ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / બજારમાં મળતી મોંઘી કાજુ કતરીને કહો બાય બાય, ઘરે જ બનાવો સૌને ભાવતી આ મીઠાઇ

Recipe / બજારમાં મળતી મોંઘી કાજુ કતરીને કહો બાય બાય, ઘરે જ બનાવો સૌને ભાવતી આ મીઠાઇ

Published By: Bijal Vyas

Last Updated: 05:41 PM, 28 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષાબંધન દરમિયાન બજારમાં અનેક પ્રકારની મીઠાઈઓ ઉપલબ્ધ હોય છે, તેમ છતાં એક એવી મીઠાઈ છે જે દરેક ઘરમાં ખૂબ પસંદ કરવામાં આવે છે: કાજુ કતરી.

ADVERTISEMENT

રક્ષાબંધન દરમિયાન બજારમાં અનેક પ્રકારની મીઠાઈઓ ઉપલબ્ધ હોય છે, તેમ છતાં કાજુ કતરી એવી મીઠાઈ છે જે દરેક ઘરમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. જોકે, તહેવારોની મોસમમાં બજારમાં મળતી કાજુ કતરીમાં ભેળસેળ હોવાની હંમેશા આશંકા રહે છે અને વળી તેની કિંમત પણ પ્રતિ કિલો ₹1,000 થી ₹1,500 જેટલી ઊંચી હોય છે. તો પછી, શા માટે આ મોંઘી મીઠાઈને ખૂબ જ ઓછા ખર્ચમાં ઘરે જ તૈયાર ન કરવામાં આવે? જો તમારા ઘરમાં પણ બધાને કાજુ કતરી ભાવતી હોય તો નોંધી લો આ રેસીપી અને ઘરે જ બનાવો....

કાજુ કતરી બનાવવા માટે સામગ્રી

  • કાજુ - 2 કપ (આશરે 250 ગ્રામ)
  • ખાંડ - 1 કપ
  • પાણી - 1/2 કપ
  • લીલી એલચીનો પાવડર - 1/4 ચમચી (ઓપ્શનલ)
  • દેશી ઘી - 1 ચમચી (મિશ્રણને મુલાયમ બનાવવા માટે)
  • ચાંદીનો વરખ - સજાવટ માટે (ઓપ્શનલ)

કાજુ કતરી બનાવવાની રીતઃ

  • સૌપ્રથમ કાજુને મિક્સરમાં ક્રશ કરી લો પછી તેને એક ચારણીથી ચાળી લો
  • કઢાઈમાં ખાંડ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો ખાંડ ડૂબે એટલું પાણી જ ઉમેરવું અને બે તારની ચાસણી લેવી
  • હવે તેમાં કાજુનો ભૂકો ઉમેરી એકદમ સરસ હલાવતા રહો અને ફરીથી તેને પાંચ મિનિટ સુધી ગેસ ઉપર જ પકાવો અને હલાવતા રહે એકદમ સરસ ઘટ્ટ થાય પછી ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દો
  • હવે એક પ્લાસ્ટિક રેપર લઈ તેની ઉપર આ કાજુ સ્ટફિંગ રાખી ઉપરથી બીજુ રેપર માં સહેજ ઘી વાળો હાથ લગાવી અને તેને રોટલી ની જેમ વણી લો પછી તેને ઉપર ચાંદીનો વરખ લગાવી ચપ્પુથી કટ કરી લો તૈયાર છે કાજુકતરી

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

two ingredient kaju katli recipe how to make kaju katli at home

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ