ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 1 સપ્ટેમ્બરથી બેંક બદલી શકે FDના વ્યાજ દર! પૈસા જમા કરતા પહેલા આટલું જાણી લો

તમારા કામનું / 1 સપ્ટેમ્બરથી બેંક બદલી શકે FDના વ્યાજ દર! પૈસા જમા કરતા પહેલા આટલું જાણી લો

Published By: Bijal Vyas

Last Updated: 09:49 AM, 29 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bank FD Interest Rates Update:1લી સપ્ટેમ્બરથી ઘણી બેંકો FDના વ્યાજ દરોમાં ફેરફાર કરી શકે છે. FDમાં રોકાણ કરતા પહેલા, જાણો કે રિર્ટનમાં કેવો ફેરફાર થઈ શકે છે અને તમારે કયા વાતોને ધ્યાનમાં લેવાની જરૂર છે.

ADVERTISEMENT

જો તમે તમારી મહેનતની કમાણી બેંક ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય, તો આ સમાચાર તમારા માટે ખૂબ ઉપયોગી છે. દેશની ઘણી મોટી બેંકો 1લી સપ્ટેમ્બરથી તેમના FD વ્યાજ દરોમાં ફેરફાર કરી શકે છે.

વ્યાજ દરોમાં થતો આ ફેરફાર તમને મળતા વળતર પર સીધી અસર કરશે. આવો સમજીએ કે, આ તમારા રોકાણને કેવી રીતે અસર કરે છે અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) શરૂ કરતા પહેલા તમારે કયા પરિબળોને ધ્યાનમાં લેવા જોઈએ.

વ્યાજ દરમાં ઘટાડા કે વધારાની શું થશે તમારી પર અસર?

1 લી સપ્ટેમ્બરથી બેંકો દ્વારા વ્યાજદરોમાં કરવામાં આવતા ફેરફારો અંગે બે શક્યતાઓ છે. પ્રથમ, જો બેંકો વ્યાજદરો ઘટાડે, તો નવી ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ખોલતા ગ્રાહકોને અગાઉની સરખામણીમાં થોડું ઓછું રિર્ટન મળશે. બીજી તરફ જો વ્યાજદરો વધે, તો નવા રોકાણકારોને તેમની જમા રાશિ પર વધુ વ્યાજની આવકનો લાભ મળશે.

FD

જે લોકોએ પહેલેથી જ તેમની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) બુક કરાવી લીધી છે, તેમના માટે આ ફેરફાર વર્તમાન વ્યાજ દરને અસર કરશે નહીં. આ ફેરફાર માત્ર નવી FD અથવા હાલની FDના રિન્યુઅલ માટે જ લાગુ થશે.

FDમાં રોકાણ કરતા પહેલા આ ૩ મહત્વની બાબતો ધ્યાનમાં રાખો.

જો તમે 1લી સપ્ટેમ્બર કે તે પછી FD ખોલવાનું આયોજન કરી રહ્યા હોવ, તો આ વાતો ભૂલશો નહીં

  • તમામ બેંકોના દરોની સરખામણી કરો: કોઈ એક જ બેંકમાં સીધા પૈસા જમા કરાવવાને બદલે, જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો (જેમ કે SBI, HDFC અને ICICI) તેમજ સ્મોલ ફાઇનાન્સ બેંકો દ્વારા આપવામાં આવતા વ્યાજ દરોની સરખામણી કરવાનું ધ્યાન રાખો.

આ પણ વાંચોઃ 31 ઓગસ્ટ પહેલા પતાવી દો IT રિટર્નને લગતા આ કામ, જાણો 10 નિયમ

  • સ્પેશિયલ FD સ્કિમ્સ ચેક કરો : ઘણી બેંકો ચોક્કસ સમયગાળા (જેમ કે 399 દિવસ અથવા 444 દિવસ) માટે સામાન્ય FD કરતાં વધુ વ્યાજ દર ઓફર કરે છે.
  • સીનિયર સિટીજન્સ માટે વધારાનો લાભ: જો તમે વરિષ્ઠ નાગરિક હોય, તો તમને સામાન્ય ગ્રાહકોની સરખામણીમાં 0.50% સુધી વધુ વ્યાજ મળે છે, આનો લાભ ચોક્કસ લો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

FD interest rates change 1 september update bank FD

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ