બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એકનો જીવ ગયો, મૃતાંક થયો 11, પોલીસ લાઈન સામે મળી 2 બોટલો
Last Updated: 03:49 PM, 22 August 2026
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત થયું છે. આ સાથે કુલ મોતનો આંકડો 11 પર પહોંચ્યો છે. ભાવનગરમાં સર ટી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 35 વર્ષીય હાર્દિક કિલજીનું દારૂ પીધાના પાંચમાં દિવસે સારવાર દરમિયાન મોત થયું છે. મૃતક યુવક ભરતનગર વિસ્તારમાં વર્ધમાનનગરમાં રહેતો હતો. જેને પ્રથમ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારબાદ વધુ તબિયત લથડતા સર ટી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ADVERTISEMENT
પોલીસ લાઇનની સામે રોયલ સ્ટેગની 2 બોટલ મળી
ભાવનગરમાં જૂની પોલીસ લાઇનની સામે આવેલા ગ્રાઉન્ડમાં રોયલ સ્ટેગની 2 ખાલી બોટલ મળી આવી. 18 ઓગસ્ટે સામે આવેલા લઠ્ઠાકાંડમાં 17 લોકો સારવાર હેઠળ છે.
ADVERTISEMENT
2 બુટલેગરોની ધરપકડ
ADVERTISEMENT
નકલીકાંડનો તાર સિહોર તાલુકા સુધી પહોંચ્યા છે. સિહોર પોલીસે 2 બુટલેગરોની ધરપકડ કરી છે. પ્રવીણ જાદવ અને અશ્વિન જાદવ નામના વ્યક્તિની પૂછપરછમાં ખુલાસો કર્યો છે. વરતેજ ગામના હરદીપ મોરી પાસેથી 10 પેટી રોયલ સ્ટેગની ખરીદી હતી. પ્રવીણ, અશ્વિને અને તેના મિત્રોએ 5થી 6 રોયલ સ્ટેગની દારૂની બોટલનું સેવન કર્યું હતું, રોયલ સ્ટેગની દારૂની બોટલો સારી નહિ લાગતા હરદીપને પરત લઈ જવાનું કહ્યું હતું. નકલીકાંડ સામે આવતા બંને વ્યક્તિઓએ શિહોરના સર ગામની સીમમાં દારૂનો નાશ કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.