ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / 6000mAh બેટરી, 67W ફાસ્ટ ચાર્જિંગ અને નવા Xring O3 પ્રોસેસર સાથે સપ્ટેમ્બરની શરૂઆતમાં એન્ટ્રી

Xiaomi 18 Fold / 6000mAh બેટરી, 67W ફાસ્ટ ચાર્જિંગ અને નવા Xring O3 પ્રોસેસર સાથે સપ્ટેમ્બરની શરૂઆતમાં એન્ટ્રી

Published By: Nirav Kumar

Last Updated: 04:35 PM, 31 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Xiaomi 18 Foldમાં 6000 mAh બૅટરી, 67 વૉટ ફાસ્ટ ચાર્જિંગ અને નવો Xring O3 પ્રોસેસર મળવાની શક્યતા છે. સપ્ટેમ્બરમાં લોન્ચ થનાર આ ફોલ્ડેબલ ફોનની ડિઝાઇન અને કેમેરા સેટઅપ પણ સુધારેલું હોવાના રીપોર્ટ છે.

ADVERTISEMENT

શાઓમીનો આગામી ફોલ્ડેબલ સ્માર્ટફોન Xiaomi 18 Fold સપ્ટેમ્બરની શરૂઆતમાં લોન્ચ થવાની શક્યતા છે. આ લોન્ચથી પહેલાં જ તેની અમુક મહત્વની સ્પેસીફીકેશન લીક થઈ છે, જેમાં બેટરી ક્ષમતા અને ચાર્જિંગ સ્પીડ સૌથી વધુ ધ્યાન ખેંચી રહી છે.

રીપોર્ટ અનુસાર આ ફોનમાં 6,000 mAhની મોટી બૅટરી મળી શકે છે. આ સાથે જ 67 વૉટ વાયર્ડ અને 50 વૉટ વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ પણ હશે. આ અગાઉના મિક્સ ફોલ્ડ 4ની 5100 mH બૅટરી કરતાં મોટો સુધારો ગણાય છે. મોટી બૅટરી સાથે ઝડપી ચાર્જિંગના ઓપ્શનને કારણે યુઝર્સને વધુ સારી બૅટરી લાઈફ મળવાની શક્યતા છે.

પ્રોસેસરની વાત કરીએ તો, આ ફોનમાં કંપનીનો નવો Xring O3 ચિપસેટ આપવામાં આવશે. આ જ પ્રોસેસર શાઓમીના ફ્લેગશિપ ટૅબલેટ Pad 9 Pro Maxમાં પણ હશે. AnTuTu બેન્ચમાર્કમાં આ ચિપે ૫૨ લાખથી વધુ સ્કોર નોંધાવ્યો છે. તેમાં ડેકા-કોર લેઆઉટ અને 4.35 GHz સુધીની ક્લોક સ્પીડ આવશે. આ સાથે AI એક્સિલરેશન માટે અલગ ચિપ્સ પણ હોવાની પણ વાત છે.

આ ફોનના ડિઝાઇનમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. અગાઉના લાંબા બુક-સ્ટાઈલ ફોર્મેટને બદલે કવર ડિસ્પ્લે અને અંદરની ફોલ્ડિંગ સ્ક્રીન બંને વધુ પહોળી હોવાની શક્યતા છે. જેમાં કવર સ્ક્રીન લગભગ 6.56 ઇંચની અને અંદરની સ્ક્રીન 7.76 ઇંચની હોઈ શકે છે. આ બંનેમાં LTPO પેનલ અને 120 Hz એડેપ્ટિવ રિફ્રેશ રેટ હોવાની શક્યતા છે. જેમાં પાછળના કેમેરામાં 200 મેગાપિક્સલનો મુખ્ય સેન્સર સહિત ત્રણ કેમેરાનું સેટઅપ મળી શકે છે.

વધુ વાંચો : iPhone 18 Pro: 5100mAh બેટરી, અપગ્રેડેડ કેમેરા અને પ્રોસેસર સાથે આવી શકે છે, MagSafe વાયરલેસ ચાર્જિંગ પણ મળશે

નવા હિન્જ ડિઝાઇન સાથે IP68 ડસ્ટ અને વૉટર રેઝિસ્ટન્સ પણ આપવામાં આવી શકે છે. જેમાં આ તમામ ડીટેલ હજુ લીક પર આધારિત છે. પરંતુ જો તે સાચી સાબિત થાય તો Xiaomi 18 Fold ફોલ્ડેબલ સેગમેન્ટમાં મજબૂત દાવેદાર બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Foldable Smartphone Xiaomi Smartphone Xiaomi 18 Fold

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ