બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ક્રેડિટ કાર્ડથી ઘરનું ભાડું ચૂકવો છો? આ 5 ભૂલો કરશો તો વધશે ખર્ચ અને બગડી શકે છે ક્રેડિટ સ્કોર

photo-story

6 ફોટો ગેલેરી

કામની વાત / ક્રેડિટ કાર્ડથી ઘરનું ભાડું ચૂકવો છો? આ 5 ભૂલો કરશો તો વધશે ખર્ચ અને બગડી શકે છે ક્રેડિટ સ્કોર

Last Updated: 03:25 PM, 22 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ક્રેડિટ કાર્ડથી ભાડું ભરવું સરળ લાગે છે, પણ છુપી ફી, ઊંચું યુટિલાઇઝેશન અને ડ્યૂ ડેટ ચૂકવાને કારણે નાણાકીય નુકસાન થઈ શકે છે. આથી પેમેન્ટ કરતા પહેલાં ચાર્જિસ, લિમિટ અને બિલની તારીખનું ધ્યાન રાખવું જરૂરી છે.

1/6

photoStories-logo

1. ભાડાની ચુકવણી

આજના ડિજિટલ યુગમાં ઘરના ભાડાની ચુકવણી કરવી ખૂબ સરળ બની ગઈ છે. જેમાં મોબાઇલ પર અમુક ક્લિક કરતાં જ રેન્ટ સીધું મકાનમાલિકના ખાતામાં પહોંચી જાય છે. આ સુવિધાને કારણે ઘણા લોકો આ કામ માટે પોતાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા લાગ્યા છે. બહારથી જોતાં આ એક સ્માર્ટ નિર્ણય લાગે પણ તેની પાછળ અનેક છુપા નાણાકીય જોખમો રહેલા છે. ક્રેડિટ કાર્ડથી ભાડું ભરવાનો સીધો અસર તમારી ઉધારની કિંમત, ક્રેડિટ યુટિલાઇઝેશન અને સિબિલ સ્કોર પર પડે છે. જો તમે પણ દર મહિને ક્રેડિટ કાર્ડથી રેન્ટ પેમેન્ટ કરો છો તો નાણાકીય નુકસાનથી બચવા માટે નીચે મુજબની પાંચ મહત્વની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. એડીશનલ ચાર્જ

સૌથી પહેલી ભૂલ એ છે કે છુપા ચાર્જિસ જોયા વગર પેમેન્ટ કરી દેવું. ક્રેડિટ કાર્ડથી રેન્ટ ટ્રાન્સફર કરવું ક્યારેય સંપૂર્ણરીતે ફ્રી હોતું નથી. મોટાભાગના બૅન્કો કે પેમેન્ટ પ્લેટફોર્મ આ સુવિધા માટે કન્વીનિયન્સ ફી કે પ્રોસેસિંગ ફી વસૂલે છે, જે લગભગ 2 ટકા સુધી હોઈ શકે છે. ધારો કે તમારું માસિક ભાડું 30,000 રૂપિયા છે તો 2 ટકાના હિસાબે દર મહિને 600 રૂપિયા વધારાના ભરવા પડશે. વર્ષભરમાં આ રકમ 7200 રૂપિયા થઈ જાય છે, જેમાં ટૅક્સ અલગથી ઉમેરાય છે. આટલી મોટી ફી ભર્યા પછી કાર્ડ પર મળતા રિવોર્ડ પૉઇન્ટ્સનો ફાયદો લગભગ નહિવત્ રહી જાય છે. આથી પેમેન્ટ કરતા પહેલાં આ એડીશનલ ચાર્જની તુલના રિવોર્ડથી મળતા લાભ સાથે જરૂર કરી લો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ક્રેડિટ લિમિટ

બીજી મોટી ભૂલ ક્રેડિટ લિમિટના ઉપયોગને અવગણવાની છે. જ્યારે તમે કાર્ડથી ભાડું ભરો છો ત્યારે તમારી ક્રેડિટ લિમિટનો મોટો ભાગ તરત જ વપરાઈ જાય છે. ઉદાહરણ તરીકે જો કાર્ડની કુલ લિમિટ 1 લાખ રૂપિયા હોય અને તમે 40000 રૂપિયાનું ભાડું ભરી દો તો એક જ વારમાં 40 ટકા લિમિટ ખતમ થઈ જાય છે. તેમાં તમારા મહિનાના બીજા ખર્ચા ઉમેરાતા નથી. આથી ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો (CUR) ઝડપથી વધે છે જે સિબિલ સ્કોર નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સતત વધુ લિમિટ વાપરવાથી તમારી ક્રેડિટ પ્રોફાઇલ નબળી પડી શકે છે. જો નક્કી સમયે બિલ ન ભરાય તો આ સામાન્ય ખર્ચ પર પણ ભારે વ્યાજ ભરવું પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મિનિમમ ડ્યૂ

ત્રીજી ભૂલ માત્ર મિનિમમ ડ્યૂ ભરીને છૂટકારો મેળવવાની છે. કાર્ડનું બિલ આવે ત્યારે ‘મિનિમમ અમાઉન્ટ ડ્યૂ’નો ઓપ્શન આકર્ષક લાગે છે. લોકો તે ભરીને વિચારે છે કે કામ સરળ થઈ ગયું. પરંતુ અસલમાં બાકીની સમગ્ર રકમ પર વ્યાજ લાગવાનું શરૂ થઈ જાય છે. જો તમે ભાડાના બોજને આગળના મહિના સુધી ટાળો તો સંયુક્ત વ્યાજને કારણે તમારી મુશ્કેલી વધી શકે છે. આમ ક્રેડિટ કાર્ડથી ભાડું ભરવાની અસલી કિંમત તમારી કલ્પનાથી ઘણી વધારે થઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. યુપીઆઈ કે બૅન્ક ટ્રાન્સફર

ચોથી ગેરસમજ એ છે કે યુપીઆઈ કે બૅન્ક ટ્રાન્સફર દ્વારા કાર્ડથી ભાડું ભરવાથી સ્કોર આપમેળે સુધરી જશે. આ સંપૂર્ણરીતે સાચું નથી. રેન્ટ પેમેન્ટની માહિતી ક્રેડિટ બ્યુરોને તે રીતે મોકલવામાં આવતી નથી જેમ સામાન્ય લોન કે કાર્ડના બિલની માહિતી જાય છે. તમે વર્ષોથી સમયસર ભાડું ભરતા હોવ તો પણ તે તમારા ક્રેડિટ ઇતિહાસમાં નોંધાયેલું ન હોય. અમુક ફિનટેક કંપનીઓ રેન્ટ રિપોર્ટિંગનો દાવો કરે છે પણ પેમેન્ટ કરતા પહેલાં ચેક કરી લો કે તે આંકડા ખરેખર સિબિલ જેવા બ્યુરોને મોકલાય છે કે માત્ર તે પ્લેટફોર્મનો અલગ સ્કોર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. અંતિમ તારીખ ભૂલી જવી

પાંચમી અને સૌથી ખર્ચાળ ભૂલ બિલ ભરવાની લાસ્ટ ડેટ ભૂલી જવાની છે. કાર્ડથી ભાડું સમયસર ભરી દીધું, પણ જો બિલ ભરવાની છેલ્લી તારીખ ચૂકી ગયા તો તમારી ક્રેડિટ હિસ્ટ્રીને મોટો આંચકો લાગે છે. લેટ ફી સાથે બાકી રકમ પર ભારે વ્યાજ પણ ભરવું પડે છે. માત્ર એક વાર પણ ડ્યૂ ડેટ ચૂકવાથી તમારા ક્રેડિટ સ્કોરને લાંબા સમય સુધી નુકસાન પહોંચી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

credit card Paying rent hidden fees
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ