ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારા કામનું / બ્રિટનની હાઈ કોર્ટે ટ્રેડમાર્ક ઉલ્લંઘન કેસમાં Samsungને મોટો ઝટકો આપ્યો, Swatchને મળશે ₹100 કરોડથી વધુનું વળતર
Last Updated: 03:00 PM, 30 August 2026
ADVERTISEMENT
Samsung-Swatch Case: સેમસંગને બ્રિટનની હાઈકોર્ટ દ્વારા મોટો ફટકો પડ્યો છે, કોર્ટએ સ્વેચ ગ્રુપના ટ્રેડમાર્ક ઉલ્લંઘન કેસમાં કંપનીને આશરે 100 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
ADVERTISEMENT
સ્માર્ટવોચ વોચ-ફેસ એપ્સ સંબંધિત કેસમાં સેમસંગને મોટો ઝટકો લાગ્યો છે. બ્રિટનની હાઈકોર્ટે કંપનીને સ્વિસ વોચ કંપની સ્વેચ ગ્રુપને $11.6 મિલિયન (આશરે ₹110 કરોડ) વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટનો આ ચુકાદો ટ્રેડમાર્કના દુરુપયોગ સંબંધિત કેસમાં આવ્યો છે.
ચાલો જાણીએ કે સેમસંગે વળતર કેમ ચૂકવવું પડશે?
ADVERTISEMENT
આ આખો કેસ સેમસંગના ગેલેક્સી એપ સ્ટોર પર ઉપલબ્ધ કેટલીક સ્માર્ટવોચ વોચ-ફેસ એપ્સ સાથે જોડાયેલો છે. આ એપ્સ 2015 અને 2019 ની વચ્ચે ઉપલબ્ધ હતી. આરોપ હતો કે કેટલીક થર્ડ-પાર્ટી એપ્સે સ્વેચ ગ્રુપની લક્ઝરી વોચ બ્રાન્ડ્સની ડિઝાઇન અને ટ્રેડમાર્કની નકલ કરી હતી.
સ્વોચ ગ્રુપ પાસે ઓમેગા, લોંગાઇન્સ અને બ્રેગુએટ જેવી ઘણી મોટી અને મોંઘી ઘડિયાળ બ્રાન્ડ્સ છે. કંપનીએ દાવો કર્યો હતો કે આ બ્રાન્ડ્સના નામ અને ડિઝાઇનનો ઉપયોગ પરવાનગી વિના કરવામાં આવ્યો હતો. યૂજર્સ સેમસંગના પ્લેટફોર્મ પર આ એપ્સ ડાઉનલોડ કરી શકતા હતા.
ADVERTISEMENT
રિપોર્ટ અનુસાર યુકે અને યુરોપમાં આવા આશરે 1.6 લાખ ડાઉનલોડ્સ રેકોર્ડ કરવામાં આવ્યા હતા. સ્વોચે આ કેસમાં સેમસંગ પાસેથી આશરે $170 મિલિયન (આશરે રૂ. 1,500 કરોડ) ની માંગણી કરી હતી. દરમિયાન સેમસંગનું કહેવું હતુ કે તેણે ફક્ત 300 ડોલર ચુકવવા જોઇએ.
કોર્ટે શું કહ્યું તે જાણો
ADVERTISEMENT
જોકે કોર્ટે આ મામલે સેમસંગને પણ જવાબદાર ઠેરવ્યો. ન્યાયાધીશે જણાવ્યું કે કંપનીએ આ એપ્સને તેના પ્લેટફોર્મ પર દેખાવાની મંજૂરી આપી હતી અને તેની એપ રિવ્યૂ સિસ્ટમ ટ્રેડમાર્ક ઉલ્લંઘનને રોકવામાં નિષ્ફળ ગઈ હતી. આનો અર્થ એ થયો કે આ એપ્સ તૃતીય-પક્ષ ડેવલપર દ્વારા બનાવવામાં આવી હતી, પરંતુ સેમસંગ તેમને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવા માટે પણ જવાબદાર હતું.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ Onion Price / ડુંગળીના ભાવમાં ફરી ઉછાળો, રિટેલમાં ₹80/kg સુધી પહોંચ્યા; સરકારના ₹35માં વેચાણ અને બફર સ્ટોક છતાં ગ્રાહકોને રાહત નહીં
ન્યાયાધીશે એમ પણ જણાવ્યું હતું કે લક્ઝરી બ્રાન્ડ્સની ડિઝાઇન મફતમાં અથવા ખૂબ ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવાથી બ્રાન્ડના મૂલ્ય અને છબીને નુકસાન થઈ શકે છે. ખાસ કરીને મોઘી અને પ્રીમિયમ બ્રાન્ડ્સ માટે તેમની ઓળખ અને ડિઝાઇન મહત્વપૂર્ણ છે.
ADVERTISEMENT
આ ચુકાદા સાથે સેમસંગને હવે વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે કંપનીએ હજુ સુધી આ નિર્ણયને અંતિમ માન્યો નથી. સેમસંગ કેસની અપીલ કરવાનું વિચારી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT