થવાને કારણે, આ સેવા સામાન્ય મુસાફરો માટે એક ઉપયોગી વિકલ્પ બની રહેશે. રેલવેના આ નિર્ણયથી બિહારના મહત્વપૂર્ણ વ્યાપારી શહેર ભાગલપુર અને ગુજરાતના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર અમદાવાદ વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.