ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કન્ફર્મ ટિકિટ ન મળે તો પણ વિકલ્પ છે, પરંતુ ટિકિટ વગર મુસાફરી કરશો તો ભાડા સાથે ઓછામાં ઓછી કેટલી પેનલ્ટી થઈ શકે ?
5 ફોટો ગેલેરી
Last Updated: 03:57 PM, 27 August 2026
1/5
ભારતીય રેલવેથી રોજ કરોડો લોકો મુસાફરી કરે છે. જેમાં સસ્તી અને સુવિધાજનક હોવાથી ટ્રેન હજુ પણ લોકોની પ્રથમ પસંદગી છે. પણ તહેવારો, રજાઓ કે અચાનક મુસાફરીનું પ્લાન બનતાં કન્ફર્મ ટિકિટ મળવી મુશ્કેલ થઈ જાય છે. આવી સ્થિતિમાં અમુક યાત્રીઓ ટિકિટ વગર ટ્રેનમાં ચઢી જવાનું જોખમ ઉપાડી લે છે જે બાદમાં મોંઘું પડી શકે છે.
2/5
રેલવેના નિયમો મુજબ ટિકિટ વગર મુસાફરી કરવી દંડનીય છે. TTE દ્વારા પકડાયા પર 500 રૂપિયા સુધીનો દંડ વસૂલી શકાય છે. તેની સાથે ચઢેલા સ્ટેશનથી મુકામ સુધીનો પૂરૂ ભાડું પણ ભરવું પડી શકે છે. ગંભીર કે વારંવાર નિયમોનું ઉલ્લંઘન થાય તો કાનૂની કાર્યવાહી અને જેલ સુધીનું જોખમ પણ રહે છે. આથી માત્ર આશાએ કે રસ્તામાં ટિકિટ બની જશે એમ વિચારીને ટ્રેનમાં ચઢી જવું સુરક્ષિત ઓપ્શન નથી.
ADVERTISEMENT
3/5
પહેલા પ્લેટફોર્મ ટિકિટ લઈને સ્ટેશનમાં પ્રવેશ કરો. ટ્રેનમાં ચઢ્યા બાદ મોડું કર્યા વગર તરત જ ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર (TTE)નો સંપર્ક કરો. રેલવેના નિયમો અનુસાર TTE આગળની મુસાફરી માટે ટિકિટ ઈશ્યુ કરી શકે છે કે યોગ્ય ભાડું વસૂલી શકે છે. પણ આને કન્ફર્મ ટિકિટનો નિયમિત ઓપ્શન માનીને વારંવાર વાપરવું યોગ્ય નથી.
4/5
માત્ર પ્લેટફોર્મ ટિકિટ લેવાથી ટ્રેનમાં મુસાફરીનો અધિકાર મળતો નથી. પ્લેટફોર્મ ટિકિટ માત્ર સ્ટેશન પરિસરમાં પ્રવેશ માટે હોય છે. ટ્રેનમાં મુસાફરી કરવા માટે મુસાફરી ટિકિટ કે રેલવેની મંજૂરી જરૂરી છે. તેથી ઇમરજન્સીમાં ટ્રેનમાં ચઢ્યા બાદ સૌથી મહત્વનું પગલું TTEને જાણ કરવાનું છે. છુપાઈને સીટ પર બેસી જવું કે મુસાફરી ચાલુ રાખવી જોખમભર્યું છે.
ADVERTISEMENT
5/5
જો મુસાફરી પહેલેથી નક્કી હોય તો સમયસર ટિકિટ બુક કરવી સૌથી સુરક્ષિત રીત છે. જેમાં IRCTC કે રેલવે કાઉન્ટર દ્વારા ઉપલબ્ધ ટિકિટ અને બીજા ઓપ્શન તપાસી શકાય છે. છેલ્લી ઘડીએ ટિકિટ ન મળે તો અન્ય ટ્રેન, ક્લાસ કે વૈકલ્પિક મુસાફરીના ઓપ્શન પણ જોઈ શકાય છે. આથી ટિકિટ વગર મુસાફરીની સ્થિતિથી બચી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ